SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ એશિયાનું કર્તવ્ય ભારતની પ્રતિભા કેવળ કર્મમાં રાચનારી નથી, પરંતુ કર્મીમાં સિધ્ધ થતા વિચાર અને અભીપ્સા ઉપર તે એકાગ્ર બને છે, અહીં શરીર આંતરિક આદેશને અધીન થાય તે પૂર્વે આત્મા એની પૂર્વિચારણા કરે છે. હિન્દુ જીવન અંતર્મુખ હાય છે અને બાહ્ય જીવનનો હેતુ આત્માની ગતિવિધિને પ્રગટ કરવાના હોય છે, તેની ચિ’રસ્થાયી એજસ્થિતાનું રહસ્ય તેના વિચાર અને કર્મો વચ્ચેના આ ઘનીષ્ટ સબધમાં રહેલુ છે. અન્ય રાષ્ટ્રોની જેમ એનુ બાહ્યજીવન પણ વિકાસ પામે છે અને છેવટે તેના વિનાશ થાય છે. એની મહાનતાના સમયગાળાએ આવે છે અને વિનિપાતના પણ, પરંતુ અન્ય રાષ્ટ્રોને તેમના જીવનની ચાક્કસ મર્યાદાઓ છે. જ્યારે ભારત તેનાથી મુક્ત છે, જ્યારે જ્યારે મૃત્યુ તેના કેઇ એક અંશના ભાગ લે છે ત્યારે હિન્દુજાતિ અમરત્વના મૂળ સ્રોતને આશ્રય લે છે અને આત્માના ઝરણામાં ડુબકી મારી નવા અવતાર ધારણ કરે છે. રાષ્ટ્રીય જીવનનું આ અમૃત કેવળ ભારતે જ શેાધી કાઢ્યું છે. તેણે આ અમરત્વને, જીવનના આ મહાન રહસ્યને જગત એને ઝીલવાનું સામર્થ્ય મેળવે ત્યાં સુધી હજાર વષૅ માટે સાચવી રાખ્યુ છે. હવે તે આ રહસ્યના વિનાશ અને મૃત્યુને આરે આવી ઊભેલા અન્ય રાષ્ટ્રાને મેધ કરે તેવા સમય આવી લાગ્યા છે. યુરોપના લોકોએ ભૌતિક જીવનને એની અંતિમ અવધિ સુધી વિકસાવ્યુ છે, શારીરિક જીવનના વિજ્ઞાનને એણે પૂર્ણતાએ પહાંચાડયું છે, પરંતુ તે એવા રાગથી ગ્રસ્ત થયું છે જેને ઇલાજ કરવા માટે તેનુ... વિજ્ઞાન અસમથ છે. ઇંગ્લેડે પેાતાની વ્યવહાર કુશળ બુદ્ધિ દ્વારા, ફ્રાંસે પેાતાના સુપષ્ટ અને તર્કનિષ્ઠ દીમાગ દ્વારા, જનીએ પેાતાની ચિંતનશીલ પ્રતિભા દ્વારા, રશિયાએ એની ભાવનાત્મકતાના મળ દ્વારા અને અમેરિકાએ પેાતા ની વ્યાપારિક કુનેહ દ્વારા માનવિવેકાસ માટે જે કાંઇ શકય છે તે કર્યુ છે. પરંતુ આ પ્રત્યેક રાષ્ટ્ર પેાતાની વિશિષ્ટ શક્તિને છેવાટે આવી પહેાંચ્યું છે. હવે કાંઇક એવું તત્ત્વ ખૂટી રહ્યુ છે જેની યુરેપ પૂર્તિ કરી શકે એમ નથી. આ તમક્કે એશિયા જાગૃત થયું છે કારણે જગતને એની જાગૃતિની જરૂર હતી. એશિયા જગતની માનસિક શાંતિનું રક્ષક છે અને જગત એના ચરણે બેસીને કેવળ તે જ આપી શકે એવા રહસ્યાના મેધ મેળવી શકે એ હેતુથી સમય સમયે તે પેાતાની આત્મનિમજ્જતાની, આત્મનિર્ભરતાતે અને આત્મવ્યસ્તતાની અવસ્થામાંથી ઉપર ઊઠી થોડોક સમય જગતનું શાસન કરે એ માટે આયેાજિત થયુ' છે, યુરોપનાં એચેન આત્માં આજે ભૌતિક જીવન સંબંધી વિજ્ઞાનનાં વિકાસમાં નવપ્રસ્થાન કર્યુ છે. એણે રાજકારણને Jain Education Intemational શ્રી અરવિંદ સુનિય ંત્રિત કર્યું છે અને સમાજનુ પુન સગઠન કર્યું" છે. તથા કાયદાકાનુનાને નવા ઘાટ પણ આપ્યા છે. તેમજ વિજ્ઞાનને એના સાચાં સ્વરૂપમાં સિદ્ધ કર્યુ છે. તે વેળાએ એશિયાના શાંત, ચિંતનશીલ અને આત્મલીન આત્મા જે પ્રકાશને પૃથ્વી ઉપર ફેલાવવા માટે કેવળ તે પેાતે જ સમથ છે એના દ્વારા યુરોપની એ શેાધેને પેાતાના હાથમાં લઇને તેના અતિરેક અને તેનીવિકૃતિને સુધારવાનું કાર્ય કરે છે. જ્યારે ગ્રીસ અને રામની આજસ્વિતા એસરી ગઇ ત્યારે તેમણે અધૂરાં મૂકેલાં કામને ઉપાડી લેવા માટે પુરાતન જગતના સમન્વયને પુનર્જીવિત કરવા માટે અને જ્ઞાનસાધના અંગેની એશિયાની ગહન મનેવૃત્તિના સંસ્પર્શ આપવા માટે આરા પેાતાના રણપ્રદેશ છેડીને ત્યાં ગયા. એશિયાની વિશિષ્ટતા પ્રવૃત્તિના પ્રારંભ કરવામાં રહેલી છે, યુરેપ અને પૂર્ણતાએ પહેોંચાડવાને યત્ન કરે છે. યુરોપનું બળ વિગતાના વિકસમાં રહેલુ છે; એશિ યાનું, સમન્વયના પ્રયાસમાં, યુરોપે જીવન તથા વિચારની અંતર્ગત વિગતાને પૂર્ણ`તાએ પહાંચાડી છે, પરંતુ તેમને પૂ સામ્રાજ્યમાં સુગ્રથિત કરવાને તે શક્તિમાન નથી, પરિણામે તે બૌદ્ધિક અનવસ્થાની સ્થિતિએ પહોંચે છે તથા જીવનનાં તથ્યાનું માનસ્વભાવની મર્યાદાઓનુ અને અસ્તિત્વના પરમ સત્યનું ખંડન કરાતાં વ્યાવહારિક અતરિકામાં અટવાય છે. આથી યુરોપને જ્યારે ગતિરોધ થાય છે, તે પેાતાના મિથ્યા સંઘષ ભર્યાં ફળહીન પ્રયાગામાં તથા પેાતાની ભૂલાના પરિણામામાંથી ઉગરવાના અથહીન પ્રયાસેામાં ખાવાઇ જાય છે, ત્યારે માનવ ઉત્ક્રાંતિનું કામ ઉપાડી લેવું એ એશિયાનુ કન્ય બની રહે છે. જગતનાં ઇતિહાસમાં હુવે એ માટેના સમય આવી પહેાંચ્યા છે. પ્રાચીન સમયમાં ભારત એ એક ચિંતનશીલતાને અને શાંતિને જગતથી કાંઇક અલગતા ધરાવતા એક પ્રકારના આશ્રમ જ હતા. પેાતાની વિશિષ્ઠિ ભૌગોલિક પરિસ્થિતિ દ્વારા બાકીના જગતથી અલગ રહીને તેણે પેાતાની સમસ્યાઓના ઉકેલ આણ્યે. અને જગતના અવાજ જેમાં પ્રવેશ પામી ન શકે એવા જાણે કે શાંત આશ્રમમાં એણે જીવનનાં રહસ્યનુ ચિંતન કર્યું. એના વિચારા એશિયામાં પ્રચારિત થયા અને એમણે અનેક સંસ્કૃતિએનું નિર્માણ કર્યું. તેના સંતાનો અન્ય પ્રજા માટે જ્યાધિર બન્યા. તેની અસીમ પ્રજ્ઞાનાં છૂટાંછવાયાં ટુકડાએમાંથી વિવિધ દશ નાની રચના થઇ. એની બૌદ્ધિક કૃતિ એના ઉચ્છિષ્ટમાંથી વિજ્ઞાના પ્રાદુર્ભાવ પામ્યા. જ્યારે ભારતના ભૌગોલિક સીમાડાએમાં તીરાડો પડી અને હિમાલયને બારણેથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy