________________
૧૦૩
વિશ્વની અસ્મિતા
. સકેરચંદ મગનલાલ શાહ, વતન : રણાસણ, શ્રી સકરચંદભાઈ એટલે શૂન્યમાંથી સુવાસિત જીવન – સર્જન,
શ્રી સાકરચંદભાઈ અને તેમના પરિવારની વતન અને કર્મ ક્ષેત્ર મુંબઈની મેટલ વેપારી આલમમાં સેવાની સૌરભ મહેકે છે.
પિતાની અપ્રતિમ કર્તવ્યપરાયણતા, પ્રખર પુરુષાર્થ અને સતત સાહસબુદ્ધિના તપતેજથી “તૂટ છે લેહ જંજીરો તમારી આત્મશ્રદ્ધા તો ” એ ઉક્તિને યથાર્થ બનાવી જનાર સદ્ગત શ્રી સકરચંદભાઈએ વ્યવસાય – ઉદ્યોગ ક્ષેત્રે પ્રગતિ અને પ્રતિષ્ઠાનું નિર્માણ કરવા સાથોસાથ વિવિધ વર્લ્ડ માં પોતાની અનુભવ પકવતા અને વ્યવહાર બુદ્ધિની સિદ્ધિને લાભ અપી જીવનમાં સાર્થકને સંતોષ અનુભવ્યો હતો. એમનામાં શૂન્યમાંથી સર્જન કરવાની
અલૌકિક શક્તિ હતી. તેના ફલસ્વરૂપે વર્ષો પહેલાં પોતાના વતન રણાસણ – ગુજરાતથી પ્રસ્થાન કરીને મહાનગર મુંબઈને કર્મભૂમિ બનાવી તેઓશ્રીએ ધ્યેયના એક પછી એક સોપાન સર કર્યા હતા. મેસર્સ માર્ગે શ મેટલ કોર્પોરેશન તથા મેસર્સ અતુલ મેટલ ઈન્ડસ્ટ્રીઝ નામક પેઢીઓની સ્થાપના કરીને તેઓશ્રીએ ઉદ્યોગને ભવ્ય વિકાસ સજર્યો હતો. વ્યાપારી આલમમાં સારી નામના જમાવવા સાથે તેઓશ્રીએ નીતિમત્તા, આધ્યાત્મિકતા અને જ્ઞાનપાસના વડે જીવનને ઉજજવલ કર્યું હતું.
શ્રી સકરચંદભાઈનું યશોજિજવલ જીવન ગરીબાઈના અનેક દુઃખમાંથી પસાર થયું હતું. તેથી બીજાઓના દુઃખ અને વેદનાઓને તે સુપેરે સમજી શકતા. આથી તેમની પેઢીના કે ઘરના બારણે કઈ પણ આશાથી આવતું તે તે ક્યારેય નિરાશ પાછું ન ફરતું. પરિચિત કે અપરિચિત, સંસ્થા કે વ્યક્તિ દરેક તેમને ત્યાંથી હરખાતા હૈયે વિદાય લેતી.
વતન પ્રત્યે તેમને ગાઢ મમતા હતી. ગ્રામજને સુખી અને સંસ્કારી બને, શિક્ષિત અને સુશીલ બને તે માટે તેવી પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ભાગ લેતા. - શ્રી સી. વી. ગાંધી હાઈસ્કૂલના વિસ્તરણ માટેની ટહેલને સૌ પ્રથમ ઉમળકાભર્યો પ્રતિસાદ તેમના સુપુત્ર શ્રી મન
હરભાઈએ આયે. અને શ્રી રણુસણુ કેળવણી મંડળ સંચાલિત બાલમંદિરને માટે પણ માતબર રકમનું દાન કરીને પિતાની સ્મૃતિને વધુ પુણ્યવતી બનાવી છે.
ઉમદા કાર્યોની સુવાસ ચોમેર પ્રસરાવી શ્રી સકરચંદભાઈએ તા. ૯-૧૦-૧૯૭૭ના દિને આ જગતની ચિરવિદાય લીધી. તેઓશ્રીના પુણ્યપ્રભાવ આત્માને પ્રભુ અનંત શાંતિનું અમૃત બક્ષે એવી નમ્ર શ્રદ્ધાંજલિ આપી કૃતાર્થ થઈએ છીએ. શ્રીમતી ચંદનબેન શારદ શાહ તથા તેમના સહ પરિવાર લી. શુભેચ્છકે –
૧ મનહલ લ સકરચંદ શાહ ૨ જશવંતલાલ સકરચંદ શાહ
શ્રીમતી ભારતી એન. શાહ શ્રીમતી સવિતા જે શાહ
નં. ૩૬૦૬૧૬
૩૬ ૭ ૧ અતુલ મેટલ ઈન્ડસ્ટ્રીઝ
૧૦૯ ખાડી લકર રેડ
મુંબઈ-૪
૫૧ ખાડીલકર રોડ
| મુંબઈ-૪ માર્ગશ મેટલ કેર્યો.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org