SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ રની મર્યાદા પારખી લેવાને સમય આવી લાગ્યા છે. ભગવાનની ઇચ્છા હતી કે ઇંગ્લેન્ડ ભારતને કબજો લે. પરંતુ તેણે જે ચમત્કારપૂર્ણ સરળતાથી અહીં વિજય પ્રાપ્ત કર્યા એનાથી જગત અાઈ ગયું અને એ વિજયને યશ અંગ્રેજ પ્રજાની પ્રતિભા અને ચારિત્ર્યને મળ્યું. અને આ કલ્પનાને ટકાવી રાખવા તથા તેને પ્રેાત્સાહન આપવામાં ઈંગ્લેન્ડે કચાશ રાખી નહિ અને સેા કરતાં વધારે વર્ષ સુધી તેણે એના ઉપર ચરી ખાધું ઇંગ્લેન્ડે વિચારમૂર્છાની કોઇ અનપેક્ષિત ક્ષણે ભારત ઉપર વિજય મેળવ્યેા, એ ઉક્તિમાં ઘણું સત્ય રહેલુ છે. આ ઉક્તિને ખરા અર્થ એ થાય છે કે તેણે ખરેખર વિજય મેળવ્યે જ નથી. જ નથી. વ્યુ કરવામાં આવી રહ્યું છે અને કેવી રીતે એ થઈ રહ્યું છે એની પ્રતીતિ થાય એ પહેલાં તે જાણે કે ભારત એના હાથેામા ધરી દેવામાં આવ્યું હતું. એ ઘટના માટે આવશ્યક સંજોગા તૈયાર કરી દેવાયા હતા, તેનાં પથ સરળ બનાવી દેવાયા હતા અને જરૂરી શસ્રો તેના હાથમાં મૂકી દેવાયા હતા. તેને માટે કામ કરનારાઓની બુધ્ધિપ્રતિભા અલ્પ`ટિની હતી, અને જીજ અપવાદોને બાદ કરતાં તેમણે યુરોપના ઇતિહાસમાં નામના કાઢી નથી, જ્યાં એમની ઉણુ પરિપૂર્તિ કરનાર વિશેષ અનુગ્રાહને અભાવ હતો. ભારતની ગુલામીનું કારણ વિજેતા પ્રજાની ચડિયાતી પ્રતિભા કે તેના નેતાઓનુ` સામર્થ્ય છે અથવા ભારતની પ્રજાની આંતરિક નિČળતા છે એમ કહી શકાતું નથી. આમ આજે તો એ કેવળ એક ચમત્કાર દેખાય છે. એના અથ એ થયા કે અહીં' એક એવે પ્રંસગ જોવા મળે છે. જ્યાં પેાતાનાથી ચડિયાતી ન હેાય એવી પ્રજાને એક વિશેષ મિશન સોંપવામાં આવ્યુ હાય અને એ મિશનની સફળતા માટે તથા એના ઉપર દેખરેખ રાખવા માટે પણ વિધાતાને આદેશ અપાઇ ગયે હાય. એક વાર એ મિશન પૂરું થતાં તેના કાર્યની પડખે ઊભેલે અને પેાતાના હાથ ઇશારે વિરોધ અને મુશ્કેલીઓને હટાવતો દેવન હવે પેાતાનું કાયસલી લે છે અને તેને રક્ષણ મળતું અટકી જાય છે સુધી ભારતના ભાગ્ય માટે એની જરૂર છે ત્યાં સુધી જ એ રહી શકશે, ત્યારબાદ એક દિવસ માટે પણ તેનાથી વધારે રહી શકાશે નહિ. કારણ કે તે પેાતાના બળ દ્વારા અહીં આવ્યું ન હેાતુ અને પેાતાના બળ દ્વારા એ અહીં ટકી શકશે પણ નહિ. ભારતના પુનઃજીવનના પ્રારંભ થઇ ચૂકયા છે, તે ચાહશે તે એ પ્રજાની સહાયથી, અન્યથા એની સહાય વિના અને જો તે વિરોધ કરશે તે એનેા સામના કરીને પણ ભારત પેાતાનુ` કા` સિધ્ધ કરશે. ૧૨૪ 56 અન્ય પ્રજાએ અહીં` ઘુસી આવી ત્યારે તેની શાંતિના ભંગ થયે. તેને એવા સંઘષ અને ક્ષેાભમાંથી પસાર થવાનું થયું જે દરમિયાન પોતાના જ છૂટાછવાયાં વિચારકણામાં ઉદ્ભવેલી સંસ્કૃતિએ તેમની જ એ મહિમાવંત માતૃસંસ્કૃતિ ઉપર તેમના પ્રભાવ લાદવા માટે કટિબદ્ધ બની હતી. ભારતને તે બહારથી આવતી આ સંસ્કૃતિએના રૂપો ભુતકાળમાં પાતે જ એક બાજુએ મૂકી દીધા હતા અને પાછળથી અન્યત્ર તેમનું વિસ્તરણ થયુ હતુ એવા પાતના પુરાતન પ્રયાગનું સંસ્મરણ કરાવતાં હતા તેણે આ વિચારશેાને અપનાવી લીધા એમના ઉપર નવીન પ્રકાશમાં પુનઃચિ ંતન કર્યું અને ફરીથી તેમણે પોતાની અંદર સમાવી લીધા. આ રીતે તેણે ગ્રીક, શકે, અને મુસલમાનો સાથે વ્યવહાર કર્યાં અને એજ રીતે તે પાતાની તરફ જ પાછાં વળતાં પેાતાનાં જ સંત નાના સમુદાયા સાથે, ખ્રિસ્તિ અને બૌદ્ધધર્મ સાથે, યુરેાષિય વિજ્ઞાન અને ભૌતિવાદ સાથે તેમજ ધર્મ, વિજ્ઞાન અને દર્શનના આ પુરાતન આદિ સ્રોત સાથે પુનઃ સંપર્ક સ્થાપિત કરીને વિકસવા મથતાં નવીન વિચાર સાથે પણ વ્યવહાર કરશે. જે નવીન સામગ્રીને તેણે હવે આત્મસાત કરવાની છે તેનું પ્રમાણુ ઇતિહાસમાં અપૂર્વ છે, પરંતુ તેને માટે તે એ બાળકોનેાપાની ખેલ છે. તેની સગ્રાહી બુદ્ધિપારગામી અ ંતઃપ્રજ્ઞા અને અજેય મૌલિકતા પરિસ્થિતિને પહેાંચી વળવાનું સામર્થ્ય ધરાવે છે. બહારથી આવી પડતાં અવાજો તરફ જ તે કાન ધરી રહ્યું હતું એવી નિષ્ક્રિયતાને કાળ ભારત માટે હવે પૂરા થવા આવ્યે છે. હવે તે બહારના પ્રભાવેાને ગ્રહણ કરીને તેમનું પુનથન કરવામાં કેટલાક સુધારાવધારા કરવામાં જ સતેષ નહિ માને. જાપાનની પ્રતિભા અનુકરણશીલ છે; એણે જેનું અનુકરણ કર્યું છે એનું સસ્કરણ અને સવર્ધન પણ એ કરે છે. જ્યારે ભારતની પ્રતિભા તેની મૌલિકતામાં રહેલી છે. બહારની પ્રજાના પ્રદાનને તે પેાતાની અપરિમિત સ શક્તિ માટેની કેવળ એક સામગ્રી તરીકે જ સ્વીકાર કરશે. આવાં એક પ્રાકૃત દ્રવ્યને ભારતમાં લઇ આવવું એ ઇંગ્લેન્ડનું મિશન હતું પરંતુ પેાતાની ભૌતિક ક્ષેત્રની સળતાથી તે ઉદ્ધત બની અને ભારતના શિક્ષક’ બની રહેવાના ભાર પેાતાના શિરે લીધે અને ભારતની પ્રજાની તેણે પાતે જેને કેળવવાનાં છે એવા બાળક તરીકે અથવા પેાતાના દેશના અમીરા માટે મજૂરી કરનારાં ગુલામેા તરીકે ગણના રી. આ ફારસ ખેલાઇ ચૂકયું છે. અને ભારતમાં ઇંગ્લેન્ડનુ મિશન પણ પૂરું થયુ છે. આ સ્થિતિમાં તેને મળેલા અવસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy