SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ શિન્તો ધર્મ – - સૂર્યોદયના દેશ જાપાનમાં ઈસ્વીસન પૂર્વની લગભગ છડી કે સાતમી સદીમાં આ ધર્મ પાળવામાં આવતો હતો અને ત્યાર બાદ સેંકડે વર્ષો સુધી જાપાની પ્રજાના આચાર વિચાર પર આ પ્રાચીન ધર્મને પ્રભાવ રહ્યો. આ ઘર્મના બે ગ્રંથ સમાદરણીય છે કે જીકી અને નિહાન પરમાત્માને આ ધર્મ કમી નામથી ઓળખે છે. આ ધર્મના ઉપરોક્ત બને ગ્રંથે આપણા પુરાણ સાહિત્ય જેવા છે તેમાં દેવતાઓની તેની અને જાપાનમાં સૂર્યવંશમાં થઇ ગએલા રાજવીઓની કથાઓ છે. આ ધર્મ પણ સદાચારી જીવન વિષે વારંવાર ભાર આપે છે. શિસ્તે ધર્મના પરમાત્માનું સ્વરૂપ ભારતના વેદત્તર કાલીન સાહિત્યમાં વર્ણવેલા દેવતાવિશેષ જેવું છે આ પ્રમાણે એશિયા ખંડમાં પ્રચલિત અને આ પવિત્ર ભૂમિમાં જ જેનું પ્રભવસ્થાન છે તેવા ધર્મોનું સિંહાલેકન કરતાં આપણને સ્પષ્ટ જણાશે કે આ બધાજ ધર્મોમાં સદાચાર નૈતિકતા અને ઊંડી ઈઝર શ્રધ્ધા સાથે વિશિષ્ટ ચિંતનની સમૃધ્ધિ પણ તેના સાહિત્યમાં ભરેલી છે. વિશ્વસંસ્કૃતિઓ નું પારણું હિંચળનાર એશિયન સંસ્કૃતિ એશિયાની ભૂમિ જેમ ધર્મ, અધ્યાત્મ અને દર્શન ની ભૂમિ રહી છે. તેમ વિશ્વમાં પ્રાચીન સંસ્કૃતિઓનાં પારણાં એશિયાખંડે હિંચળ્યા છે. સંસ્કૃતિ શબ્દનો વિશાળ અર્થ છે. સત્યતા એટલે માત્ર આચાર–ઊઠવા, બેસવા, ખાવા પીવા, હળવા મળવાની અને અભિવાદનની રીતભાતને સભ્યતા કહેવામાં આવે છે. સભ્યતા તે માત્ર સંસ્કૃતિનું એક તદ્દન નાનું અંગ છે. સંસ્કૃતિ હોય ત્યાં ઊંચી જાતની સભ્યતા આવશ્ય હશે પણ જયાં સભ્યતા હોય છે. ત્યાં અવશ્ય સંસ્કૃતિ હશે જ એવું કહી ન શકાય ઘણીવાર બાહ્ય શિષ્ટતા ધરાવતા સમાજના અધઃ પતનની માત્રા પણ સૌથી મહત્તમ હોય છે સંસ્કૃતિમાં આચાર વિચાર, પરિવેશ, દર્શન, કલા-શિ૯૫, સ્થાપત્ય, નૃત્ય, ચિત્ર વગેરેને માત્ર શંભુ મેળે જ છે એવું પણ નથી. પણ સંસ્કૃતિ એટલે પ્રજાનું સર્વાગીણુ જીવન દર્શન છે. સંસ્કૃતિ માત્ર સિદ્ધિઓને સરવાળે જ નથી પણ માનવ ચેતનાને વ્યાપક વિરતાર છે. તે અભ્યદય અને નિઃશ્રેયસ અને માર્ગોને અજવાળતો મહાન દિપક છે. વિશ્વની મોટા ભાગની બધી જ સંસ્કૃતિની ભૂતિ વિરાટ નદીઓના તટ પ્રદેશ છે. એશિયામાં ઉદ્દભવેલી અને વિકસિત થયેલ સંસ્કૃતિઓનો આપણે આગળ ઉલેખ કરી ગયા છીએ. આ સ્થળે તો માત્ર એશિયા ખંડની કેટલીક સંસ્કૃતિઓની માત્ર ઉલ્લેખનીય વિશિષ્ટતાઓ જ આપણે દર્શાવીશું. નિજન જોવા મળે છે. રાજમાર્ગો, શેરીઓ, મકાને સ્પષ્ટ પણ આયોજન સાથે વિશાળ સ્નાનાગારો ધ્યાન ખેંચે છે. ત્યાંથી ઘણી બધી મુદ્રાઓ અને રમકડાઓ પણ મળી આવ્યાં છે. ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા પણ અદભૂત સરસ છે. સર જનમાર્શલ અને રાખાલદાસ બેનરજીએ આ સંસ્કૃતિને સૌ પ્રથમ જગતને પરિચય આપે. અહીં માટીકામ અને સુતરાઉ કાપડ, ચિત્રલીપી, શિવલિંગો અને પશુપતિની મુદ્રાઓ આ સંસ્કૃતિને જગત ભરની ઉન્નત સંસ્કૃતિઓમાં સ્થાન આપવા પૂરતી સાબિતીઓ છે. આ સંસ્કૃતિનો નાશ શા કારણે થયે તે કહી શકાય એમ નથી. ભારતની બીજી સંસ્કૃતિ તે વેદકાળની વૈદિક સંસ્કૃતિ અથવા આર્ય સંસ્કૃતિ. ભારતમાં આવેલ આર્ય ઋષિઓ સપ્ત સિંધુના ભૂમિ પ્રદેશમાં આવી વસ્યા તેમની સંસ્કૃતિ, ગ્રામીણ સરળ સંસ્કૃતિ હતી. સાદુ તપશ્ચર્યરત છતાં વીરતા ભર્યું તેમનું જીવન હતું. - વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ શ્વેદમાંના કેટલાંક સૂકતો તે આ સપ્તસિંધુના પ્રદેશમાં આવીને વસ્યા તે પૂર્વેના છે. વૈદિક સૂક્તમાં અગ્નિ વરૂણ ઈંદ્ર વગેરે દેવોનાં સ્તુતિ ગીતે ઉપરાંત કેટલાંક સંવાદ સૂતો જૂગારીને પતા અને ઉત્તમ કાવ્યનાં અંશે ધરાવતાં ઉષા સૂક્ત પણ છે. યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ ચાર સંહિતાઓ ઉપરાંત કેટલાક બ્રાહ્મણ ગ્રંથ અને આરણ્યક ઉપનિષદોમાં યજ્ઞયાગની પ્રક્રિયાઓ. તત્ત્વચિંતન વગેરે છે. આર્ય પ્રજા સંઘર્ષમય જીવનમાં બહુ જ બહાદુરી પૂર્વક પસાર થઈ. આર્ય સંસ્કૃતિમાં વર્ણાશ્રમ ધર્મની વ્યવસ્થાને લીધે સામાજિક સંગઠન અને સુગ્રથિતતા હતી. વળી ક્ષાત્રતેજ અને બ્રાહ્મતેજ બન્નેનો તેમાં સુભગ સમન્વય કરવામાં આવ્યો હતો. રામાયણ અને મહાભારત પણ આ સંસ્કૃતિની સિદ્ધિઓ અને મર્યાદાઓ સવિસ્તર દર્શાવે છે. નાઈલ નદીના કિનારે ઈજીપ્તની સંસ્કૃતિને સિંધુખીણની સંરકૃતિ પ્રાપ્ત ન હતી ત્યાં સુધી માનવ સંસ્કૃતિનું ઉગમસ્થાન કહીને ઓળખવામાં આવી હતી. વિલ–ડુરાંટ નામના વિદ્વાને તો ઇજિપ્તની આ સંસ્કૃતિનો પ્રભાવ દરેક રાષ્ટ્ર અને દરેક પ્રજા પર અંકિત ગણેલ છે. નાઈલની સંસ્કૃતિના આવશ્યક લક્ષણોમાં પંચાંગ, ઘથિાળી મૂળાક્ષરોની ચિત્રલીપી અને શાહી તેમજ કાગળનાં ઉપગે પણ વિચારોને મુગ્ધ કર્યા છે વળી સ્થાપત્યની પરાકાષ્ટા રૂપે ત્યાંના પીરામીડે, સિંહની અર્ધ આકૃતિવાળી ફિકસની આકૃતિ આજે પણ યાત્રાળુઓને મુગ્ધ કરે છે. સિંધુ ખીણની સંસ્કૃતિ :– ઘણી મેડી શોધાયેલી પણ વિન્ની અતિ પ્રાચીન સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ નગરસંસ્કૃતિ છે. તેમાં વ્યવસ્થિત રીતે નગર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy