________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
તે શ્રી પ્રતાપસિંહભાઈ ઊંઝાના ઔતિહાસિક કુટુંબ ભૂપત- સિંહભાઈના વંશજ છે તેમને અભ્યાસ મેટ્રીકન છે તેઓ એક પ્રખર વહેપારી છે તેમણે ઉંઝા મ્યુનિસિપાલીટીને પાછલા ૨૦ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહીને સેવા આપેલી છે અને તે સમય દરમ્યાન મ્યુ.એ ખૂબજ સારા કાર્યો કરેલાં છે. ઉપરાંત તેઓ ઉંઝા કેળવણી મંડળ ઊંઝા પાંજરાપોળ ઊંઝા વેપારી મંડળના પ્રમુખ તરીકે હાલ પણ સેવા આપી રથેલા છે ઊંઝા કલ્યાણ મંડળના ઉપ પ્રમુખ છે રેટરી કલબના ઉંઝા ગ્રેઈન એન્ડ સીડઝ મરચન્ટ એસેસીએશનમાં ૨૦ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેલા છે. ઉંઝાની તમામ જાહેર પ્રવૃત્તિ એમાં તેમનું સ્થાન હંમેશા અગ્રણી તરીકે રહેતું આવ્યું છે
શ્રી ફત્તેચંદભાઈનું જન્મસ્થાન પાલીતાણા. પૂર્વપૂણ્યના યોગથી અને મુનિવર્યોના સમાગમથી અનેક જૈન શૈક્ષણિક સંસ્થાન અધિષ્ઠાતા બન્યા હતા એક યશસ્વી વ્યાપારી તરીકે પણ તેમની સારી એવી પ્રતિષ્ઠા હતી ધાર્મિક અભ્યાસ વિશાળ હતે લેખન શકિત સુંદર હતી અને ઘણે ભાગે સ્થિતપૃજ્ઞ રહેતા હતા તેમનું હેમુળું કુટુંબ ખૂબજ સંસ્કારી અને કેળવાયેલું છે.
શ્રી પ્રભુદાસ બાલુભાઈ મહેતા
શ્રી પ્રભુદાસભાઈ મહેતા મહુવાનું રત્ન છે. મુંબઈમાં મે. આદમજી લૂકમાનજી કંપનીમાં સામાન્ય સરવીસથી શરૂઆત કરી આપબળે પ્રગતિ સાધતા રહ્યા. ધંધાકીય ક્ષેત્રે આજે તેઓ સારૂ વર્ચસ્વ ધરાવે છે અને મે. છબીલદાસ નંદલાલની કંપનીના નામથી ધંધો કરે છે લોખંડ બજાર પર ગિરિરાજ નામનું અદ્યતન મકાનનું પણ એમના સત્રયત્નોથી સર્જન થયું છે. સામાજિક અને સેવાને ક્ષેત્રે પણ તેઓ અગ્રગણ્ય છે શ્રી માટુંગા શ્રેયસ મંડળ શ્રી માટુંગા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને શ્રી માટુંગા જ્ઞાનેશ્વર મઠ જીર્ણોદ્ધાર કમીટીની વ્યવસ્થાપક સમિતિના તેઓશ્રી સક્રિય સભ્ય છે. તદુપરાંત એમના અનુદાનથી ખુંટવડામાં માતુશ્રી મેંઘીબાઈ વિશ્રાન્તિગૃહ અને જ્યાં માતાજીનું મંદિર ચાલે છે તે પીપળવામાં સંસ્કાર કેન્દ્રનું મકાન થઈ શકયું છે. મહુવા યુવક સમાજની કારોબારીમાં મહુવા કપોળ વિદ્યાર્થી - ગૃહમાં, મહુવા આરોગ્ય–ભુવનમાં વગેરે અનેક સંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાએલા છે. મુંબઈમાં ચાલતી નાનીમોટી અનેક સંસ્થાઓને તેઓશ્રી હુંફ આપતા રહ્યાં છે. ભાગવત સપ્તાહના કાર્યક્રમમાં ખૂબજ રસ ધરાવે છે. પૂજ્ય ડોંગરેજી મહારાજની મોટી સપ્તાહ જી હતી. જેમાં હજારો લેકેએ લાભ લીધો હતો. થોડા સમય પહેલા જ મહુવામાં બાલુભાઈ નથુભાઈ મહેતા પ્રાથમિક શાળાના ઉદ્દઘાટન માટે શ્રી શ્રિમનારાયણ અને મદાલસા બહેનને નિમંત્ર્યા હતા. અને તેઓ આ બધી રિદ્ધિ-સિદ્ધિ પામ્યા છે તે એટલી જ ઉદારતાથી દાનગંગા વહેતી રાખી છે. સ્વ. શ્રી ફતેહદ ઝવેરભાઈ
શ્રી પિતામ્બરદાસ ઝવેરચંદ શાહ
ઝાલાવાડ જિલ્લાના ચોટીલા ગામના મૂળ વતની ચોટીલા મહાજનના અગ્રણી શ્રી પિતામ્બરદાસભાઈએ વ્યાપારમાં નાની વયમાં જ પ્રગતિ સાધેલી. ચોટીલા પાંજરાપોળ તથા જૈન દેરાસરના વહીવટમાં તેમનું યશસ્વી પ્રદાન હતું. દુષ્કાળના કપરા દિવસોમાં રાહતની કામગીરીમાં જાતે રસ લેતા સ્વરાજ માટેની વખતો વખતની લડતમાં કોગ્રેસના આદેશ મુજબ ચોટીલાથી જાહેર પ્રવૃત્તિઓનું સંચાલન કરતા હરકોઈ જ્ઞાતિના નાના મોટા ઝઘડાઓમાં તેમની લવાદી હાય. જ. સમાધાન કરાવીને સૌને સંતોષ આપવામાં તેમની આગવી સૂઝ હતી મોટા ધાર્મિક અને સામાજિક ફંડફાળાએમાં તેમને હિરો મોખરે હતે.
સમાજ સેવાના વારસાને તેમના સુપુત્ર શ્રી કેશવલાલ ભાઈએ બરાબર દીપાવી જાણે છે. શ્રી કેશવલાલભાઈ ચેટીલાની મ્યુનિસિપાલીટીમાં પંદર વર્ષ સુધી ઉપપ્રમુખ તરીકે રહ્યા છે પાંજરાપોળ અને દેરાસરના વહીવટમાં તેઓ નિષ્ઠા પૂર્વક સેવા બજાવી રહ્યા છે. આ કુટુંબની ઉજજવળ પ્રતિછે અને પ્રમાણિક્તાને લઈ માન મોભે ઘણાજ વધતાં રહ્યા છે. કેશવલાલભાઈના પુત્રશ્રી નવીનભાઈએ રાજકોટમાં ઔદ્યો ગિક દિશામાં પગરણ માંડયા છે એસસીએટેડ ઈન્ડસ્ટ્રીઝનું સફળ સંચાલન કરે છે. શ્રી બાલચંદ ગાંડાલાલ દોશી
નાનપણ થી જ સ્વધર્મ પ્રત્યે દઢ અભીરુચી અને સમાજ સેવાના ઉમદા ધ્યેય સાથે વ્યાપારી જગતમાં કાંઈક કરી છુટવાની તીવ્ર અભિલાષા સેવનાર શ્રી બાલચંદભાઈ દોશી સૌરાષ્ટ્રમાં આવેલા ગોહિલવાડ જિલ્લાના ધાબાં ગામના વતની પિતાનું બચપણ ગામડામાં પસાર થયું. સાધારણ રીતે નબળી આર્થિક સ્થિતિમાં તડકા છાયા વટાવી પાલીતાણા જૈન ગુરુકુળમાં મેટ્રીક સુધી શિક્ષણ મેળવ્યું પિતાની તેજ સ્વી બુદ્ધિ ચાપલ્યતા અને સ્વબળે આગળ વધનાર આ યુવકે સૌ પ્રથમ દાદાસાહેબ જૈન બેડિંગ-ભાવનગર અને ત્યારબાદ મુંબઈ જૈન મહાવીર વિદ્યાલયમાં દાખલ થઈ બી કેમ શુધી અભ્યાસ પૂરો કર્યો જીવનની શુભ શરૂઆત મુંબઈમાં ઈન્કમટેકસ પ્રેકટીશનર તરીકે શરૂ કરી ખંત પ્રમાણીકતા અને નિષ્ઠાથી સૌના હૃદય જીતી લીધા સમતા
ભાવનગર અને મુંબઈના જૈન સમાજમાં જેમનું આગવું સ્થાન હતું ધાર્મિક પ્રવૃત્તિઓમાં જેઓ હંમેશા મોખરે હતા વિદ્વાન અભ્યાસીઓ માટે જેમનું નિવાસસ્થાન ચર્ચા અને ચિંતનથી સભર રહેતું અનેક સામાજિક પ્રવૃત્તિઓના સંચાલનમાં જેમનો સીધે યા આડકતરો હિરો હોય તેવા
Jain Education Intenational
For Private & Personal Use Only
www.jainelibrary.org