SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ભારતીય અરિમતા શ્રી પાટણ જૈન મંડળ –યશગાથાજૈન જગતમાં આજથી છ દાયકા પહેલા પાટણના યુવાન સેવાપ્રિય પ્રગતિવાહૂ ભાઈઓએ પાટણના જૈન સમાજના ઉત્કર્ષ અને કલ્યાણ માટે શ્રી પાટણ જૈન મંડળની સ્થાપના કરી ત્યારે કલ્પના ન્હોતી કે આ સંસ્થા એક મહાન વટવૃક્ષ બનીને પાટણના સર્વાગી વિકાસ માટે વિવિધ જન કરીને પિતાની યશોગાથા ગાતી રહેશે. આ વિકાસ કથાના ઘડવૈયાઓએ પાટણના દાનશૂર ભાઈઓંનેના દાનના ઝરણું મેળવીને પિતાના ધ્યેયની દિશામાં ઉત્તરોત્તર પ્રગતિને પંથે પ્રયોગ કરીને અનેક શાખાઓમાં ભારે વિકાસ સાથે છે. જૈન સમાજમાં આ શ્રી પાટણ જન મંડળનું સેવા કાર્ય - પરિશ્રમ પુરૂષાર્થ અને દીર્ધ દષ્ટિ અદ્વિતીય ગણાય છે. મંડળે પોતાની રજતજયંતિ - સવણજયંતિ શાનદાર રીતે ઉજવી અને બે વર્ષ પછી હીરક મહોત્સવ ઉજવવા ભાગ્યશાળી બનશે. એ પાટણના ઈતિહાસમાં ગૌરવ લેવા જેવો અનુપમ પ્રજંગ હશે. મંડળ સંચાલિત સંસ્થાઓ – વિશાળ જ્ઞાનવૃક્ષની શાખા – પ્રશાખાઓ પાટણ જૈન છાત્રાલય શ્રી ચુનિલાલ ખુબચંદ બાલાશ્રમ ૩ શ્રી ભોગીલાલ દોલતચંદ સાર્વજનિક વિદ્યાલય પાટણ શ્રી ભેગીલાલ ચુનિલાલ વિદ્યાથીગ્રુહ ૫ શ્રી દીવાળીબાઈ ઉદ્યોગશાળા શ્રી સાર્વજનિક બાથ ૭ શ્રી મધ્યમવર્ગ માટે નિવાસગૃહ ૮ શ્રી મફતલાલ ભોગીલાલ દવાવાળા સાર્વજનિક પુસ્તકાલય વાંચનાલય ૯ શ્રી મરીના બાલશિક્ષણ મંદિર પાટણ જૈન મંડળે આજસુધી આ વિધવિધ સંસ્થાઓ દ્વારા હજારો વિદ્યાર્થીઓના શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરીને તેઓના જીવન ઉજાળ્યાં છે. હજારો કુટુંબને અનેક રીતે મદદ પહોંચાડીને તેઓના આશીર્વાદ મેળવ્યા છે. આજે હજાર યુવાને પાટણ જેન મંડળના આ સેવાના દીપને પ્રજવલિત રાખવા ઉમંગ ધરાવે છે. દર વર્ષે ૩૫ થી ૪૦ હજાર રૂપીયા વિદ્યાર્થીઓને સ્કેલરશીપ તથા તેના માટે આપે છે. સંસ્થાની મીલ્કત લાખની છે. આજ સુધીમાં લાખના દાન મેળવી લાખ ખર્ચાને મુખ્યત્વે પાટણના અને બહારના હજારે હૈયાને શીતળતા આપવાનું પૂણ્ય કાર્ય કર્યું છે. તેની યશોગાથા – કીર્તિકથા અમર અમર બની રહે મુંબઈ આગમ પ્રકાશને માટે રૂ. ૧૩૫૫૬૬ ની રકમ પાટણ જૈન મંડળે મહાવીર જૈન વિદ્યાલયને આપેલ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy