________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
તેને કાર્યભાર સંભાળી લઈ તેમણે શ્રી તલકચંદભાઈને કાર્યનિવૃત્ત આપી છે. શ્રી દલીચંદ લક્ષમીછંદ કોઠારી
એમના ધાર્મિક અને સામાજિક જીવને માત્ર ધંધાની પ્રગતિથી સંતોષ ન થયું. કાણકિયા પરિવારની પ્રગતિ માટે કાણકિયા ઉત્કર્ષ મંડળની સ્થાપનામાં આગેવાની ભર્યો ભાગ ભજવ્યો એટલું જ નહી, વર્ષોથી એના મંત્રી પદે રહી સેવા આપી રહ્યા છે. કાણકિયા કુળની કીર્તિગાથા ગાતા “કાણકિયા કુલ કૌમુદી નામના ગ્રંથની પ્રસિદ્ધિનું શ્રેય એમને જ આપીએ તેય અતિશયેકિત નહીં ગણાય. ચાવંડ ગામની એમણે બહુવિધ સેવા કરી છે. મુંબઈમાં બેઠાં બેઠાં પણ ત્યાંની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લે છે. ત્યાં રામમંદિરમાં ઠાકોરજીના ચોરાના જીર્ણોદ્ધારમાં ચાવંડ માતાજીની નિયમિત દેનિક પૂજામાં તેમજ એ માતાજીના મંદિરના જીર્ણોદ્ધારમાં તેમજ દવાખાનું સ્થાપવામાં અને ચાવંડ લાઠી માર્ગ પર કાયમી પરબ ચાલુ કરાવવામાં એમને બહુ મોટો ફાળો છે. ધાર્મિક ક્ષેત્રે તેઓ માતાજીના પરમ ભકત છે. એટલું જ નહીં, એમણે ભારતની લગભગ પૂરી ધર્મ યાત્રા કરી છે. તીર્થ ધામેની સાથે સાથે હવા ખાવાના સ્થળોને સોંદર્યધામો પણ નિહાળ્યાં છે.
જૈન રત્ન શ્રી દલીચંદભાઈ કોઠારી સુરેન્દ્રનગર જિલ્લાના સાપકડા ગામના વતની છે નાની વયમાં કૌટુમ્બીક જવાબદારીઓ આવી પડતાં આર્થિક મુંઝવણને લઇ દેશાટન કરવાની હિંમત કરી ઉમેદ અને દૌર્યતાથી જીવનની શરૂઆત કરી અનેક તાણુ વાણામાંથી પસાર થતાં ધંધામાં મન પરોવ્યું ચાણક્ય બુદ્ધિ ખંતથી કામ કરવાની આવડત વગેરેથી ધંધ માં તેમણે લાખ રૂપિયા મેળવ્યા અને અર્થ સિધ્ધિ સંપાદન કરી ગરીબાઈમાંથી શ્રીમંત થયા પછી તેમનું જ્ઞાતિ અભીમાન સવિશેષ જાગૃત થતું ગયું જ્ઞાતિના બાળકો તરફના આસીન પ્રેમને લઈ કેળવણીના કામને ઉત્તેજન આપે છે કપરા દિવસમાં નીજ કર્તવ્યથી આગળ વધી આવનાર ગુજરાતી જૂન રત્નમાં શ્રી દલીચંદભાઈનું પણ મોખરાનું સ્થાન છે તેમના જીવનમાંથી ઘણું શીખવાનું છે તેમનું ચારિત્ર્ય ધર્મ ભાવના સાહસ વગેરે અનુકરણીય છે.
જૈન સમાજમાં તેમની કીર્તિ પ્રભાવના ઝળહળી રહી છે તેમની સફળતાને કેટલાક યશ ચીમનલાલ જાદવજીને ફાળે જતે હોવાનું માને છે. મુંબઈમાં દેરાસર કમિટિમાં દારૂખાના વ્યાપારી મંડળમાં અને બીજી અનેક સંસ્થાઓમાં આગળ પડતે રસ લે છે. તેમણે હમણાં જ રૂા. ૫૦૦૦/-નડીયાદના જૈન ઉપાશ્રયમાં અર્પણ કર્યા છે. ભવિષ્યમાં વતન તરફ ઔદ્યોગિક દિશામાં પગરણ માંડવા શરૂ કરેલ છે.
તેમની ધંધાકીય કારકીર્દિના ઉજળા ઇતિહાસને પાયે તેમના ઉમદા સ્વભાવે ઉપર રચાય છે અને સદાએ કર્તવ્ય પરાયણ રહ્યાં છે. અત્યારે પણ વૃદ્ધાવસ્થાએ પહોંચવા છતાં તેઓ જે કાર્ય હાથમાં લે તે વગર આળસે પૂરૂ પાડે છે. આવા ધર્મ-કર્મવીર નિસ્વાર્થ સેવાઓની સરવાણીઓ હરદમ હર સ્થળે વહેતી રહે તેવી શુભકામનાઓ વાંચ્છીએ છીએ. વ્યવસાયિક ક્ષેત્રે પણ નિર્દિષ્ટ સામાજિક ક્ષેત્રની જેમ આથીએ વધારે જવલંત કારકીર્દિ સંપાદન કરે એવી શુભેચ્છા પાઠવતા અને તેમની સામાજિક સેવાઓએ બિરદાવતા આનંદ અનુભવીએ છીએ. શ્રી દ્રારકાદાસ ધનજીભાઈ કાણકિયા
શ્રી દારકાદાસ વિઠલદાસ શાહ
ગુજરાત રાજ્યના માજી પ્રધાન શ્રી રતુભાઈ અદાણી અને શ્રી પરમાણંદ ઓઝાની પ્રેરણા અને હુંફને કારણે જે કુટુંબનું સ્થાન અને માન ઉનાના જાહેર જીવનમાં આગળ રહ્યું છે તે શ્રી દ્વારકાદાસભાઈ શાહ માંગરોળ તરફના શીલ ગામના વતની પણ ઘણા વર્ષોથી ઉના તરફ આવીને વસ્યા છે. નાનપણમાં અંગ્રેજીનું જરૂર પૂરતું જ્ઞાન સંપાદન કરી બહુ જ નાની વયમાં જીનીંગ મીલના ધંધામાં ઝંપલાવ્યું ગરીબ દર્દીઓને દવા-ઈજેકશનની સગવડતા કે સેવા ઉપરાંત ( ઉના કેળવણી મંડળમાં સેવા આપતા રહ્યા છે. ) ઉનાની ટી. બી હોસ્પીટલ વૈષ્ણવ હવેલી તુલસીશ્યામ અને અન્ય નાના મોટા પ્રસંગોએ તેમના તરફથી દાનમાં નાની મેટી રકમ મળતી રહી છે. ઉનાની કાંગ્રેસ કમિટિ ઉના સુગર ફેકટરી તુલસીશ્યામ વિકાસ સાર્વજનિક છાત્રાલય વગેરે સંસ્થાઓને પણ તેમની સેવા શકિતને અનન્ય લાભ મળે છે અને મળતો રહ્યો છે ઘણું મહાનુભાના પરિચયમાં આવ્યા છે પિતાની હૈયા ઉકલત અને સ્વબળે ધંધામાં પણ ઠીક પ્રગતિ સાધી છે. તેમના ભાઈશ્રી છબીલદાસભાઈ પણ એવાજ નિખાલસ કાર્યકુશળ અને દીર્ધ દૃષ્ટિવાળા દિલેર આદમી છે ઉના ખેતી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન પદે રહીને તેમણે પણ ખેડૂતો અને વેપારીઓમાં સારી સુવાસ ઉભી કરી છે નાના મોટા સારા પ્રસંગોએ ઉનાના વિકાસમાં મહાજનની સાથે રહીને આ કુટુંબ સૌનું આદર
ય બન્યું છે. માતા પિતા હયાત છે બહોળા પરિવાર છે. સુખી છે રાજ્ય અને પ્રજામાં તેમનું સારું એવું માને છે.
શ્રી. દ્વારકાદાસભાઈ એ કનકાઈમાં શૈભવ ઉભું કરવા પાછળ એમણે પોતાનું ઘણું ખાયું છે. આ કાર્ય પાછળ એમણે કરેલા ત્યાગ અને ભેગનું શબ્દોથી મૂલ્યાંકન કરવું શકય નથી. ચાવંડ ગામે જમેલા શ્રી દ્વારકાદાસભાઈ એ કોલેજનું પ્રથમ વર્ષ પાસ કરી ડાંક વર્ષો નોકરી કરી સ્વતંત્ર ધંધામાં પ્રવેશ કર્યો.
–૦
Jain Education Intenational
For Private & Personal Use Only
www.jainelibrary.org