SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ : ૯ Tી :મા./.'lliptillfhat's wh: 1, 1 | નિ વે દ ન | સ્મૃતિ સંદર્ભગ્રંથ અસ્મિતાને પિછાણીએ .....મૂલવીએ.....બિરદાવીએ ! સવ શા ? તત્વ કયા ? મહાવ જે સ્વત્વના, ભાખતી અસ્મિતા', ભારતતણુ! (ભારતીય અસ્મિતા) સાહિત્યરસિક ને સંસકારપ્રિય શ્રી નંદલાલ દેવલુક સંપાદિત “અસ્મિતા”ની જાણે વણઝાર ચાલી સૌરાષ્ટ્ર-ગુજરાત અને ભારતીય અસ્મિતા એમ એક પછી એક સંદર્ભગ્રંથે પ્રગટ થતા જ રહ્યાં જેને શિક્ષણ સાહિત્ય અને પુરાતત્વના સંશોધકોએ અને વિશાળ વાંચક વર્ગો સુંદર સહકાર અને અને આવકાર આપે એ પ્રોત્સાહક લાગણુથી પ્રેરાઈને જ ભાઈશ્રી દેવલુકે આપણી પ્રગતિ અને પ્રતિભા પર પ્રકાશ પ્રેરતો પરિચય આ ધરતીને ચરણે ધર્યો. માત્ર વ્યક્તિએજ નહીં, સમષ્ટિએ. આગેવાનોએજ નહીં સમુહ..સંસ્થાઓ અને સારાએ સમાજે આ પ્રકારની પ્રવૃત્તિમાં લેખન, સંચાવન અને સંપાદનમાં જે વાંસો થાબડ્યો છે તેથી પ્રોત્સાહીત બની | પિતાનું સંપાદન વણથંભી પ્રેરણા અને તમન્નાથી કરતાજ રહ્યાં અસ્મિતાના આ સ્મૃતિસંદર્ભગ્રંથમાં એવું તે શું સત્વ અને તત્વ ભર્યું પડયું છે કે આટલા બધા ઉત્સાહ અને આનંદથી સૌ કોઇએ તેને ઉમળકાભર્યો આવકાર આપ્યો? ( જ મંચના પાને પાને નજર નાખતા વિચારતા જાઓ તેમ તેમ શિક્ષણ સાહિત્ય અને સંસ્કારની જાણે સરવાણી વહી રહી હોય એમ લાગે ! એના ઉંડા અભ્યાસકને એમાંથી ઇતિહાસ, ભૂગોળ, પુરાતત્વ, અને સંશોધનનું પુષ્કળ ભાયુ લાધે. ખાસ કરીને ધર્મ અને સંસ્કૃતિ, સંસ્કાર ને કેળવણી જાતિ અને પ્રવૃતિ, સંશોધન ને ચિતન, જ્ઞાન ને વિજ્ઞાનના અનેકવિધ પાસાં એવી વિશિષ્ટ રીતે સંગ્રહાયા-સંકળાયા છે કે પ્રત્યેક વિષય માટે જુદા જુદા ગ્રંથને સંદર્ભોને શોધવા, મેળવવા ને વાંચવાની માથાકુટ ને મહેનતમાંથી બચી, વાંચક જિજ્ઞાસુ ને “સર્વસંગ્રહ' સમા અને “જ્ઞાન” આ જેવા આ અસ્મિતાના મૃતિસંદર્ભગ્રંથમાંથી સર્વા ગી વાંચન છે, ને જાણકારી મળી રહે છે. કેટલી સરળતા ને સુવિધા સાંપડે છે એ > જ્ઞાન-પિપાસુ વાચકને! શ્રી ડે. ભાઇલાલ એમ. બાવીશી ધર્મપ્રિય વાંચકોને વિવિધ ધર્મો અને સંપ્રદાયના મૂળતત્વો અને મુખ્ય મુદાઓનું જ્ઞાન, સતે મહતનો પરિચય તીર્થધામે, દેરાસરે અને દેવમંદિરોનું વર્ણન અને અનુભવી લેખકોએ પીરસેલ સાહિત્ય સામગ્રી મળી રહે છે. સંસ્કાર ઝરતું શિષ્ટ સાહિત્ય તેમજ પ્રત્યેક પ્રદેશનું આગવું સત્વ આલેખતુ લોકસાહિત્ય આકર્ષક રીતે રજૂ થયેલ છે. સામા જિક પ્રણાલિકાઓ, વિવિધ જાતીઓના તરિવાજે, આગવી આદતો અને વ્યવહારે જણાવતું, લગ્નાદિના ગીતો ને રીતે રજૂ કરતું, મન મુગ્ધ કરે તેવું વાંચન આ ગ્રંથમાંથી મળી રહે છે. સમાજ કે રાષ્ટ્રના કોઈપણ ક્ષેત્રે વિશિષ્ટ ને નોંધપાત્ર સેવા કે કાર્યને ફાળો આપનાર પ્રતિભાઓ વિશેની જાણકારી માટે તો એમાં ભરપૂર સામગ્રી મળી રહે છે. સ્વર કંઠ કે ગીત સંગીતના શોખીનો માટે એમાં રસ રેલાવતા પ્રતિક કા સાથે પરિચયાત્મક હકીકતો ભરી પડી છે. સમાજસુધારણ અને રાજકારણના વિદ્યા અને વિઘાયકો અંગે રહસ્યપૂર્ણ બાબતો નજરે ચડે છે. મુંઝવણ એ થાય દિ છે કે આ ગ્રંથમાં શું છે અને શું નથી ? ખરેખર સો તત્વો ને જ્ઞાનવિજ્ઞાન માટે એક જ્ઞાન છે. હું છું હું છે 95 96 96 9 OSS S S ફર, આ Pો ફોક કરે ( Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy