SearchBrowseAboutContactDonate
Page Preview
Page 923
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૮ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ જયંતભાઈ માવજીભાઈ શાહ પરિશ્રમ અને પુરુષાર્થને બળે નિરંતર આગળ ધપનાર કેટલાંક વિરલાઓની સમાજને જે ભેટ મળી છે તેમાં શ્રી જયંતભાઈ ને ગણી શકાય. સાધારણ પરિવારમાં જન્મ લઈ શ્રી જયંતભાઇ આપબળે પિતાને મળેલા ટાંચા સાધનને સંપૂર્ણપણે સદુપયોગ કરી શિક્ષણને ક્ષેત્રે આગળ વધ્યા. દિવસના વીસ વીસ કલાક જેટલે પરિશ્રમ કરી શ્રેષ્ઠ ગુણે સાથે ૧૫રમાં બી. કોમ. ની પદવી પ્રાપ્ત કરી. જીવનમાં કાંઈક કરી છૂટવાની તમન્નાવાળા શ્રી જયંતિભાઈ ૧૯૫૫માં સી. એ. થયા અને મુંબઈમાં કાલબાદેવી રેડ ઉપર જયંત એમ. શાહ નામની કાં. શરૂ કરી. બાલ્યકાળથી જ ધર્મ પરાયણ કુટુંબના ઉચ્ચ સંસ્કારો તેમને વારસામાં મળેલા એટલ કેળવણી અને ધાર્મિક પ્રવૃત્તિ ઓ તરફ છેક બચપણ થી ખેંચાયા. એક સજજન પુરૂષમાં હોવા જોઈતા સદ્ગુણોને તેઓશ્રીમાં સંપૂર્ણ પણે સમન્વય થયેલ છે. માતા પિતાના ઉચ્ચત્તમ સંસ્કારની પ્રાપ્તિ તથા પિતાની સહદયતા દ્વારા સમાજ કલ્યાણ અર્થે તેઓશ્રી હંમેશા દાનને પ્રવાહ સતતપણે વહેવડાવતા જ રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ કેળવણીના અનેક કેન્દ્રો વિકસતા રહ્યા છે. એમના માર્ગદર્શન અને રાહબરી હેઠળ ઘણી સંસ્થાઓ, સામાજિક અને ધાર્મિક ટ્રસ્ટો પ્રગતિને પંથે પ્રયાણ કરી રહ્યા છે. એડીટર તરીકેનું તેમનું સફળ સંચાલન ખરેખર તેમના નામને યશનામી કરે છે. જૈન સમાજમાં તથા વ્યાપારી જગતમાં તેઓશ્રી એક જાણીતી વ્યક્તિ છે. સ્વ. પિતાશ્રીની પુણ્યસ્મૃતિમાં રૂા. ૨૫૦૦૦/- જેટલી વિપુલ ધનરાશિ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને આર્થિક સંકડામણ અનુભવતા વિદ્યાર્થીઓ માટે અર્પણ કરી. ઉપરાંત બાબુ પન્નાલાલ જૈન હાઈસ્કૂલ તેમજ અન્ય કેળવણીની સંસ્થાઓમાં પણ દાનથી જ્ઞાન પરબ ખેલી. તેમની અનેકવિધ સેવાઓને ધ્યાનમાં લઈ ૧૯૬૯ માં ઓગસ્ટની પંદરમી તારીખે તેમને મહારાષ્ટ્ર સરકારે જસ્ટીસ ઓફ ધી પીસ .J. P) ને માનવંતે ખિતાબ એનાયત આપીને ઘણું ધાર્મિક દ્રસ્ટનું સફળ સંચલાન કરીને તથા અન્ય સામાજિક પ્રવૃત્તિઓ કરીને સમાજના વિકાસક્ષેત્રે પણ તેમણે સુંદર ફાળો નોંધાવ્યો છે. આમ વિકાસક્ષેત્રે પણ તેમણે સુંદર ફાળો નોંધાવ્યો છે. આમ ઉમદા પ્રકૃત્તિના શિક્ષણ પ્રેમી બાહોશ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને આજીવન સેવાપરાયણ અને ઉદાર દિલના મહાનુભાવી શ્રી જયંતભાઈ શાહ ખરે જ ગુજરાતનું ગૌરવ છે. શેઠ શ્રી ખુશાલદાસ જે. મહેતા અમરગઢ હોસ્પીટલ, અમરગઢ સૌરાષ્ટ્રમાં તેઓશ્રીએ તેમના માતા પિતાશ્રીની સ્મૃતિમાં શ્રી માવજી દામજી શાહ તથા શ્રીમતી અમૃતબેન માવજી દામજી શાહના નામે રૂા. ૨૦,૦૦૦/- નું દાન આપી એક ફ્રી પથારી જૈન સમાજના સાધુ સાધ્વીજીના વૈયાવચ્ચે માટે અગર તે માનવમાત્રની સેવા માટે અર્પણ કરેલ છે. - તેઓશ્રી અત્યારે શ્રી ઓલ ઈન્ડીયા જૈન વેતામ્બર કોન્ફરન્સના મુખ્ય માનદ્ સેક્રેટરી તરીકે પિતાની સેવા અપર્ણ કરી રહ્યા છે. શ્રી જયંતિલાલ ભૂવા, અંગ્રેજીના અધ્યાપક શ્રી ભૂવા પિતાના વિષયનું ઊંડાણ પૂર્વક જ્ઞાન ધરાવે છે. સાહિત્ય ઉપરાંત ચિત્રકલાના શોખીન શ્રી ભૂવા એમના કાર્યથી એક ગુપ્ત મૂલ્યવાન અભ્યાસુ છે. પોરબંદર ગુરૂકુળ મહિલા કોલેજના અધ્યયનશીલ અધ્યાપક છે. શ્રી જગદીશ સી. જેશી એમ. એ. ૧૯૬૧ માં સરદાર પટેલ યુનિ. માંથી બી.એ. અને ૧૯૬૩ માં એમ.એ. ની પરીક્ષા સંસ્કૃત મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષય સાથે બીજા વર્ગમા પાસ કરી. સંસ્કૃત ભાષાના પ્રાધ્યાપક તરીકે કોલેજમાં અનુભવ મેળવ્યું છે. સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓ ઉપરાંત જર્મન ભાષાને પણ અભ્યાસ કરેલ છે. સંસ્કૃત, ગુજરાતી કે હિન્દીમાંથી અંગ્રેજીમાં ભાષાન્તર કરવાને અસાધારણ શોખ હોઇ પશ્ચિમ જર્મનીમાં કેલન યુનિ. માં ડે. પ્રો. કે. એલ. જનાર્દન ઉપર ખંભાતના શાંતિનાથ જૈન ભંડારનું એક ભાષણનું અંગ્રેજીમાં ભાષાન્તર કરી મેકલેલું. આ ઉપરાંત મુંબઈની જી.ટી. સંસ્કૃત કોલેજના ભૂતપૂર્વ પ્રાધ્યાપક “પડિત માર્તડ” “શુદ્ધાદ્વત ભૂષણ શ્રી લક્ષ્મીરામ ભટ્ટ શાસ્ત્રીજીના પુસ્તક “શ્રી ભારતીય-સંસ્કૃતિ દિગ્દર્શન” નું હમણુજ અંગ્રેજીમાં સમગ્ર ગ્રંથનું ભાષાન્તર કર્યું છે. અને તે થોડા વખતમાં પ્રસિદ્ધ થનાર છે. સંશોધન ક્ષેત્રમાં રસ હોઈ સંસ્કૃતના પ્રાધ્યાપકનો અનુભવ લઈ હાલ દ્વારકાની રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલેજીમાં સંશેધન કાર્ય ઉપરાંત પદ્મગુપ્ત ઉફે પરિમલ નામના ૧૦ મી સદીના સંસ્કૃત કવિના ઐતિહાસિક મહાકાવ્ય “નવ શાહ સાંક ચરિતમ” ઉપર મહાનિબંધ લખી રહ્યા છે. આ ઉપરાંત - સવંત ૨૦૨૬ માં ગોડીજી જૈન ઉપાશ્રય મુંબઇમાં તેઓશ્રીએ તેના પિતાશ્રીની સ્મૃતિમાં શ્રી માવજી દામજી શાહ સ્વાધ્યાય ખંડ અને માતુશ્રીના નામે શ્રી અમૃતબેન માવજી દામજી શાહ સાધના ખંડ નામે બે ખંડને નામકરણ વિધિથી યુક્ત કરી ગેડીજી જૈન ટ્રસ્ટને સમર્પણ કરેલ છે. તેમજ શત્રુંજય ડેમ ઉપર પિતાશ્રીની યાદગીરીમાં જૈન ઉપાશ્રય બંધાવી પિતાના ધાર્મિક વારસાને સુંદર પરિચય આપે. કેટલીએ સંસ્થાઓમાં માનનિય ઓડીટરની સેવાઓ Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy