SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ સ્મૃતિ સંદભ ગ્રંથ દુનિયાભરને નચાવી, અકળાવી રહ્યા છે. પણ ખનીજ તેલની જગ્યાએ નવું બળતણ શેધાશે ત્યારે આ રાષ્ટ્રોની સ્થિતિ મા મને કેડીમાંથી કાઢ” જેવી થઈ પડે તો નવાઈ જેવું નહિ લાગે ! (૮) એશિયાઈ સમાજ જીવનમાં વર્ગ વિગ્રહનું પ્રમાણ પણ વિસ્તરી રહ્યું છે. ખેતમજૂરોને ઔદ્યોગિક કામદારોનાં સગડુને અને અર્ધ લશ્કરી સંસ્થાઓ, વ્યારાવાદી પ્રવૃત્તિઓ, આ બધી પણ નિરાકરણ માગતી સમસ્યાઓ છે. (૯) ઝડપી વિકાસ અને વધી રહેલી સુવિધાઓને કારણે ગ્રામ પ્રદેશ છિન્ન-વિચ્છિન્ન થઈ રહ્યાં છે અને શહેરી કરણનું પ્રમાણ અકળાવી મૂકે તેવી રીતે વધતું જાય છે. (૧૦) શહેરીકરણને વળી તેની પોતાની સમસ્યાઓ છે. મનુષ્યનું યંત્રવત્ જીવન, કુટુંબસુખને અભાવ, માતૃપિતૃ વાત્સલ્યથી બાળકનું વંચિત રહેવું, ગંદા વસવાટો, પશુતુલ્ય એકધાયું ભારવાહી જીવન વગેરે સાથે લૂંટફાટ, ચેરી, બળાત્કાર, ખૂન વગેરેના કારણે મનુષ્ય માનવ બનવાને બદલે દાનવતાની સમીપ જાય છે. આવી દસ મુખ્ય સમસ્યાઓ તો તુરત જ નજરે ચડે તેવી છે. આથી પણ વધારે ચીવટથી અભ્યાસ કરવા જઈએ તે આજના મૂંઝવતા પ્રશ્નો તે વધુ મળવાનો સંભવ છે. ઘડીભર નિરાશ થઈ જવાય તેવા આ રાક્ષસી પ્રશ્નો છે. આમાંના રાજકીય પ્રશ્નો તે સમગ્ર એશિયાની પ્રજા જાગ્રત થાય અને એકતાની નજરે જુએ ત્યારે ઉકલે તેવા છે પણ ભિન્નભિન્ન રાજકીય વિચારસરણીઓ આમ થવા દે તેવો તે સંભવ જ કયાં છે? આર્થિક અને સામાજિક મુશ્કેલીઓ પણ સહિયારા પ્રયત્નોથી જ ઉકલે તેમ છે. અસ્મિતાના ભા–રમાં શ્રી પ્રવીણ શેઠે આ પ્રશ્નો પર સુચારુ ચિંતન કરી તેના સમાધાનની દિશાઓ પણ બતાવી છે એટલે અમે તે વિગતેમાં ઊતરતા ની. પણ આપણે આ બધાના નીડ રૂપે એટલું જરૂર કહી શકીએ કે એશિયન પ્રજા જ્યારે વર્ગ,કમ, ન્યાત, જાતિ, ધર્મ કે એના વાડાઓનાં બંધનોથી ઉપર ઊઠી વિચારવાનું શરૂ કરશે ત્યારે ચપટી વગાડતાં આ બધા પ્રભૂત બાટલીમાં પૂરાઈ જશે એમાં શંકા નથી. એશિયાના રાષ્ટ્રો અત્યાર સુધી અત્યંત વિકસિત રાન્ટેની સાથે પિતાને વ્યાપાર ચલાવતાં હતાં. એશિયાનાં રાષ્ટ્રોએ જ્યારે જોયું કે વિકાસ પામી ચુકેલા દેશે વિકસિત થઈ રહેલા દેશો સાથે જેટલું વ્યાપાર કરે છે તેના કરતાં વિકસિત રાષ્ટ્રો સાથે વધારે પ્રમાણમાં વ્યાપાર કરે છે. અને પરિણામે અપ વિકસિત દેશોને લાભ થવાને બદલે આ રાષ્ટ્રો એવાને એવાં જ રહ્યાં અને સમૃદ્ધ રાષ્ટ્રો વધારે સમૃદ્ધ થયાં. પરિણામે એશિયાના દેશો પણ ચંકી ગયા અને એશિ. યન સમાન બજારની એક ભૂમિકા ૧૯૬૦ નાં માર્ચમાં ઊભી થઈ. ઇકાફે નામની એક સંસ્થા શરૂઆતમાં ચાર રાષ્ટ્રોને જ આવરી લેતી હતી. પરંતુ પાછળથી અન્ય એશિયન દેશે કેમન માકેટનાં રૂપમાં તેમાં જોડાવા માટે વિચાર કરતા હતા પરંતુ આ યાજના આગળ વધે તે પહેલાં ઉપમહાદ્વિપમાં બાંગ્લા દેશની ઘટનાઓને કારણે પરિસ્થિતિ મુખ્ય બની અને આગળ કશું થઈ શકયું નહીં, આ બધા પછી વળી શાંતિના ગાળામાં આ યોજના આગળ વધશે તેવી આશા બંધાણી ત્યાં વળી પાછી ઇરાક અને ઇરાન વચ્ચે છેલ્લા થોડા દિવસમાં જે ઘટનાઓ બની રહી છે તેનાં કારણે આ આર્થિક વ્યાપાર ઉદ્યોગની યોજના પાછી ઝેળે પડશે તેવુ લાગે છે. એશિયાનાં મૂંઝવતા પ્રશ્નો અને કેટલીક સમસ્યાઓમાં આપણે જોઈ ગયા કે તેના મોટા ભાગનાં રાષ્ટ્રોમાં શિક્ષણની પણ એજ સમસ્યા છે. ચીન અને જાપાન જેવા કેટલાક દેશને બાદ કરતાં નિરક્ષરતાનું પ્રમાણ મોટું છે. પરિણામે વર્તમાન પત્ર અને પુસ્તકોનું વાચન પણ આ દેશમાં ઘણું અ૯પ છે. એશિયાનાં જુદા જુદા રાષ્ટ્રોમાં વર્તમાનપત્રો વાંચનારાઓની સંખ્યાની ટકાવારીની તુલના અન્યત્ર કરવામાં આવી છે. આમ છતાં એશિયાના જે દેશોમાં શિક્ષણને વિકાસ થઈ રહ્યો છે ત્યાં કેટલાંક સમૃધ્ધ પુસ્તકાલયો પણ આવેલાં છે. આ ગ્રંથાલયો શિક્ષણ અને સંસ્કારનાં જગતને વેગ આપવાનું અને મનુષ્ય જ્ઞાનના સીમાડાને વધારે વિશાળ બનાવવાનું કામ કરી રહ્યા છે. ભારતમાંજ અગિયારસેથી વધુ ગ્રંથાલયે છે જેમાંના બે રાષ્ટ્રીય ગ્રંથાલયે કલકતા અને દિલ્હી શહેરમાં છે આ ઉપરાંત લખનૌન નરેન્દ્રદેવ પુસ્તકાલય, મદ્રાસનું થીફીકલ સોસાયટીનું અડીયાર ગ્રંથાલય, વડોદરાની સેન્ટ્રલ લાઈબ્રેરી, ગુજરાત વિદ્યાપીઠનું અમદાવાદનું સમૃધ્ધ ગ્રંથાલય, મુંબઈનું જમશેદજી પેટીટ ગ્રંથાલય અને ભાવનગરને બાર્ટન અને આત્માનંદ સભાના ગ્રંથાલયો ઉલ્લેખનીય છે. આ ઉપરાંત જાપાનમાં ત્રણ અતિસમૃધ્ધ ગ્રંથાલયે, ઇજિપ્તમાં કેર યુનિવર્સિટીનું ગ્રંથાલય પણ વિવનાં સમૃધ્ધ ગ્રંથાલયમાં સ્થાન ધરાવે તેવા છે. એશિયા ખંડનું જયારે એક સમગ્રલક્ષી અધ્યયન કરી એ છીએ ત્યારે એશિયા ખંડનાં નરરત્ન આપણું ધ્યાન પર અવશ્ય આવવા જોઈએ. આવા કેટલાક નર રત્નને આપણે સંક્ષેપમાં ઉલેખ કરીએ. એશિયાના રાષ્ટ્રો પર વિજ્ઞાન, ટેકનોલેજી, વ્યાપાર ઉદ્યોગનાં ક્ષેત્રોમાં પશ્ચિમી રાષ્ટ્રોને અને રશિયા-ચીન પ્રભાવ વ્યાપક છે. તે એશિયા આફ્રિકાના રાષ્ટ્રોની મુક્તિ ચળવળ અને સંસ્થાનવાદ સામેની તે પ્રજાની લડાઇઓમાં રશિયન અને ચીની ક્રાંતિઓએ અને તેમની વિચારસરણીઓએ પણ મોટો ભાગ ભજવ્યો છે એ વાતની પણ નોંધ લેવી જ પડશે. Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy