SearchBrowseAboutContactDonate
Page Preview
Page 989
Loading...
Download File
Download File
Page Text
________________ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ આ ગિરનારના મઘસ પણ લાભ તેમણે કાન કરિયાણાનો હોઈ ચાર અંગ્રેજી સુધીના વિદ્યાભ્યાસ કરી શૈદક અને વનસ્પતિનું પ્રત્યક્ષ જ્ઞાન સંપાદન કરવાને પુરૂષાર્થ આદર્યો. સંસ્કૃત સાહિત્યમાં શૈદકનું જ્ઞાન અનોખું હોવાને કારણે જ્ઞાન પિપાસુ જીવે સંસ્કૃત ભાષાને અભ્યાસ જુવાનસિંહજી જશવંતસિંહજી પાઠશાળામાં શરૂ કર્યો. અને ત્યારબાદ સ્વ. વૈદરાજ શ્રી ભદ્રીશંકર રામશંકર રામશંકર ભટ્ટ પાસે આયુર્વેદિક ગ્રે શેનું જ્ઞાન સંપાદન કર્યું. સંવત ૧૯૭૪ની સાલમાં પોતાના નાનાભાઈ શાંતિલાલ હરજીવનદાસને સાથે રાખી સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. અને ધીમે ધીમે એમાં પ્રગતિ કરતા રહ્યાં છેડાજ સમયમાં બાળકના દર્દોના નિષ્ણાત તરીકેની કીર્તિ સંપાદન કરી અને બાળકોના દર્દી માટેની આજપણ પ્રખ્યાતીની ટોચ પર બીરાજતી કાઠિયાવાડી બાલામૃત સંગઠીનું નિર્માણ કર્યું. વૈદકીય ધંધા ઉપરાંત વનસ્પતિ માટેનું પણ સારૂં સંશોધન કર્યું. એમનું વનસ્પતિ શાસ્ત્રનું જ્ઞાન અગાધ હતું જ્યારે જ્યારે કેઈ સંદિગ્ધ વનસ્પતિ માટે કેઈને શંકા થતી તેમાં વૈદકીય ધંધાવાળા ભાઈઓને તેઓ સારૂ માર્ગદર્શન આપી તેમની શંકાનું સાચી રીતે સમાધાન કરી બતાવતા. આવા અનુપમ જ્ઞાનનો લાભ તેમણે ભાવનગરની જીવણદાસ પ્રભુદાસ પાઠશાળાના વિદ્યાર્થીઓને જુનાગઢ-ગિરનારના વનસ્પતિના દર્શનથી કરાવી આપ્યું હતું. આજ રીતે વૈદકીય ચિકિત્સાને તેમજ નિદાનને લાભ ભાવનગર તથા આજુબાજુના ગામોમાં સારી પ્રશંસા મેળવી રસ રસાયણ ભમેની બનાવટ વિગેરે વિદ્યામાં પણ તેમણે સારી એવી નિપુણતા મેળવી હતી. એમના વ્યવસાય બાદ એ વ્યવસાય તેમના સુપુત્ર શ્રી નારણદાસે સંભાળી લીધે. તેમાં તેમણે પણ સારી પ્રગતિ કરી., પ્રતિષ્ઠા સંપાદન કરી આજુબાજુના વિસ્તારમાં તેમની ફેરમ પ્રસરે એ પહેલા જ એ કુલ ૩૮ વર્ષની કુમળી વયે જ કરમાઈ ગયું આજે પણ એ માનવીની પ્રતિષ્ટા લાકમાં એવી જામેલી છે કે એ પેઢીનું સફળ સંચાલન તેમના સુપુત્ર શ્રી કૃષ્ણલાલ દ્વારા પ્રગતિકારક રહ્યું છે. વડિલોના પુરુષાર્થના બળે ઉભી થયેલી એ જવલંત કારકીદિને ભાઈ કલાલ તન -- મન વિસરે મૂકી પૂરી મહેનતથી જાળવી રહ્યાં છે. વ્યવહારિક ભાંજગડમાં એમને બહુ રસ નથી. દુનિયાદારીના અન્ય પ્રવાહોમાં ડોકીયું કરવાને પણ પ્રયાસ કર્યા વગર એક ચિત્તે એક ધુનથી ધંધાની વિકાસ મંજલમાં પિતાની શકિતને ભાઇ કૃષ્ણલાલે વણી લીધી છે. સંધર્ષો અને તાણાવાણા વચ્ચે પણ વડિલે. પાર્જિત મિલ્કત શેખ કે ધંધાને આબાદ રીતે ટકાવી રાખે એમાં જ આજના યુગની વિશિષ્ટતા છે. માતા શ્રી લીલાવતી બહેનની સૂચના મુજબ ભાઈ કૃષ્ણલાલ પૂરી દિલચપીથી વૈદકીય સેવા આપી રહ્યાં છે. શ્રી નાનચંદ તારાચંદ શાહ જૈન શાસન પ્રત્યેની અવિચલ શ્રદ્ધા દેવદર્શન પૂજા અને દાનધમને પરમ ઉપાસક ઔદ્યોગિક સંસ્થાઓના અધિષ્ઠાતા અને સામાજિક પ્રવૃત્તિઓના પ્રાણ સમા શ્રી નાનચંદભાઈને ભાવનગરના એક સંસ્કારી પરિવારમાં જન્મ થયે ઘણા વર્ષોથી ધંધાર્થે મુંબઈ વસવાટ કરે છે. મુંબઇમાં ભાત બજારમાં સૌભાગ્યચંદ કુ. નું સફળ સંચાલન કરી રહ્યા છે. એટલું જ નહી પણ જૈન બાળકમાં ધાર્મિક શિક્ષણ દ્વારા ધર્મશ્રદ્ધાના અને ધાર્મિક આચાય વિચારની પ્રવૃત્તિ. એને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ધાર્મિક સંસ્થાઓને યથાશકિત આર્થિક મદદ કરતા રહ્યાં છે. લકમીને બહુજન સમા જના હિત માટે સદુપયોગ કરવાની મંગળ મનોકામના કરતા શ્રી નાનચંદભાઈ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ઓલ ઇડિયા ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય તરીકે સૌભાગ્યચંદ એન્ડ કુ. ના પાર્ટનર તરીકે કેહિનુર કેટલ ફુટ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેકટર તરીકે એલ્યુમીનીયમ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેકટર તરીકે બેઓ ફલેર મરચન્ટ એસોસીએશનના પ્રેસીડેન્ટ તરીકે ઘોઘારી જૈન મિત્ર મંડળના સેક્રેટરી તરીકે બોમ્બે ગ્રેઈન ડીલર્સ એસોસીએશનના સભ્ય તરીકે એમ અનેક સંસ્થાઓમાં તેમની સેવાની સુવાસ પ્રસરેલી છે તેમનું જીવન અત્યંત નિરાભીમાની છે પુરૂષાર્થ અને પરિશ્રમથી મેળવેલી સંપત્તિને હદય પૂર્વક હંમેશા સદુપયોગ કરતા રહ્યા છે. જ્ઞાતિની બેંધનીય સેવા કરી રહ્યા છે ધંધાથે ઘણું ફર્યા છે. તીર્થધામની યાત્રાઓ પણ કરી છે. સાહિત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને મેકલે મને હંમેશાં મદદ કરી છે. શ્રી નૌતમલાલ ઠાકરશી મહેતા સૌરાષ્ટ્રના અગ્રણી વ્યાપારીઓમાં શ્રી નૌતમભાઈનું રથાન મોખરે છે. રાજકોટના વતની પણ ધણા વર્ષોથી ભાવનગરમાં સ્થિર થયા છે. ઈ-ટર આર્ટસ સુધીનો અભ્યાસ નાની વયથી જ સમાજ સેવાના બીજ રોપાયેલા. દુષ્કાળના કપરા દિવસોમાં રાજકોટ સેવા સમાજ દ્વારા અનાજ વિગેરે ગરીબોને અપાતું. ને સંઘની માનવતાવાદી પ્રવૃત્તિથી માંડીને આજ સુધીમાં જુદી જુદી રીતે અનેક સંસ્થાઓને સમય શક્તિના ભાગે મૂલ્યવાન સેવાઓ આપી રહ્યા છે. સ્થાનકવાસી જૈન સંઘની મેનેજીંગ કમિટિના મેમ્બર તરીકે ગુજરાત રાજય પિ એડવાઈઝરી બોર્ડના મેમ્બર, રેલ્વે સ્ટેશન-કન્સસ્ટેશન કમિટિના મેમ્બર તરીકે ઓલ ઇન્ડિયા સ્ટેટ પીપલ કેન્ફરન્સમાં કષાધ્યક્ષ તરીકે યશસ્વી સેવા બજાવી છે. મુંબઈમાં ઘાટકોપરની જાહેર જીવનની પ્રવૃત્તિમાં મોખરે છે. કેંગ્રેસના મુખ્ય અનુયાયી છે. જિ૯લા કોગ્રેસની બધી જ પ્રવૃત્તિઓમાં તેમનો સહકાર હોય છે. શ્રી પ્રતાપસિંહ વાઘજીભાઈ બ્રહ્મભટ્ટ ઉત્તર ગુજરાતમાં બ્રહ્મભટ્ટ જ્ઞાતિમાં જ્ઞાતિબંધુઓમાં અને વહેપારી વર્ગમાં જેમનું નામ સારી રીતે જાણીતું છે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy