SearchBrowseAboutContactDonate
Page Preview
Page 912
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિ સંદર્ભ ગ્રંથ ને ઓપ આપે. સ્વભાવ પણ પરગજુવૃત્તિને, દિલની અમીરાત વગેરે સંસ્કારે તેમના પુત્રપરિવારમાં પણ જોવા મળે છે. પુનિત કાર્યોમાં શ્રીમતિ કંચનબહેન અને રંભાબહેન એટલા જ ભક્તિભાવ પૂર્વક રસ લઈ રહ્યાં છે. વલસાડમાં નૂતન કેળવણી મંડળના ટ્રેઝરર તરીકે કસ્તુરબા હોસ્પીટલની મેનેજીંગ કમિટિના સભ્ય તરીકે અને અન્ય સંસ્થાઓમાં તેમની સેવાઓ જાણીતી છે. વલસાડની આંખની હોસ્પીટલ, દદીઓ માટે સેવા સદન બાંધી આપી માનવ કલ્યાણનું ઘણું મોટું કામ કર્યું છે. ગરીબ દર્દીઓને સતત મદદ કરતા રહ્યાં છે. વલસાડમાં લેડીઝ હોસ્ટેલ માટે ધર્મપત્ની કંચનબહેનને નામે ચાલીશ હજારની એસ્ટેટ અર્પણ કરી છે. નાના નાના ફંડફાળાઓને કેઈ હિસાબ જ નથી. વલસાડમાં સાર્વજનિક કેળવણી મંડળ દ્વારા ચાલતી ત્રણ હાઈસ્કૂલના ટ્રેઝરર છે. વલસાડમાં ખી. મુ. હાઈસ્કૂલ બંધાવવામાં ૫૧૦૦૦ જેવી રકમનું દાન આપ્યું છે. ઉપરાંત ત્યાં લે કેલેજ ઉભી કરવામાં લગભગ પણે લાખની દેણગી કરી છે. વલસાડ દશા શ્રીમાળી જ્ઞાતિના પ્રમુખ તરીકેને હોદો ધરાવે છે. દિલ્હીના ગુજરાતી ભવનમાં તેમનું સારૂ એવું દાન છે. વલસાડ અને વીરારની સંખ્યાબંધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તળાજામાં જ્ઞાતિ માટે પિતાશ્રીને નામે ચાર દુકાને અપર્ણ કરી છે. પાલીતાણા કેળવણી મંડળ અને ડુંગરની જ્ઞાતિ પ્રવૃ• ત્તિમાં સારૂ એવું દાન આપ્યું છે. અમુક રકમથી વધારે થાય તે વાપર્યા કરવી એ તેમણે પરિગ્રહ સેવ્ય છે. ધન્ય જીવન ! રૂ. ૨૫૦૦૦ વલસાડની મ્યુનિ. હોસ્પીટલમાં પેલેજી ડીપાર્ટમેન્ટ માટે સ્વ. શ્રી ખીમચંદ લવજીભાઈ પારેખ ધર્મ કર્મમાં જીવનના છેલ્લા શ્વાસ સુધી અટલ શ્રદ્ધા રાખનાર શ્રી ખીમચંદભાઈને જન્મ તળાજા તાલુકાના બેરડા ગામે થયે. પણ પછીથી અનુક્રમે ઠાડચ અને પાલીતાણું ધંધાર્થે આવીને વસ્યા અને વતન બનાવ્યું. પ્રાથમિક શિક્ષણ તેમણે ઠાડચમાં લીધું. આજે પણ ઠાડચ ગામ એ પારેખનું ઠાડચ તરીકે જૈન સમાજમાં ઓળખાય છે. વીસ વર્ષની ઉંમરે પાલીતાણામાં તેમનું આગમન થયું. પચાસી વર્ષે ભાવનગરમાં તેમને દેહવિલય થયે. જેમની હૈયાસુઝ અને ગણીતનું ઉંડુ તલસ્પર્શી જ્ઞાન સમૃદ્ધિ જોતાં ભલભલા અર્થશાસ્ત્રીઓ ઘડીભર સ્તબ્ધ બની નય. સામાન્ય અભ્યાસ પણ વ્યાપારની દીર્ઘદ્રષ્ટિ અને વ્યવહારમાં તેમનાં દુરંદેશીપણાથી આજે પણ જૂની પેઢીના તેમની હરોળના ઘણુ માણસે મુકત કંઠે યાદ કરે છે. | બાળક જેવા નિરાભિમાની, સાદાઈ, સ્વાવલંબન અને સેવા–ભાવનાના વિશિષ્ટ લક્ષણોએ તેમના કુટુંબની ખાનદાનીને ચડતી અને પડતી માનવ જીવન સાથે તાણાવાણાની જેમ ગુંથાયેલી છે. એની અસરમાંથી ભાગ્યે જ કોઈ માનવી બચી શકે તેમ છે. અને છતાં એની અસરમાંથી બચીને બન્ને સ્થિતિમાં એક જ રંગમાં સમાનભાવે જીવનાર માનવી કાંતે શુર હોય છે અને કાંતે પુણ્યપુરુષ પુરૂષોત્તમ દેવ હોય છે. યુવાન ખીમચંદભાઈને રૂના વેપારમાં શરૂમાં મોટી નુકશાની વેઠવી પડી. એ બનાવનો આઘાત એ એમના જીવનનું મહત્વનું પાસુ બની રહ્યું. મિત્ર ની પ્રેરણા અને પ્રોત્સાહક સહકારથી ભારતના મહત્વના સ્થળે અને જૈન તીર્થોને પ્રવાસ કર્યો તેમાંથીજ નવુ જોવા જાણવાનું-સમજવાનું મળ્યું. જીવન ઘડતરની નવી દિશા લાધી. નવાં સર્જન કરવાને ઉમળકે જાગ્યો. હૃદયમાં હામ ભીડી આગળ વધવાનો મનસુબે સેન્સે–પછી ચાલુ વ્યાપારમાં સ્થિર થયાં. તેમની એ પ્રગતિમાં તેમના બહેનોને સહકાર મુખ્યત્વે રહ્યો. ઘણાંજ ધર્મપ્રેમી, આપ્તજને તરફની અપાર લાગણી, અને પ્રેકટીકલ જીવનમાં ટકી રહેવા પિતાના સંતાનને સતતપણે માર્ગદર્શન આપ્યા કર્યું. ધર્મપરાયણશ્રી ખીમચંદભાઈ પાલીતાણાના પછાત વિસ્તારમાં વર્ષો સુધી રહીને લોકોના નાનામોટા વ્યવહારિક પ્રસંગે ઉપયેગી બન્યા છે. જીંદગીના શેષ દિવસે તેમણે ભાવનગરમાં ગાળ્યા પણ પાલીતાણા પરત્વેનું મમત્વ કાયમ રહ્યા કર્યું. પિતાના સાત બહેન અને ચાર ભાઈઓમાં શ્રી ખીમચંદભાઈ સૌથી નાના–તેમની ઈચ્છા પાલીતાણામાં કાંઈક યાદગીરી રહે તેવું કરવાની હતી. પાલીતાણા જૈન વાડીમાં પારેખ હેલ બનાવવાની જાહેરાત હમણાંજ તેમના સુપુત્ર શ્રી મનસુખભાઈ અને અન્ય કુટુંબીજનો તરફથી કરવામાં આવી જે આ કુટુંબની ઉદારતાની પ્રતીતિ કરાવે છે. આજે પણ નાનામોટા ફંડફાળાઓમાં આ કુટુંબની દેણગી ચાલુજ હોય છે. તેમના સુપુત્રો શ્રી મનસુખભાઈ તથા શ્રી કાન્તિભાઈ પણ એવાજ મોજીલા સ્વભાવના અને આતિથ્ય સત્કારની ભાવનાવાળા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy