________________
વિધાનસભા અણુ
ચાર કાગ માટેના
સોરીએ
શ્રી ખીમજી હેમરાજ છેડે
શ્રીયુત ખીમજીભાઈ કચ્છના કંઠી પ્રદેશના એક નાનકડા ગામ કુંદરોડીના રત્ન છે. તેમના પિતા હેમરાજભાઈ એક સારા ખેતીના કવૈયા હતા. જન્મથી જ ગ્રામ્ય જનતાને ભારે સંપર્ક અને તેમાંથી સેવાભાવના જાગી અને પછી તે સામાજિક અને રાજકીય પ્રશ્નોના ઉકેલમાં પડ્યા. કચ્છ ઉપરની કુદરતી આફતોમાં કચ્છની જનતાને યથાશક્તિ સેવા આપી. તેઓ મુંબઈ આવ્યા અને છેડા જવેલરી માટે અને છેડા ઓપ્ટીકલ માટે શરૂ કરી તેમાં યશસ્વી બન્યા પણ સેવાને જીવ એટલે મુંબઈ રાજ્યની વિધાનસભા માટે કચ્છના માંડવી મુંદરા વિભાગ માટેના ઉમેદવાર બન્યા અને તે માટે ભારે પ્રચાર કર્યો. ૧૯૫૨ માં બોમ્બે ગ્રેન ડીલર્સ એસોશીએશનના હોદેદારો અને કારોબારીના સભ્યો વચ્ચે મતભેદ જાગ્યો ત્યારે આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી અને તેનું સુખદ સમાધાન થયું. ખર્ચાળ લગ્ન વહેવારે માટે ભારે ઝુંબેશ ઉપાડી અને પત્રિકાઓ પ્રકાશિત કરીને જનતાને ચીમકીઓ આપી જાગૃત કરી શ્રી આત્માનંદ જૈન સભા દિલ્હીએ ૧૯૫૩ માં તેમની સેવા-ધર્મભાવના અને ગુરૂ ભક્તિથી પ્રેરાઈને સન્માન પત્ર આપ્યું. મુંબઈના હુલ્લડ સમયે જીંદગીની પરવા કર્યા વિના કેટલાયે જૈન-અજૈન કુટુંબોને બચાવી પિતાની સેવાની સરભ પ્રસરાવી. શિક્ષણ પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને કચ્છી વિસા ઓસવાળ શ્રેય સાધક સંઘના મંત્રી પદ પર રહીને કચ્છી કોમમાં શિક્ષણના પ્રચાર માટે સ્મરણીય કાર્ય કર્યું. ક્ષય રોગના દર્દીઓને માટે ૨૪ બેડઝની વ્યવસ્થાનું કામ એક પુણ્ય કાર્ય બની રહ્યું.
પંજાબ કેસરી આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજય વૃલ્લભસૂરિશ્વરજી મહારાજની પ્રતિજ્ઞા માટે શ્રાવક-શ્રાવિકા ઉત્કર્ષ ફંડમાં રૂા. પાંચ લાખ એકઠા કરવામાં જે અવિરત કાર્ય કર્યું છે તે જૈન સમાજના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે. તેઓ આઠેક વર્ષથી દેશમાં રહીને પિતાના ગામમાં વલ્લભ છાશ કેન્દ્ર ખેલ્યું છે. તેમાં જાતે કામ કરવામાં આનંદ માને છે. આસપાસના ગામે લાભ છે. તન-મન ધનથી સરભ પ્રસરાવી રહ્યા છે. એ ગુરુદેવની શતાબ્દિના મહા મહોત્સવ માટે કચ્છથી દોડી આવીને શિક્ષણ દ્રસ્ટ માટે તથા શાનદાર રીતે ઉજવાયેલ યાદગાર મહોત્સવ માટે શતાબ્દિના મંત્રી તરીકે જે અવિરત સેવા આપી છે તે પ્રેરણાત્મક છે.
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ એટલું જ નહિ લાખ રૂપિયાના દાન કરીને જેણે પિતાની પ્રતિભાને ઉજાળી છે એવા ઉદાર દાનવીર શેઠ શ્રી ખુશાલદાસભાઈ મહેતા આમ તે મુળ તળાજાના. બચપણમાં કાળી ગરીબી સામે જંગ ખેલીને થોડું ઘણું પ્રાથમિક શિક્ષણ લીધુ.
જીવિકા માટે પાણી મમરાના લાડવા કે એવી પરચુરણ ચીજવસ્તુઓની ફેરી કરીને પુરુષાર્થ દ્વારા આત્મસંતોષ અને આનંદ અનુભવતા. વૃદ્ધ માતાને પણ પરાયા કામકાજ અને દળણું દળીને જીવન પસાર કરવું પડતું. સમય જતા મુંબઈ જવાનું સદ્ભાગ્ય સાંપડ્યું. ધંધામાં ઝંપલાવ્યું અને નસીબનું પાંદડુ ફર્યું. પિતાના ભાગ્ય બળે અને દીર્ધદષ્ટિએ સંપત્તિની રેલું છે અને દોમ દોમ સાહ્યબી ઉભી થઈ લકમીની ચંચળતાને અને ધનીકતાની મદભરી છાંટને જરાપણ સ્પર્શ થયો નહિ. લક્ષ્મીના પતે ટ્રસ્ટી છે એમ માની સંપત્તિને લેકહિતના કામમાં વહેવડાવવા માંડયા. અનેક સમાજ સેવી સંસ્થાઓના ફંડફાળામાં દાનગંગા શરૂ કરી નાનામોટા પુણ્યના પોપકારી કામમાં લગાતાર લાગી ગયા. સાર્વજનિક પ્રવૃત્તિઓમાં મનમૂકીને આર્થિક સગવડતાઓ પૂરી પાડી. સાંસ્કારિક કાર્યક્રમમાં સામે ચાલી ઉત્તેજન આપ્યું. ગરીબ વિધવાઓના આંસુ લુછ્યા. આવા એમના ભાતીગળ જીવનની સૌરભથી અને અનેક સખાવતોથી ભાવનગર જિલે ધન્યતા અનુભવે છે કે આ ધરતીમાં આવા નર રત્ન ઉભા થવાથી જ આ ભૂમિની અસ્મિતા જળવાઈ રહી છે. તેમને દાન પ્રવાહ ક્યારેય અટક્યા નથી. વતન તળાજામાં મહિલા મંડળની પ્રવૃત્તિ હોય કે શ ળાની શૈક્ષણિક પ્રવૃત્તિ હોય. હંમેશા જોઇતી સવલતે પહોંચાડી છે. પુત્રના લગ્ન પ્રસંગે જીથરી હોસ્પીટલમાં ટાવર બંધાવ્યું. પિતાશ્રીના નામની ધર્મશાળા બંધાવી. ધર્મપત્ની વીમળા બહેનના નામે ૫૦ બીછાનાને એક વડે બંધાઈ ગયા છે. હોસ્પીટલમાં દદીઓ માટે વોટર કુલર્સ મૂકાવી આપ્યા છે.
માતુશ્રી ફુલકીરબાઈ જે. મહેતાના નામના ૬ એ. સી. કોટેજ બંધાવી આપ્યા. જેની ઉદ્દઘાટન વિધી તા. ૨૫-૧-૭૩ ના રોજ સુધરાઈ પ્રમુખ ઈન્દુભાઈ દવેના હાથે થઈ.
૧૯૪૮માં ૪૦ પથારીથી શરૂ થયેલ હોસ્પીટલમાં અત્યારે ૭૫૦ પથારી છે.
આજ સુધીમાં ૮૮ હજાર દર્દીઓએ લાભ લીધો છે. આજે પણ હોસ્પીટલના વહીવટ પ્રત્યે શેઠ શ્રી ખુશાલદાસભાઈ જાતી દેખરેખ રાખે છે અને હંમેશા સજાગ છે. તાજેતરમાં નેત્રયજ્ઞનું ઉદ્દઘાટન તેમના પ્રમુખસ્થાને થયું.
શેઠશ્રીની કંપનીને ૧૯૬૮માં ૫૦ વર્ષ પુરા થઈ ચા. ગોલ્ડન જયુબીલી ઉજવાઈ.
વ્યાપારમાંથી હવે ધીરે ધીરે નિવૃત્તિ લઈ રહ્યાં છે. પ્રતાપરાય તથા દીલીપકુમાર પ્રતાપરાય દવે પેઢીને વહીવટ સંભાળે છે.
શ્રી ખુશાલદાસભાઈ જ. મહેતા (મુંબઈ)
સૌરાષ્ટ્ર ગુજરાતમાં ટી.બી ના દદીઓને યોગ્ય સારવાર મળી રહે અને તમામ જાત ની સુવિધાઓ પ્રાપ્ત થાય એવા શુભ આશયથી અને દિલના ઉમળકાથી ભાવનગર જિલ્લાના સેનગઢ પાસે જીથરીમાં ટી.બી. હોસ્પીટલના પાયા નાખીને આજ સુધી સંસ્થાને જેણે ચેતન અને સ્કુતિ આપ્યા છે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org