________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
સોસાયટીના અધ્યક્ષ છે. ભીમરાવ ભાજીરાવ પાટનકર ટ્રસ્ટના ટ્રસ્ટી અને પ્રમુખ છે અને કહાપુરની પ્રા. એજયુકેશન સોસાયટીના પ્રમુખ છે. અજુનગરમાં જનતા શિક્ષણ મંડળ અને દેવચંદ કોલેજ ચાલે છે તેના પ્રમુખ છે. પુનાની ડેકકન એજયુકેશન સોસાયટીના તેઓ સભ્ય છે. M. N. દેશી હાઈસ્કૂલ આ સિવાય અનેક શિક્ષણ સંસ્થાઓને તેની ઉદારતા. અને સખાવતને લાભ મળે છે.
તેમના ૫૦ વર્ષ પૂરાં થયા પછી નિપાણી જેમ આજુ બાજુના લોકોએ તેમને સુવર્ણ મહોત્સવ કરીને ૧૧૧૧૧૧-૦૦ રૂપિયાની થેલી અર્પણ કરી હતી. તે રકમમાં પોતાની રકમ ઉમેરી શ્રી દેવચંદ છગનલાલ સુવર્ણ મહોત્સવ ટ્રસ્ટ ગરીબોને શિક્ષણ, દવા તેમ બીજી મદદ માટે સંસ્થાની સ્થાપના કરેલી છે. શ્રી દેવીદાસ નારણભાઈ પટેલ
અમરેલી જીલ્લાના હાથીગઢના વતની છે. ચાર અંગ્રેજી સુધીનો જ અભ્યાસ પણ પિતાની વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા, હૈયા ઉકલત અને વારસાગત મળેલા ખાનદાનીના સંસ્કારોને લઈ વેપારી સમાજમાં સારૂં માનપાન પામ્યા.
સીંગતેલ, સીંગદાણાના જથ્થાબંધ વ્યાપારમાં અને પ્રગતિશીલ ખેતીમાં વિશેષ રસ દાખવી રહ્યા છે–અમરેલીમાં વીરજી શીવદાસ એન્ડ સન્સની પેઢીના યશસ્વી સંચાલન સાથે પ્રસંગોપાત સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્યક પ્રવૃત્તિમાં થઈ શકે તે મદદ કરતા હોય છે. દેવીભાઈ ઘણાજ ઉદાર દિલના અને ગુલાબી વ્યકિત છે. નાના મોટા ફંડફાળાઓમાં અને સામાજીક કાર્યોમાં આ પેઢીને મહત્વનો ફાળે હોય છે.
અને મેટ્રીક સુધી પહોંચ્યા. તેમને અભ્યાસમાં આગળ વધવાની તીવ્ર તમન્ના હતી. પણ ભવિતવ્યતા જુદી જ નિર્માયેલી હતી. એટલે તેઓ અભ્યાસ છોડી વ્યવસાયમાં પડ્યા. સને ૧૯૪૩ ની સાલમાં તેઓ મુંબઈ મહાનગરીમાં આવ્યા અને અનેક સ્નેહીની લાગવગથી કેમીકલ લાઈનમાં નોકરી મેળવી શક્યા. જે કામ કરવું તે ઉત્સાહ અને ખંતથી કરવું. એ એમને સિદ્ધાંત હતો એટલે ત્રણ વર્ષની આ નેકરી દરમિયાન તેઓ કેમીકલ-રસાય સંબંધી સારૂં જ્ઞાન મેળવી શકયા. ત્યાર બાદ કેનવાસર તરીકેનું કામ શરૂ કર્યું તેમાં તેમની ઓળખાણ વધી કાર્ય કરવાની વિશેષ કુનેહ સાંપડી અને તેણે સ્વતંત્ર વ્યાપાર કરવાનું આત્મબળ પુરું પાડયું. અને ૧૯૪૮માં તેમણે ધીરજલાલ એન્ડ કુ. થીનર્સ મેન્યુફેકચરર તરીકે કામ શરૂ કર્યું અને તેમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધી.
આજે ઘીનર્સ મેન્યુફેકચરરમાં તેમની પેઢી પ્રથમ પંક્તિમાં આવે છે. અને ભારતના સુપ્રસિદ્ધ શહેરોમાં ૧૬ જેટલા સેલીંગ એજન્ટો ધરાવે છે. આ ધંધામાં વિશેષ વિકાસ માટે તેઓ અંધેરીમાં એક મોટું કારખાનું ઉભું કરી રહ્યા છે.
આજે તેઓ મહારાષ્ટ્ર એસોસીએટેડ ઈન્ડસ્ટ્રીઅલ એસેશીએશનના પ્રમુખ છે. અને બીજી ઘણી વ્યાપારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. વળી તેઓ શ્રી નેમીનાથ જૈન ઉપાશ્રયના મેનેજીંગ ટ્રસ્ટી છે. શ્રી ગોવાલીયા ટેક જૈન સંઘના પ્રમુખ છે. શ્રી વિજયવલભસુરિ શતાબી શિક્ષણ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તેમજ શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના માનદ્ મંત્રી છે.
વિશેષમાં તેઓ ઝાલાવાડ સેશ્યલ ગ્રુપ, ધ્રાંગધ્રા સોશ્યલ ગ્રુપ તથા જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ વગેરે સંસ્થાઓના કમીટી મેમ્બર (કાર્યવાહક સમિતિના સભ્ય) છે.
તમની કપ્રિયતાનું મુખ્ય કારણ તેમને વિનમ્ર સ્વભાવ, તેમની ઉદારતા અને તેમની પ્રસન્ન મુખમુદ્રા છે. ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ તેઓ મનની સ્વસ્થતા ગુમાવતા નથી. પરંતુ શાંત ચિત્તે તેને ઉપાય વિચારે છે અને તે અવશ્ય શેધી કાઢે છે.
તેમના ધર્મપ ની શ્રીમતી તારાબહેન ખૂબ માયાળુ સ્વભાવના છે અને તેમનાથી તેમનું ગૃહ જીવન સુખી છે. તેઓ ચાર પુત્રીઓ અને એક પુત્રના પ્રેમાળ પિતા છે. તથા તેમને સુશિક્ષિત અને સંસ્કારી બનાવવામાં ઉંડી દિલચસ્પી દાખવે છે.
તેમની મોટી પુત્રી ચંદ્રીકા બહેને તાજેતરમાં બી. એ. ની પરીક્ષામાં સફળતા મેળવી છે.
શ્રી ધીરજલાલભાઈ તંદુરસ્તીભર્યું દીર્ઘ જીવન જીવી જ્ઞાન સેવામાં વધુને વધુ કાર્યો કરે એજ આંતરિક અભિલાષા.
શ્રી ધીરજલાલ મેહનલાલ શાહ
જીવનરૂપી બગીચામાં સૌરભ ભર્યો સુખને ઉગાડીને તેને સુરમ્ય બનાવનાર વિશિષ્ટ વ્યકિતઓમાં શ્રી ધીરજલાલ મેહનલાલ શાહનું નામ સહેજે મૂકી શકાય એવું છે. સંકલ્પબળ, સ્વાશ્રય અને પુરૂષાર્થના બળે આગળ વધી તેઓ આજે એક સફળ વ્યાપારી તથા વિશિષ્ઠ રસાયણના ઉત્પાદક બન્યા છે અને સૌજન્યભર્યા વ્યવહારથી હજારો હૈયામાં માનભર્યું સ્થાન પામેલા છે. જૈન વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયને અનુસરનાર દશાશ્રીમાળી જ્ઞાતિય શ્રી મેહનલાલ નાગરદાસ શાહને ત્યાં માતા (સમતા) હેનની કુક્ષિએ સં. ૧૯૮૩ કાર્તિક શુદિ ૪ તા. ૧૧-૧૧-૧૭ના રોજ તેમને જન્મ થયો.
આઠ વર્ષની ઉંમરે માતાને દેહવિલય થયો. પણ પિતાએ તેમના પર અનેરૂં વહાલ વરસાવી તેમની ખોટ લાગવા ન દીધી. અનુક્રમે વિશેષ અભ્યાસ માટે તેઓ સુરેન્દ્રનગર ગયા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org