SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ હિન્દી એશિયાની એક સમુધ્ધ ભાષા શ્રી જયેન્દ્ર ત્રિવેદી આપવી હાય કે અદાલતમાં કોઈ અગત્યના ચુકાદા આપવાના હોય, આકાશવાણી પરથી સમાચારો પ્રસારિત કરવા હાય કે દુશ્મન દેશને વિધ -યાદી સુપ્રત કરવી હાય તત્વચર્ચા કરવી હાય કે કવિતા લખવી હાય, ડગલે ને પગલે મનુષ્ય ભાષાના ઉપયાગ કરે છે. કૂણી લાગણીઓનું પ્રદર્શન કરવા પણ એ વાણીની સહાયતા લે છે તે મનની મેલી મુરાદો પણ એ ભાષા દ્વારા વ્યક્ત કરતા હોય છે. ટૂંકમાં કોઈપણુ મનુષ્ય—સમાજની આશા-નિરાશા; સુખ-દુઃખ, રહેણી શકે... કરણી, રીતરિવાજ, મોજશેાખ; આચાર વિચારને સમજવા માટે ભાષા જેવું ઉત્તમ સાધન બીજું નથી. જનસ`ખ્યાની દૃષ્ટિએ ચીની પછી એશિયામાં તરતજ હિન્દીનુ' નામ લેવું પડે. મહાન ભારતીય પિરવારની તે પ્રમુખ ભાષા છે. પેાતાના રોજીંદા વ્યવહાર માટે કરોડો લોકો તેના પળે પળ ઉપયાગ કરે છે, બીજા કરાડો લેાકા તેને સહેલાઇથી અપનાવી શકે તેટલી તે તેમની માતૃભાષાની નજીકની છે. ભારત બહારના દેશે! માટે તે ભારતને સમજવાન ભારતના લોકોને સમજવા ની પ્રમુખ ચાવી છે. હિન્દીના માધ્યમ દ્વારા આ દેશની સંસ્કૃતિ; સભ્યતા, સમાજ વ્યવસ્થા, જીવન પધ્ધતિને પરિચય સંસારના ઘણા ખરા દેશે પ્રાપ્ત કરી તે પરિસ્થિતિ બહુ દૂર નથી. કોઇ પણ રાષ્ટ્રની આશા, આકાંક્ષા મહેતા મર્યાદા તેની ભાષાના દર્પણુંમાં સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થતી હૈાંઇ છે. ગઇકાલે ધર્મોનું .તે વાહન બની હતી. આજે વિજ્ઞાનનું તે વાહન બની રહી છે. કોઈપણ પ્રજાના હૃદય અને મસ્તિષ્ક ની ભૂખ તે દેશની ભાષાનું સાહિત્ય જ તૃપ્ત કરી શકે છે. કબીર સૂર, તુલસી, જાયસી, મરા જેવા ભકત કવિએની વાણી હિન્દીભાષી તેમજ અહિન્દી ભાષી કરોડો લોકોને આજ પણ શાંતિ આપી રહી છે ચદ બરદાઈ વિદ્યાપતિ બિહુારી, ધનાનદ જેવા કવિએ સાહિત્ય પ્રેમી લેાકાને આજ પણ રસતરબળ કરી રહ્યા છે. મૈથિલી શરણ ગુપ્ત અને પ્રેમચંદના સાહિત્યે ભારતીય સંસ્કૃતિના અતીત તેમજ વમાનને સુપેરે ચિત્રિત કરેલ છે. હુારા સમ કલમે આજે પ્રતિદિન સારું વધારે સારું અને એથી વધારે સારું સાહિત્ય સર્જી રહી છે. આજે હિન્દી ગુલામ દેશના માયકાંગલા લાકોની મામુલી ભાષા નથી. તે એક સ્વતંત્ર મહાન દેશની વિરાટ જનતાની રાષ્ટ્રભાષા બની છે. આજે રાષ્ટ્રની શિક્ષણ – સંસ્થાએ જ નહિં વિદેશોની વિદ્યાપીઠોમાં પણ હિન્દીના અભ્યાસ વિધિવત્ થઇ રહ્યો છે. લંડન ન્યૂયા, માસ્ક, ટોકિયેા પેરિસ અને એવા તમામ પ્રમુખ નગરાના વિશ્વ વિદ્યાલયેા માં હિન્દી ભણુનારા વિદ્યાથી એની સખ્યા વધી રહે છે. એશિયાના રાષ્ટ્રો તેા વિશેષ કાળજી પૂર્વક આ ભાષાનું અધ્યયન કરાવે છે. કારણ તેની દ્વારા જ ભારતના આત્માના પરિચય તેમને મળી રહેવાના છે. ભાષા માનવ સમાજની અભિવ્યક્તિનું પ્રમળ સાધન છે. વાણી વિહીન મનુષ્ય જીવનની કલ્પના કરવી જ મુશ્કેલ છે. શાકભાજીની ખરીદી કરવી હેાય કે છાપામાં જાહેર ખબર આપવી હોય, કેન્સર અંગે કરેલાં શ ંશાધને વિષે માહિતી Jain Education International કદાચ હિન્દી જ જગતની એવી ભાષા છે જેની ઉન્નતિમાં ડગલે ને પગલે વિરોધ અને અને વિરોધ આવ્યા જ કર્યાં હેાય તેને જનમતાં વેંત મારી નાખવાના પ્રયાસ થયા હતા. પણ જનતાની ભાષા કદી મરતી હેાતી નથી. જ્યાં સુધી તે પેાતાના માધ્યમથી કરોડો લેાકેાના ભાવ અને વિચારને વ્યક્ત કરવાની ક્ષમતા ધરાવે છે ત્યાં સુધી તેની ઉપેક્ષા કરવી કે તેની પ્રગતિમાં રુકાવટ કરવી સહેલી નથી. કોઈ પણ ભાષાની જીવન શક્તિના કૂપા એ ભાષા ખેલનારી પ્રજામાં ચિત્તમાં રહેલા હાય છે. ત્યાંથી અમૃતધારા જ્યાં સુધી વહેતી હોય ત્યાં સુધી એનુ જીવન સુરક્ષિત જ છે. હિન્દીના વિજયનું રહસ્ય આજ છે. રાજ રાજ સેકડો પ્લેટફોર્મ પરથી તે આલાય છે, કુડીબ'ધ વિદ્યાપીઠો અને અખબારે; રેડિયા, સિનેમા અને હવે ટેલીવિઝન પણ હિન્દી' દ્વારા પેાતાને અભિવ્યક્ત કરી રહ્યા છે. ચાર ચાર દાયકાઓથી લાખા પ્રચારકો એક પણ પૈસા લીધા સિવાય કોઇ ભાષાના પ્રચાર પાછળ નિયમિત રુપે પોતાને અમુક સમય આપતાં હોય તેવા બનાવ હજુ એશિયામાં બનવા માકી છે. માત્ર લલિત સાહિત્યથી આજે કઇ પણ પ્રજાનું કામકાજ ચાલે નિહુ જ્ઞાન—વિજ્ઞાનની શાખા—પ્રશાખાઓને પ્રગટ કરતુ પુષ્કળ સાહિત્ય મહાન ભાષા પાસે હેવુ જોઇએ અને વધતુ રહેવું જોઇએ. આ દિશામાં હિન્દીમાં આજે જેટલું કામ થઇ રહ્યું છે. તેટલું જ કઇપણ ભારતીય ભાષામાં નથી થઈ રહ્યું. ભૌતિક વિજ્ઞાને અને સામાજિક વિજ્ઞાન, દાકતરી અને ઇજનેરી વિક્ષાના બધા ક્ષેત્રામાં જે કાંઇ સ’સારમાં બની રહ્યુ છે તેના પડઘા હિન્દી ભાષામાં આજે પડી રહ્યો છે. સંદલ ગ્રન્થાની સંખ્યા વધી રહી છે. શબ્દકોશોની વિપુ લતા ધ્યાન ખેંચે તેવી છે. વિશ્વકોશ પ્રગટ થઈ ચુકયા છે. સાહિત્યકેશ ધણા કપ્રિય બન્યા છે. સંશોધન ગ્રન્થા મોટી સંખ્યામાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy