________________
૯૨૬
તેમના ઉપરકત સદ્ગુણેાની સૌરભ દુર દુર સુધી પહેાંચી છે. શારદા પીડ:ધિશ્વર જગદ્ગુરૂ શ્રી શંકરાચાર્ય મહારાજ તરફથી તેઓશ્રીને “ કિન શિરે મણિ ” ની પદવી એનાયત કરવામાં આવી છે. અમદાવાદના વેદ મંદિર તરફથી કિન કલા નિધિ ’ ની પદવી બ્રહ્મ નિષ્ઠ શ્રી વિદ્યાનદજી મહારાજના શુભહસ્તે ગીતા મદિર તરફથી કિર્તન સમ્રાટ તથા વૃંદાવનના રઘુનાથજી આચાર્યશ્રી તરફથી માધવબાગમાં હજારો ભાવિક જનાની હાજરીમાં તેમને ‘ ભકત ભૂષણ ” ની માનદ પદવીઓ આપવામાં આવી છે.
તેઓશ્રી અકિંચન વૃત્તિથી સંયમ સદાચાર અને સેવા તથા પ્રભુ ભકિતના પથદ્વારા સમાજ સેવા કરી ભારતીય ભકત પ્રણાલિકાનું અનુસરણ કરી રહ્યા છે.
લુહાર જ્ઞાતિમાં તેમના જેવા ભકત શ્રી પુરુષના જન્મ અમે જ્ઞાતિ બંધુએ માટે ગૌરવ સમાન છે અને તેથી જ તેમને “જ્ઞાતિ ભૂષણ” કહેવામાં અમે ગૌરવ અનુભવીએ છીએ.
પરમકૃપાળુ પરમાત્મા તેએશ્રીને સંપૂર્ણ તંદુરસ્ત ભર્યું... દિર્ધાયુ આપે અને તેઓ ભજન કિર્તનના અમી વચના રેલાવતા રહે એવી અભ્યર્થના છે. શ્રી દેવચંદ છગનલાલ શાહ. જે. પી.
શ્રી જૈન શ્વેતામ્બર કેન્દ્રસના રકમા અમૃત મહોત્સવ અધિવેશનમાં અતિથિ વિશેષ તરીકે શ્રી દેવચંદભાઇ જેવા પ્રગતિશીલ; સ્વપ્ન દર્શી અને શિક્ષણ પ્રેમી મહાનુભાવ મળ્યા છે. તે હ ઉપજાવે એવી બીના છે.
શ્રી દેવચ'દભાઇનો જન્મ કર્ણાટક ના અકેલ ( જિ. બેલગામ) ગામમાં તા ૬-૫-૧૯૧૨ના રોજ થયા હતા. તેમણે અકલ અને નિપાણીમાં અભ્યાસ કર્યાં હતા. યૌવનના તરવરાટ, અખૂટ કાર્ય શિત અને ગમે તેવી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાની હૈયા ઉકલતની બક્ષીશ એમને બચપણથી મળી હતી એટલે અભ્યાસક્રમ પૂરો થયેા ન થયા અને તે તરતજ તમાકુના વેપારમાં લાગી ગયા આ ધંધામાં એમણે ઉત્પાદન, વેપાર, ઉદ્યોગ એ ત્રણે રીતે ઉંડો અભ્યાસ કરીને એના ઝડપથી વિકાસ કર્યાં આજે તેએ ' તમાકુના રાજા ’ તરીકે દેશમાં પંકાય છે અને તમાકુના વેપાર, ઉદ્યોગ ઉત્પાદનની ખામત કેન્દ્ર સરકારની, પ્રાદેશિક સરકારની તેમજ બીજી સંખ્યાબંધ કમિટિઓમાં એક શાણા અને નિષ્ણાત સલાહકાર તરીકે એમની નિમણુંક થઈ છે.
શ્રી. દેવચ’દભાઈએ જનસેવાની શરૂઆત પોતાના વતન નિપાણીથી કરી. નિપાણીને એક સુખી અને આબાદ નગર બનાવવા એમણે ખૂબ જહેમત ઉઠાવી અને એ રીતે પેાતાની
Jain Education International
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
સેવા ભાવનાને લાભ નિપાણીની અઢારે આલમને આપ્યા. એમ કહેવું જોઇએ કે તેમની સેવા પ્રિયતા અમૂક કોઈ સંકુચિત વાડામાં ગાંધાઈ રહેવાને બદલે માનવતાના વિશાળ ક્ષેત્રમાં વ્યાપીને માનવ સેવાને પેાતાના કાર્યક્ષેત્રમાં આવરી લે છે. ૨૫ વષઁની ઉંમરથી જ એમણે નિપાણી મ્યુ. સભ્ય તરીકે જનસેવા શરૂ કરી હતી. ૨૨ વર્ષ સુધી સેવા બજાવી હતી. આજે નિપાણીના રૂપ-રંગ બિલકુલ બદલાઈ ગયાં છે. સાધન-સગવડ-વેપાર-ઉદ્યોગ તથા શિક્ષણ સંસ્થા એના ઉત્કર્ષ દ્વારા નિપાણીને સુખાકારી, સપત્તિ, સરસ્વતી, અને સંસ્કારિતાનું ધામ બનાવેલ છે.
શ્રી દેવચંદભાઇનું જીવન ધર્મ, શ્રદ્ધા અને ધર્મ ભકિતથી સભર છે. ધપ્રિતી હોય તેા જ સંપત્તિશાળી વ્યક્તિ ન્યાય નીતિ અને પ્રમાણિકતાને માગે ચાલી શકે અને પાતાના જીવનને દુČસન કે શ્રીજી બદીઓ તરફ વળતું રોકી શકે. શ્રી દેવચંદભાઈ આ વાત બરાબર સમજયા છે. અને તેથી ધર્મને વનમાં વણી લેવાના તેઓ યથાશક્તિ પ્રયત્ન કરે છે. આ ધા નકતાના સગપણે જ દક્ષિણ મહારાષ્ટ્ર જૈન શ્વે. પ્રાંતિક પરિષદ સાંગલીના પ્રમુખ તરીકે તેમજ કેન્ફર ંસના ઉપ-પ્રમુખ તરીકે કાર્ય કરે છે. મહાવીર જૈન વિદ્યાલયના દ્રષ્ટિ છે. આણંદજી કલ્યાણજી પેઢીના મેમ્બર છે. અખીલ ભારતીય ગુજરાતી સમાજ ન્યુ દિલ્હીના મેમ્બર તથા જૈન મિત્ર મંડળ દિલ્હીના મેમ્બર છે. ભારત સરકારે સ્થાપન કરેલા ભગવાન મહાવીર નિર્વાણ ૨૫૦૦ શતાબ્દિ મહોત્સવ કિમિટના મહારાષ્ટ્ર અને કર્નાટક પ્રાંતના શ્વેતામ્બર જૈન પ્રતિનિધિ છે.
વ્યાપાર ઉદ્યોગમાં તેમની વિશિષ્ટ સમજણ અને કુશળતાને કારણે કેન્દ્ર સરકારે એમને આ બાબતમાં અધિકૃત સલાહકાર તરીકે સ્વીકારેલ છે. મદ્રાસની સેન્ટ્રલ ટોબેકો કુાં. માં ૧૯૫ર થી પ૬ સુધી તેઓ સભ્ય હતા. તેમણે મુંબઇની મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના ઉપ–પ્રમુખ તરીકે કા કરેલ. તેઓ મૈસુર રાજ્યના કલેકટર એફ સેન્ટ્રલ એકસાઇઝ -ના સભ્ય હતા. આ ઉપરાંત બીજા સંખ્યાબંધ સ્થાનામાં રહીને એમણે ડિરેકટરપદ શાભાળ્યું છે. તેમજ તે તે બાબતેાના સલાહકાર તરીકે સફળ કામગીરી બજાવી છે. ભારત સરકારે તેઓશ્રીને સને ૧૯૬૮માં પદ્મશ્રી, સને ૧૯૭૦માં પદ્મ ભૂષણ જેવા માનભર્યા ખિતાબ આપી તેઓની સેવાનું બહુમાન કરેલ છે. અને મહારાષ્ટ્ર ગવર્નમેન્ટે જસ્ટિસ એફ પીસ (જે.પી.) પદવી આપેલ છે.
શ્રી દેવચંદભાઇના કેળવણી પ્રેમ કેવળ શેખ પુરતા નિહ પણ રચનાત્મક છે. નિપાણી અને એની આસપાસ દરેક કક્ષાની શિક્ષણ સંસ્થાઓની સ્થાપના તેમજ એના વિકાસમાં શ્રી દેવચંદભાઇએ સક્રિય રસ લીધા છે. તેઓ નિપાણીના સ્ત્રી કેળવણી મ`ડળના પ્રમુખ છે. દક્ષિણ કાંકણુ એજયુકેશન
For Private & Personal Use Only
www.jainelibrary.org