________________
૧૦૨૬
વિશ્વની અસ્મિતા
-
4 -
-
શ્રી આદ્યશક્તિ અંબિકાજી માતાજી ખેડબ્રહ્મા – . સાબરકાંઠા
આ આદ્યશક્તિ અંબિકાજીનું સ્થાન ઘણું જ પુરાતન છે. આ ભૂમિ ઘણી જ પવિત્ર ગણાય છે. આ સ્થાન પણ યંત્ર મુજબ રથાપિત થયેલું છે. આ સ્થાનની ચારે દિશામાં ધર્મસ્થાને જેમ કે પૂર્વમાં પંખેશ્વર મહાદેવજીનું મંદિર, દક્ષિણ દિશામાં શ્રી ક્ષીરજાંબા માતાજી તથા બ્રહ્માજીનું મંદિર આવેલાં છે, પશ્ચિમે શ્રી ગદાધર વિષ્ણુ ભગવાનનું મંદિર
અને ઉત્તર દિશામાં શ્રી ચામુંડા માતાજી તથા શ્રી કેટેશ્વર મહાદેવનું મંદિર આવેલાં છે. આ પ્રમાણે વણયંત્રના મધ્ય ભાગમાં આ આદ્યશક્તિ અંબાજીમાતાનું સ્થાન આવેલું છે.
પુરાતન ઇતિહાસ પ્રમાણે આ પવિત્ર ધામનાં સ્થળા વન, પર્વત અને એકાંત સ્થાન જેવાં હતાં તેથી શ્રી બ્રહ્માજીએ પ્રાયશ્ચિત્ત નિવારણાર્થે આ ભૂમિકામાં હિરણાક્ષી (હરણાવ) સરિતાના તટે તપશ્ચર્યા કરી મહાન યજ્ઞ કરેલે, ત્યારે આ શક્તિની આરાધના અથે આ અષ્ટભૂજ અંબિકાજીની સ્થાપના કરી હતી. તે પછી તે યજ્ઞમાં પધારેલા દેવો અને ઋષિઓએ ભેગા થઈને શ્રી બ્રહ્માજીના તપ અને યજ્ઞની યાદગારી માટે શ્રી બ્રહ્માજીની ચતુર્ભુજ મુખાકૃતિની ભવ્ય મૂર્તિની સ્થાપના કરી હતી. આથી આ રથળ ઘણું જ પુરાતન અને પવિત્ર ગણાય છે. આ એતિહાસિક હકીકત ઉપરથી જ હાલનું આ શહેર ખેડબ્રહ્મા તથા શ્રી અંબિકામાતાજીનું સ્થળ પવિત્ર ધામ ગણાય છે.
મંદિરની આસપાસનું વર્ણન માતાનું સ્થાન મામની ઉત્તર દિશાએ છે. માતાજીનું મંદિર ઉત્તરાભિમુખ છે. એ મંદિર યંત્રાકારે છે. ગર્ભાગાર પણ યંત્રમય છે ઉપરના પથ્થરે કાણુ યંત્રમાં ગોઠવાયા હોય તેમ જણ્ય છે. પીઠ પર પણ પ્રાચીન શ્રીચક સ્થાપિત ફટીક જ છે. માતાજી સાત દિવસ જુદા જુદા સ્વરૂપે દર્શન આપે છે.
પ્રવેશ દ્વારમાં પશ્ચિમે મહાગણપતિની ભવ્ય પ્રતિમા છે. પૂર્વ બાજુએ કાળભૈરવ અને હનુમાનજીની મૂર્તિઓ છે. ' મોટા દરવાજા પાસે આવેલ ધર્મશાળાના વિશાળ ભાગમાં – ઈશાન કોણમાં બ્રહ્માણી, અને મહિષાસુર મર્દિનીની મૂર્તિઓ છે. ચાચરમાં પૂર્વમાં મહાદેવજીનું મંદિર છે. ત્યાં ખૂણામાં ચાર ભુજાવાળી ત્રિશુળ, નાગ, માળા. કમંડલવાળી મહાદેવજીની મૂર્તિ છે. બાજુના ખૂણામાં ગણપતિની મૂર્તિ છે. વળી ચાર ભૂજાવાળી વિષ્ણુની મૂર્તિ છે. ત્યાં પાર્વતીજીની મૂર્તિ છે. તેમ જ શિવલિંગ છે. નંદી બિરાજમાન છે. આગળ એક છે. માતાજીના વિભાગમાં પાછળના દરવાજા તરફ માનસરોવર છે, આ માનસરોવર શ્રી અંબિકાદેવી આ સ્થાને બિરાજમાન થયા ત્યારે જ પુરાતન છે..
ભાવિ ભકતો રેલવે સાધન સિવાય એસ. ટી. પ્રાઈવેટ બસ, મેટર દ્વારા અત્રે પધારી શ્રી અંબિકામાતાજીના દર્શનને લાભ લે છે.
-
--
-
-
સ્ટ ઓડ
પ્રમુખ – ના. ૨ ઉપપ્રમુખ - * ૩ ટ્રસ્ટી
મહારાજાશ્રી અમરસિંહજી સાહેબ, હિંમતનગર ચંદુલાલ રેલદાસ પટેલ- અમદાવાદ રવીન્દ્રભાઈ મણીલાલ દેશી-વડાલી જમનાશંકર વાસુદેવ શુકલ-મુંબઈ જયેન્દ્રભાઈ કેશવલાલ દવે–અમદાવાદ મણિલાલ ગણેશભાઈ પટેલ-અમદાવાદ નટવરલાવ ગટોરચંદ્ર મુથા-હિંમતનગર નટવરલાલ વક્તાભાઈ પટેલ-ખેડબ્રહ્મા ભાઈશંકર મૂલશંકર ત્રિવેદી-કુકડીઆ, અમૃતલાલ મણિશંકર ઉપાધ્યાય-ખેડબ્રહ્મા
૯ મેનેજર
ભટજી.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org