SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ રાષ્ટ્રવાદના પ્રવાહથી અલિપ્ત રહી અને વિદેશી શાસકોના પલ્લામાં એસી રાષ્ટ્રવાદના માર્ગમાં અવરોધક બની. યુરોપિયન રાષ્ટ્રવ દ એના પ્રારંભમાં માનવતાવાદી અને ઉદારમતવાદી રહ્યો. પરંતુ આગળ જતાં એ યુદ્ધખાર અને પ્રત્યાઘાતી પણ અન્યા. ઇ.સ ૧૮ ૦ પછી રાષ્ટ્રવાદ જ્યારે એની પરાકાષ્ટાએ પડોંચ્યા ત્યારે એના મૂળ આદર્શોને ભૂલી એ શેષણખાર અને સામ્રાજ્યવાદી પણ બન્યા. લોકશાહીના ખ્યાલા યુરેપિયન રાષ્ટ્રવાદે ઘણા મેડા અપનાવ્યા. પરંતુ એશિયામાં રાષ્ટ્રવાદના પ્રારંભની સાથે જ લોકશાહી. વિચાર સરણીના સ્વીકાર થયા હતા. ઔતિહાસિક પરિસ્થિતિમાં રહેલી મિત્રતાને કારણે એશિયન રાષ્ટ્રવાદ આંતર--રાષ્ટ્રીય સહકારના માર્ગે આગળ વધી રહયા છે. તટસ્થતાની નહેરુ પ્રતિ નીતિ અને યંચશીલની ભાવનાએ એશિયન રાષ્ટ્રવાદને આજ સુધી આક્રમણખેર બનતા અટકાવ્યે છે. એશિયાની બાકિ પરંપરાઓનુ` તુલનાત્મક વિશ્લેષણ હિન્દુ, બૌધ્ધ, ઇસ્લામ તથા રોમન કેથેલિક-આ ચારે ધાર્મિક પર પરાઓ દિક્ષણ તથા દક્ષિણ પૂર્વ એશિયના એક યા એકથી વધારે સમાજેમાં બહુમતિ ધર્મ તરીકે પ્રવર્તે છે. ભારત અને નેપાળ હિન્દુ બહુમતિ ધરાવે છે. શ્રીલકા, ખમાં થાઇલેન્ડ, લાઓસ, કોડિયા તથા વિયેટનામમાં ઔધ્ધે બહુમતિમાં છે. જ્યારે પાકિસ્તાન, બંગલાદેશ, ઇન્ડોનેશિયા તથા મલેશિયા માં મુસલમાનોની બહુમતિ છે ફિલિપાઇન્સ સ્પેને ત્રણસો વર્ષાં સુધી રાજ્ય કર્યું, જેને પરિણામે ત્યાંની લગભગ ૯૩ ટકા પ્રજાએ રામન કેથેલિક ધમ અગીકાર કર્યા છે. એશિયન સાંસ્કૃતિમાં ધર્મ કેન્દ્રસ્થાને હાવાથી સમગ્ર સામાજિક જીવન પર ધર્મના પ્રભાવ સ્પષ્ટ રીતે વતી શકાય છે. પરંતુ આ ધર્માંના આચાર--વિચારમાં, સંસાર પ્રત્યે વ્હેવાની તેમની દૃષ્ટિમાં, તેમની માન્યતાના સ્વરૂપમાં, ધાર્મિ ક સહિષ્ણુતામાં તથા તેમના સધટનમાં ભારે તફાવતા રહેલા છે. આ તફાવતાને કારણે પ્રત્યેક ધર્મ તેમના દેશના સામાજિક અને રાજકીય જીવનને જુદી જુદી રીતે પ્રભાવિત કરે છે. સામાન્ય રીતે પ્રત્યેક દેશની સંસ્કૃતિ પર તે દેશના બહુમતિ ધર્માંની ઘેરી અસર રહેલી હોય છે. ધમ અને સ ંસ્કૃતિને પરસ્પરથી સ્પષ્ટ રીતે ભિન્ન પાડવા મુશ્કેલ છે, કારણકે એમની વચ્ચે રહેલું સ`શ્લેષણ અત્યંત જટિલ છે. સંસ્કૃતિનું હાર્દ ઘ ડવામાં તેને નિશ્ચિત આકાર અને ધ્યેય આપવામાં તે દેશની બહુમતિ ધાર્મિક પર પરા નિર્ણાયક ભાગ ભજવે છે. ધર્મનિર પેક્ષતાની નીતિને ગંભીરતાપૂર્વક અનુસરતા રાજ્યમાં પણ ધાર્મિક બહુમતિ ધરાવતા જૂથનું વર્ચસ્વ અને નેતૃત્વ બહુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. (૯) હિન્દુધર્મ જન્મ-મૃત્યુના ચક્રમાંથી છૂટી મેાક્ષની પ્રાપ્તિને જીવનના પરમ ધ્યેય માન્યા છે. આ ધ્યેયની પ્રાપ્તિ માટે વ્યક્તિએ પેાતાની જાતને સ'સારના અંધનેામાંથી મુક્ત કરવી Jain Education International એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ જોઈ એ વ્યક્તિની આધ્યાત્મિક ઉન્નતિ પર ભાર મૂકવા જતા હિન્દુધર્મ એના સામૂહિક અને સામાજિક જીવનની કેટલેક અંશે ઉપેક્ષા કરી છે. જો કે વર્ણાશ્રમ વ્યવસ્થા દ્વારા એણે વ્યક્તિન અને સમાજના જીનને એક ચોક્કસ ઢાંચામાં મૂકવાના પ્રયત્ન જરૂર કર્યા પરંતુ વ્યક્તિના મોક્ષના ખ્યાલ કેન્દ્રમાં હાવાથી સાંસારિક જીવનની અગત્યતા એછી આંકવામાં આવી. અથ અને કામને પુરુષાર્થા તરીકે સ્વીકારવામાં આવ્યા, પરંતુ તેની પ્રાપ્તિ ધર્મના નિયત્રણ નીચે જ કરવાની હતી. નિવૃત્તિમાગી આએ તે આમાં ભારે અતિરેક કર્યાં. અને સંસારને મિથ્યા માની સાંસારિક જીવનની સ ંપૂર્ણ ઉપેક્ષા કરી. સસાર પ્રત્યેના આ પ્રકારનો અભિગમ ધર્મનિરપેક્ષ રાજકારણ માટે ઘણા અનુરૂપ બની શકે. યુદ્ધે સંસારને દુઃખમય માન્યા અને એ દુઃખમાંથી મુક્તિ પામવાનો માર્ગ બતાવ્યેા. કર્મના બંધનમાંથી છૂટી નિર્વાણની પ્રાપ્તિને બૌદ્ધો જીવનને અ ંતિમધ્યેય માને છે. નિર્વાણના ઉદ્દેશ પણ મનુષ્યને માટે સાંસારિક જીવન ગૌણ બનાવે છે. આમ છવાં વ્યવહારમાં બૌદ્ધોએ સામાજિક જીવનનુ અગત્ય સ્વીકાર્યું' છે, અને તેથી સંસાર પ્રત્યેના તેમના અભિગમ હિન્દુએ કરતાં કંઇક જુદો પડે છે. ખ્રિસ્તીધર્મ વ્યક્તિની સાથે સાથે સમાજના ઉદ્દાર ઉપર પણ ભાર મૂકે છે; અને તેથી સાંસારિક પ્રશ્નો તદ્દન ગૌણ બની જતા નથી. પરંતુ ઇસ્લામે સંસારની વાસ્તવિકતાઓની ઉપેક્ષા કરી નથી. ઇસ્લામી સત્રસરનો પ્રારંભ મહુમદ પયંગબરના જન્મથી નહિં તેમણે જે દિવસે નાર્મિક અનુભૂતિ પ્રાપ્ત કરી તે દિવસથી પણ નહિ, પરંતુ જ્યારે એમણે અલ-મઢીનામાં ઇસ્લામી રજ્યની સ્થાપના કરી તે દિવસથી ગગુવામાં આવે છે. ઇસ્લામમાં ખલીફા ધર્મના પણ વડો હતા અને રાજ્યના પણ વડા હતા. અહીં ધ અને રાજકારણ વચ્ચેના પ્રગાઢ સંબંધનેા સ્વીકાર થયા છે. આમ આ ધર્મના સસાર પ્રત્યેના અભિગમમાં ભિન્નતા હોવાથી, દેશના રાજકારણને તેઓ જુદી જુદી રીતે અસર પહોંચાડે છે. અન્ય ધર્મો પ્રત્યેના વલણેાની ખાખતમાં પણ આ ચારેય ધર્મો વચ્ચે ભિન્નતા રહેલી છે. હિન્દુધર્મ આજ સુધી પ્રચારવાઢી(મિશનરી) રહ્યો નથી. દુનિયાને હિન્દુ બનાવવાની મહુત્વાકાંક્ષા તેણે કયારેય સેવી નથી. વળી હિન્દુઓની દૃષ્ટિએ વિવિધ ધર્મો એ ઈશ્વરને પ્રાપ્ત કરવાના જુદા જુદા માર્ગો છે.” અન્ય ધર્મા પ્રત્યેત આ ઉદારતાને કારણે હિન્દુધર્મ અત્યંત સહિષ્ણુ રહ્યો છે. હિન્દુઓની આ ધામિક સહિષ્ણુતા પશુ માન્યતાના આધાર કેવળ શ્રદ્ધા નહિ પરંતુ તક યુક્ત વિચા ધર્માનિરપેક્ષ રાજકારણ માટે સહાયક છે. બૌદ્ધ ધર્મમાં ધાર્મિક રણા છે.' બુદ્ધના સ્પષ્ટ આદેશ છે કે કોઇ પણ માન્યતાના સ્વીકાર એટલા માટે ન કરવા જોઇએ કે પરપરાએ તેને ટેકે આપ્યા છે ચા વડીલોએ તેને અનુમેદન આપ્યું છે કે પછી ખુદ બુધ્ધે તેના ઉપદેશ આપ્યા છે. તર્કની કસેાટી પર કસીને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy