SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતનાં પ્રણાલીગત મૂલ્યો અને અને શિક્ષણ વર્તમાન અને ભાવિના પડકાર અને પડે. શિક્ષણ એ સમાજમાં વિકાસની પ્રક્રિયાનું સૌથી સાગ પરિબળ છે; અને માટેજ, યારે પરિસ્થિતિ પલટાતી હાય ત્યારે શિક્ષણ જ એક એવું પરિબળ છે, કે જેણે પુનઃમૂલ્યાંકન પુનઃસંગઠનની સમસ્યા પ્રત્યે સૌ પ્રથમ જાગૃતિ દાખવવી આઝાદીના સમયથી આપણી શિક્ષણપ્રણાલીમાં જુદે જુદે પરિવર્તન થઈ રહયું છે તેમ છતાં એના પ્રત્યે અસતાષ ચાલુ જ રહ્યો છે, અને એની મૂલવણી આગળ ધપાવવાની શકયતાઓ વિચારાઈ રહી છે. સ્તરે આ બાબતમાં આપન્ને આપણી જાતને પુનઃ એકવાર પ્રશ્ન પૂછીએ કે શિક્ષણ એ ખરેખર શું છે ? યુરોપની નવજાગૃતિનાં મૂલ્યા પર રચાયેલી આધુનિક યુરોપમાંથી ઈંગ્લેન્ડ દ્વારા જે શિક્ષણ પદ્ધતિ અહીં વિકસી છે, તેમાં તે ભારતનાં પ્રણાલીગત મૂલ્યેય અને શિક્ષણ વચ્ચે સુમેળ સાધવેા ખૂબ મુશ્કેલ બની જાય. એમ શાથી, એવા પ્રશ્ન જરૂર પૂછી શકાય. ફ્રાન્સિસ બેંકને જ્ઞાન તથા જીવનના આ આદર્યાં અને હેતુએ આધુનિક યુરેપને આપ્યા હતા. એ મૂલ્યે આજે ફ્કત યુરાપમાં જ નહિ, સમગ્ર વિશ્વમાં પ્રભુત્વ ધરાવે છે. સભ્યતા અને સંસ્કૃતિની એક સંપૂર્ણ સ્થિતિ આ સાધનામાંથી જન્મી છે અને તેને આપણે બુદ્ધિવાદ અને સ્વાતંત્ર્યવાદ એમ બે ઉચ્ચ કક્ષાની લાક્ષણિકતાઓ વડે એળખાવી શકીએ. ચિંતન કરવું, વિચાર। પ્રાપ્ત અને તેનુ પ્રસારણ કરવું એ આપણા જીવનની ઉર્ધ્વ તમ અભી– પ્સા અને ધારા બની રહ્યા છે. કરવા મનુષ્ય વિશેના યુરેપીય ખ્યાલે આધુનિક યુરોપ, માનવ એટલે શરીર વત્તા મન, એમએક સ્વયંસિદ્ધ હકીકત તરીકે સ્વીકારી લે છે. જ્ઞાનના મૂળભૂત ઉદ્દેશ, પ્રકૃતિની ધટનાએ! સમજવી તે છે; અને જ્ઞાનપ્રાપ્તિ માટે મુખ્ય સાધન બુદ્ધિ છે તથા જ્ઞાનના સશૈાધનની મુખ્ય પદ્ધતિ વિશ્લેષણની છે. આને પરિણામે બૌદ્દિક વિસ્તરણ, વાંચન, ચિંતન, ચર્ચાવિચા-પોતે રણા અને તેના દ્વારા જ્ઞાન અને શકિતની પ્રાપ્તિ તથા જીવનની સફળતા અને એવાં બીજાં જીવનનાં મૂલ્યે વધુ મહત્વનાં બન્યાં છે. સંસ્કૃતિ અને શિક્ષણના ક્ષેત્રમાં, તાજેતરના સમયમાં એવુ ઘણું બન્યું છે કે જેમાં ખાસ કરીને બુદ્ધિવાદની મર્યાદાએ સ્વી– કારાઈ છે, અને તેમને દૂર કરવાના પ્રયત્ના થયા છે. પૂર્ણ માનવના શિક્ષણુ ઉપર ભાર, કલાવિષયક શિક્ષણ, રમતગમત, ચારિત્ર્યલાતર અને એવી ખીજી બધી પ્રવૃત્તિએ તરફ લક્ષ અપાય છે. આ બધા શ્રી ઇસેન ઉપરાંત, અખંડ વ્યકિતત્વના આદર્શ આપણને મનુષ્ય અંગેની તથા તેના શિક્ષણ અને સંસ્કાર અ'ગેની બૌદ્ધિક વિભાવનાથી ઘણા આગળ લઈ જાય છે. Jain Education International આ બધા પ્રયત્ના ધણા રસમય છે; અને તેમ છતાં જીણવટભરી જીવનના તપાસ કરીએ તેા આપણને માલમ પડશે કે આપણા ખરેખરા આધાર હજી પણ મુદ્દિગત રહ્યો છે. ઈચ્છાશકિત અને લાગણી નહિ, પણ વિચારો આપણા માટે ખરેખરી વાસ્તવિકતા તરીકે જીવંત રહ્યા છે અને વલણાને વિસ્તારવા કરતાં વિચારીને વિસ્તારવા એ આપણું લક્ષ્ય રહ્યું છે. એક ંદરે આપશે બૌદ્ધિક વાસ્તવિકતાના અત્યારના માળખામાં કેટલાંક વધારાનાં સત્યેા ઉમે– રવાના પ્રયત્ન કરી રહ્યા છીએ; પરંતુ જ્યાં સુધી પાયાના ખ્યાલા માનવીને ઈચ્છા તરીકે નહિ, પણ મન અને વિચાર તરીકે સ્વીકારે છે ત્યાં સુધી ચારિત્ર્યધડતર અને વ્યકિતઘડતર તે। જીવન અને શિક્ષણના આયાજનમાં પ્રાથમિક પાયારૂપ નહિ પણ કેવળ વધારાને એજ બની રહે. આ બધા માનસિક પાસાં માટે એકસૂત્રતા અને કય લાવતા આત્માના સવાલ તે હજીપણું એક જુદી જ બાબત છે. પ્રણાલીગત ભારતીય સંસ્કૃતિમાં માણસને કેવી રીતે વિચાર થયા છે તે હવે આપણે જોઇએ. ભારતીય વિચારા, વૈશ્વિક દષ્ટિબિંદુની અઢળક વિવધતા રજૂ કરે છે કે જે જ દાદર ધણી ભિન્નતા ધરાવે છે. તેમ છતાં રસમય બાબત એ છે કે માનવ વિશેના ખ્યાલ અંગે તેમનાં દૃષ્ટિબિંદુમાં ઘણી સમાનતા છે. મનુષ્યનુ સારતત્વ એ એને આત્મા છે, એ છે જીવન અને વિચારની અનેકવિધ પ્રવૃત્તિ પાછળ રહેલું એક સ્વયંભૂ એકમ. મન એ ચેતનાનું એક રૂપ છે જે અનિવાયૅ પન્ને હિંમુખ બનેલુ છે, અને તેને ઉદ્દેશ સ ંજોગોના વિકાસ અને તેમનું સ ંગઠન સાધવાના સાધનરૂપ બનવાંને છે. સરીર પણ એવી જ રીતે એક સાધનરૂપ છે. અને જ્ઞાનનુ લક્ષ્ય દશ્ય જગત તથા પરમ સત્તાની બનેલી સંપૂર્ણ વાસ્તવિકતા છે જેને વિષે ખૂબ ભારપૂર્વક કહી શકાય કે જ્યાંસુધી એ સમગ્ર વાસ્તવિકતાને આપશે પૂર્ણ પણે સમજીષ્મે નહીં ત્યાંસુધી સાપેક્ષ સત્ય પણ્ પામી શકીશું નહીં. એટલે અહીંજ આધુનિક યુરોપીય વિભાવના કરતાં માનવ વિશેના ખ્યાલ સ્પષ્ટપણે જુદા પડે છે. અહીં આત્મા એ કેન્દ્રિય હકીકત છે અને શિક્ષણ તથા સંસ્કૃતિ એના પાયા ઉપર જ ધડાયેલાં છે. જે મૂલ્યા ઉપર ભાર મૂકાયા છે તે છે. સ્વયંભૂ પરમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy