SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ ધોરણે વિકસેલી બ્રાહ્મણ - શ્રમણ પરંપરા ભારતને સાંસ્કૃતિક એકતા અપે છે. આ સાંસ્કૃતિક એકતાનું રૂપાંતર રાજકીય એકતામાં કરવાના કેટલાક પ્રયાસો પણ થયા હતા. પરંતુ આવી રાજકીય એકતા પાછળ પ્રજાની વયભાવના કરતા સમ્રાટની મહત્વાકાંક્ષા વધારે જવાબદાર હતી. વળી તે દી કાળ પત ટકી શકી પણ ન હેાતી. આમ ભારતની સાંસ્કૃતિક એકતાના નિર્માણ કરવાનો ખ્યાલ તે સમયે પ્રબળ ન હૅતો. આપણે એટલું તા કબૂલ કરવું જ રહ્યું કે ભારતની રાજકીય એકતાની પાયાપર રાજકીય નિર્માણુ સભાનતા બ્રિટિશ શાસનકાળ દરમ્યાન તીવ્ર બની. રાષ્ટ્રવાદને પાષક એવી કેટલીક પર પરા ઞા ભારતમાં અને એશિયાના કેટલાક સમાજેમાં અસ્તિત્વ ધરાવતી હતી, પરંતુ એ સુષુપ્ત પરપરાઓને સક્રિય અને ચેતનવંતી બનાવવામાં વિદેશી શાસને મહત્વના ફાળે આપ્યા છે. યુરોપના અને દક્ષિણ એશિયાના રાષ્ટ્રવાદ વચ્ચે રહેલી સમાનતાઓ અને ભિન્નતાઓની નોંધ લેવી જરૂરી છે. (૮) રેનેસાં, રેફમેશન અને એનલાઇટનમેન્ટ દ્વારા યુરોપમાં જે બૌદ્ધિક ક્રાંતિએ આવી તેણે તર્કવાદી વલણાને પ્રોત્સાહન આપ્યું. આથી ચનું પ્રભુત્ત્વ નબળુ પડયું. મધ્યકાલીન સામતશાહી રાજ્ય વ્યવસ્થાને સ્થાને પ્રમાણમાં સ્થિર અને શક્તિશાળી રાજ્યા અસ્તિત્વમાં આવ્યા. રોમન કેથોલિક ચર્ચના બંધનમાંથી મુક્તિ મેળવવા માટે યુરોપના દેશોમાં ચળવળો શરૂ થઇા આમ યુરોપમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ ધાર્મિક પરંપરા સાથેના સંઘમાંથી થયા. એશિયન સમાળેમાં પરિસ્થિતિ ઘણી ભિન્ન હતી. એશિયન પ્રજાના ધર્મ તેના વિદેશી રાજ્ય કર્તાઓના ધથી ભિન્ન હેાવાને કારણે રાષ્ટ્રવાદના વિકાસમાં એણે એક પ્રાત્સાહક પરિબળ તરીકે ભાગ ભજવ્યેા. જો કે યુરોપમાં પણ કેટલાક કિસ્સાઓમાં ધર્મ રાષ્ટ્રવાદને પોષક રહ્યો છે. રશિયન વસ્વ સામે પેાલાંડમાં થયેલી ચળવળમાં રામન કેથેલિક ધમે પ્રેરણાત્મક ભાગ ભજવ્યેા હતે. એવી જ રીતે ટકી ના ઈસ્લામી આધિપત્ય સામેની લડતમાં બાલ્કન રાજ્યાએ ખ્રિસ્તી ધર્મભાવનાના સહારો લીધા હતા. પરંતુ એકદરે યુરેપિયન રાષ્ટ્રવાદ વધારે તર્કવાદી અને ધર્મનિરપેક્ષ રહ્યો છે, જ્યારે રાષ્ટ્રવાદ તેની સામાજિક-સાંસ્કૃતિક ભૂમિકા અનુસાર ધર્મ અને રાજનીતિના સ શ્ર્લેષણમાંથી પાતાની જાતને મુક્ત કરી શકયા નથી. યુરોપની જેમ દક્ષિણ તથા દક્ષિણુ પૂર્વ એશિયામાં પણ રાષ્ટ્રવાદના ખ્યાલો પ્રારભમાં વિદ્વાના પૂરતા જ મર્યાદિત હતા. આમ જનતામાં એનેા ફેલાવો બહુ મોડેથી થયેા. ફ્રાંસની રાજ્ય ક્રાંતિએ તથા નેપેાલિયનના યુધ્ધોએ રાષ્ટ્રવાદની વિચાર સરણીને યુરોપમાં સાકાર બનાવી. પડોશી દશા સાથેના યુધ્ધામાંથી કે પછી પેાતાના જ દેશની બહુમતિ યા લઘુમતિ સાથેના સંઘ માંથી યુરોપિયન રાષ્ટ્રવાદે જન્મ લીધો. યુરો પિયન રાષ્ટ્રવાદના વિકાસ વિદ્યાપક રાષ્ટ્રભાવનાના આધાર Jain Education Intemational ૬૮૯ પર થયો છે જ્યારે એશિયામાં વિદેશી શાસકોને હુડાવવાની નિષેધાત્મક ભાવના પર રાષ્ટ્રવાદના મડાગુ થયા. વિધાયક દેશ પ્રેમ એશિયન રાષ્ટ્રવાદની આધાર શીલા હતી. એવા દાવા ભાગ્યે જ કરી શકાય. જો કે વિદેશીઓ પ્રત્યેનો તિરસ્કાર પશ્ચિમ એશિયામાં જેટલેા તીવ્ર છે તેટલા દક્ષિણ તથા દક્ષિણ પૂર્વ એશિયામાં નથી બર્મા અને ઈન્ડોનેશીયામાં એનુ પ્રમાણુ કંઇક વિશેષ છે. પરંતુ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા મલેશિયા તથા ફિલિપાઇન્સમાં એનુ પ્રમાણ ઘણું અલ્પ છે. આવેા તિરસ્કાર આમજનતાની અપેક્ષાએ બુદ્ધિશાળી વર્ગોમાં વધારે હતા. વિદેશી શાસકોએ આમજનતાને જે શાંતિ અને સુરક્ષા બક્ષી તથા તેમને દેશી રાજ્યકર્તાઓના શેષણમાંથી મુકત કરી તેથી તેમને ઘણી કદર હતી. યુરોપમાં નવા મધ્યમ વર્ગના ઉદયની સાથે રાષ્ટ્રવાદના પ્રા`ભાવ સકળાયેલા છે. એશિયામાં પણ મધ્યમવર્ગ" રાષ્ટ્રવાદને પુરસ્કર્તા હેાવા છતાં કહેવુ જોઇએ કે જેમને ઉપલા સ્તરમાં મૂકી શકાય એવી વ્યકિતએએ રાષ્ટ્રવાદી ચળવળનુ નેતૃત્વ લીધુ છે, જ્યાં સુધી રાષ્ટ્રવાદી આંદોલનનું નેતૃત્વ પાશ્ચાત્ય કેળવણી પામેલા લોકોના હાથમાં રહ્યું ત્યાં સુધી એશિયન રાષ્ટ્રવાદેના યુરોપિયન લેખાશ ધારણ કર્યાં પરંતુ જ્યારથી રાષ્ટ્રવાદના પ્રવાહુમાં નીચલા મધ્યમ વર્ગના લોક પણ જોડાવા માંડયા ત્યારથી તેના સ્વરૂપ અને વસ્તુમાં એ ક્રમશ: વધુ ને વધુ એશિયન બનતો ગયા. યુરોપમાં ફરજીયાત શિક્ષણની પ્રથાં હોવાથી રાષ્ટ્રવાદે ગતિશીલતા પ્રાપ્ત કરી ફેલાઈ કારણ કે રાષ્ટ્રવાદના ખ્યાલેા છેક નીચેના સ્તર સુધી શકયા. પરંતુ એશિયામાં નિરક્ષરતાનું પ્રમાણુ વધુ હાવાથી આમ જનતાનુ' બૌદ્ધિક સ્તર ઘણું નીચું રહ્યું. આથી નેતાએ અને પ્રજા વચ્ચે મેાટી ખાઇ રહી અને પરિણામે એશિયન રાષ્ટ્રવાદ યુરોપિયન રાષ્ટ્રવાદના જેટલી ગતિશીલતા પ્રાપ્ત કરી શકયા નહિં. યુરોપમાં રાષ્ટ્રવાદની લડત દરમ્યાન લઘુમતિઓએ બહુમતિને પૂરતા સાથ આપ્યા છે. પરંતુ યુરેયિયન રાષ્ટ્રવાદે જે સામાજિક એકતા સિદ્ધ કરી બતાવી તે એશિયામાં અશકય ની. જ્ઞાતિ, ધર્મ અને પ્રજાતિના ભેદો એટલા તીવ્ર હતા કે એ ભેદને મિટાવી એશિયના સામાજિક એકતા પ્રાપ્ત કરી શકયા નહિ. બહુમતિ અને લઘુમતિ વચ્ચેના ભેદે બહુમુખી હતા. ભાષા, ધર્મ, પ્રજાતિ, આર્થિક સ્તર સંસ્કૃતિક સ્તર વ. દરેક બાબતમાં તેઓ પરસ્પરથી જૂદા પડતા હતા. દક્ષિણ પૂર્વ એશિયામાં ભારતીય અને ચાઇનીઝ લઘુમતિએ કઠિન સમસ્યાએ ઉભી કરે છે. માયામાં મલય અને ચાઇ નીઝ વચ્ચેના સઘને કારણે સ્વતંત્રતાના પ્રશ્ન ઠેલાયા કર્યાં ભારતમાં પણ હિન્દુ મુસ્લિમ સમસ્યાએ સ્વાધીનતાના આ મનમાં અવરોધ પેદા કર્યાં ભાગલા પાડી રાજ્ય કરવા વિદેશી શાસકોની નીતિને કારણે લઘુમતિ કામે મહદ્ અ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy