SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1023
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૮ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસિમતા ભાગ-૨ તેઓ ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એશ્યન એન્ડ વેસ્ટર્ન પેસીફીક કેકટર્સ એસેસીએશનના પ્રમુખ પદે પણ મહ-. ત્વની કામગીરી સંભાળી રહ્યા છે. શ્રી શાહની નાગાવી પ્રતિભાનું એક બીજું સુંદર પાસું તેમની શૈક્ષણિક પ્રવૃત્તિ એને લગતું છે. તેઓ જંબુસરની જનતા કેળવણી મંડળના આદ્ય ચેરમેન છે. તેમની વિદ્યા પ્રિયતા અને શિક્ષણ પ્રત્યેની નિષ્ઠાને કારણે આ મંડળ બે કલેજે અને એક હાઈસ્કૂલ ચલાવી આગેકૂચ કરી રહ્યું છે. વિદેશ ખાતેની તેમની સેવાઓ હજુ ચાલુ જ છે. ૧૯૭૦ ના નવેમ્બરમાં દક્ષિણ અમેરિકાના આજેન્ટિનાના ન્યુનેસ આઈરિસ શહેરમાં મળેલી બાંધકામને લગતી આઠમી આંતરરાષ્ટ્રીય પરિષદ કેંગ્રેસની બેઠકમાં તેઓ ડેલીગેશન લઈને ગયા હતા. તે ઉપરાંત ૧૯૭૧ના જુલાઈમાં લંડન ખાતે મળેલી ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ યુપીયન કોન્ટેકટર્સ ઓફ બીડીંગ એન્ડ પબ્લીક વર્કસની પરિષદમાં પણ તેમની નેતાગીરી નીચેનું એક ડેલીગેશન સફળ કામગીરી કરી આવ્યું. કડું પરબ વિશ્રાંતિગૃહ અને ચબુતરાનું તેમણે કરાવેલું સુંદર બાંધકામ પ્રવાસીઓનું ખાસ ધ્યાન ખેંચે છે. ધાર્મિક વ્યાખ્યાને અને સંગીતમાં વિશેષ રસ ધરાવે છે. સ્વ. શેઠ શ્રી હરિલાલ નરોત્તમદાસ સંઘવી મહુવાના વતની અને વર્ષોથી મુંબઈમાં વસવાટ કરનાર સ્વ. શેઠ શ્રી હરિલાલભાઈએ રૂપિયા સાઈઠ હજાર જેવી માતબર રકમ અને ઉદાર સખાવત મહુવામાં આંખની હેસ્પીટલ બંધાવવા માટે આજથી પાંચવર્ષ પહેલાં કરેલી. તેમનાં પત્ની શ્રીમતી રેવાબાઈ હરિલાલ સંઘવીને આંખમાં થયેલી તકલીફ અને તેને પરિણામે વેઠવી પડેલી મુશ્કેલીઓને લઈને પ્રભુ બે પૈસા આપે તે પિતાના વતન (મહુવા)માં આંખને માટે એક હોસ્પીટલ કરવી એવી તેમની પ્રબળ ઇચ્છા હતી. આ ઈચ્છાને સાકાર કરવાનું કામ મહા મ્યુનિસિપાલીટીએ શરૂ કરી દીધું છે. આજના જમાનામાં નેત્રયજ્ઞ, ચક્ષુદાન વગેરે માનવ કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે તેમાં આ હોસ્પીટલ એક અનુકરણીય દષ્ટાંત પૂરું પાડશે તેમાં જરાપણ શંકા નથી. શેઠશ્રીના જેષ્ઠપુત્ર શ્રી ધીરૂભાઈએ પિતાના સ્વર્ગસ્થ નાનાભાઈ શ્રી કિશનદાસના કાયમી સ્મરણાર્થે એક કિસન ક્રિડાંગણ બનાવવા માટે રૂા. પંદર હજારની રકમ ભેટ આપી છે. જેનું કાર્ય મહુવા નગરપાલિકાના સહકારથી આગળ વધી રહ્યું છે. આજ પાટીએ ૧૯૫૪ માં શ્રી રાજરાજેશ્વરનું મંદિર મહુવામાં નવેસરથી બંધાવી મહારૂદ્ર યજ્ઞ કર્યો હતો. સામુદ્રી માતાના મંદિરમાં શિલાલેખ બનાવવાને તમામ ખર્ચ તેમણે આપ્યો હતો. શ્રી હર્ષવદનભાઈ જે. શાહ શ્રી શાહે તેમનું પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવેલ જંબુસર ગામમાં લીધું હતું. ઉચ્ચ શિક્ષણ સુરત અને નાસિકમાં લઈ છેલ્લે મુંબઈ યુનિવર્સિટીની કાયદા શાસ્ત્રની ઉપાધી સરકારી લે કેલેજમાં અભ્યાસ કરી મેળવી. અભ્યાસ પૂરો કરીને તુરત જ શ્રી શાહે નાના પાયા પર બીલ્ડીંગ કોન્ટેકટને વ્યવસાય ઉપાડી લીધો. તેમણે સ્થાપેલી “શાહ કન્સ્ટ્રકશન કપની” તેમની ઊંડી સૂઝ વ્યવહાર-કુશળતા અને કાર્યદક્ષતાને કારણે વ્યવસ્થિત રીતે ફાલી કુલી. પરિણામે આજ દેશમાં “શાહ કન્સ્ટ્રકશન કંપની” એક આગળ પડતી બાંધકામની પેઢી ગણાય છે જેના ડીરેકટર પદે શ્રી શાહ એજ ઉત્સાહથી કામ કરી રહ્યા છે. તેમના બાંધકામક્ષેત્રના બહોળા અનુભવ સાથે વિદેશગમનનું પાસુ પણ સુસંવાદી રીતે સંકળાયેલું છે. દેશમાં અને વિદેશમાં ઘણાં સ્થળોએ ઘૂમીને તેમના અનુભવને વિકસાવ્યો છે. તેમની આ બધી સિદ્ધિઓને કારણે તેઓ ઓસ્ટ્રેલીયન ઈન્સ્ટીટ્યુટનાં ફેલે તરીકે ચુંટાયેલા એક અને પ્રથમ ભારતીય છે તે દેશ માટે એક ગૌરવપૂર્ણ હકીકત છે. એટલું જ નહીં પણ હાલમાં સ્વ. પૂજ્ય ઉનડબાપુ દાદાબાપુ-પાળિયાદ બોટાદ પાસે પાળિયાદમાં પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં ધર્મ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું વર્ષોથી સફળ સંચાલન કરનાર પૂજ્ય ઉનડબાપુને હમણાંજ તા. ૧૯/૨/૭૩ના રોજ સ્વર્ગવાસ થયો. અનંત સુમધુર સ્મરણો તથા પ્રેરણાઓ જનસમાજને માટે મૂકતા ગયાં. - તેમણે સનાતન ધર્મના ધર્મગુરૂ તરીકે ગુજરાત અને ભારતના જૂદા જૂદા ભાગોમાં અસંખ્ય સેવકને પ્રભુશ્રી રામના ચીધેલા માર્ગે પ્રેર્યા છે. દારૂ માંસાહાર અને જુગારની બદીમાંથી મુક્ત કરાવી સન્માર્ગે વાળ્યા છે. તેઓ આજે અદીઠ બનવા છતાં અનેકના જીવન પંથમાં પ્રચંડ જીવનબળ બની રહ્યાં છે. અને બની રહેશે. તરફના તેમના અત્યંત માયાયુ પ્રેમાળ, ઉદાર હસમુખા પરોપકારી અને ધાર્મિક સ્વભાવની સર્વત્ર સુવાસ ફેલાયેલી છે. તેમણે ખંત અને લાગણીથી ધાર્મિક શિક્ષણ સાથે વ્યવહારિક સૂઝ અંગેનું જ્ઞાન તેમના સુપુત્ર શ્રી અમરાભાઈને આપ્યું. સદવિચાર એ પવિત્ર ધાર્મિક વારસો’ શ્રી અમરાબાપુએ જીવનમાં ઉતારી પ્રેમાળ પિતાએ ચીંધેલા માર્ગે આગળ ધપી રહ્યાં છે. પૂજ્ય ઉનડ બાપુની જીવન જ્યોત પરમાત્માની મહાતમાં જ્યારે વિલિન થઈ ત્યારે અસંખ્ય સેવકે અને ભાવિકોએ તેમને શ્રદ્ધાંજલી અપી હતી. શ્રી છેલભાઈ ઓઝા જન્મ ૧૦-૯-૧૯૧૭ના રોજ ભાવનગરમાં આસ્તિકતા ને ગમે તેવી મુસીબતમાં ઈશ્વર પર અવિચળ શ્રદ્ધા સાથે નિષ્ઠાપૂર્વ કામ કરવાની વૃત્તિ, શાળાજીવન દરમ્યાન વ્યાયામ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy