SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન હીરા ઉધોગતા ભીષ્મપિતા શ્રી બાગમલભાઈ લક્ષ્મીચંદ પરીખ બાબુશા ઉર્ફે બાગમલ લક્ષ્મીચંદ પરીખ એ નવાસારીના હીરાઉદ્યોગના ભીષ્મપિતામહ ગણાયા છે. ઉત્તર ગુજરાતના પાલનપુરમાં બાબુશા અને તેમના વડીલ બંધુ સ્વ. ચીમનલાલ પરીખનો હીરાનો ઉદ્યોગ હતો તેમાં બારડોલી તાલુકાના બે ભાઈઓ નોકરી કરતા હતા. બંને હીરા તરાશના સારા કારીગરો, પણ પાલનપુરમાં વિજળીની તકલીફ. દિવસે ત્યાં વિજળી આવે નહીં તે કારણે હીરા ઘસવાનું કામ રાત્રે કરવું પડતું. ચીમનલાલ પરીખનું અવસાન થયું પછી દક્ષિણ ગુજરાતના આ બે ભાઈઓએ હીરા ઉદ્યોગ નવસારીમાં સ્થાપવા સૂચન કર્યું. એ સૂચન બાબુશાએ સ્વીકારી લીધું અને તેઓનું નવસારીમાં આગમન થયું. નવસારી નાનું પણ શાંત શહેર અને લોકો તેમને પસંદ પડ્યા એટલે નવસારીમાં જ હીરા ઘસવાનું શરૂ કર્યું. શરૂઆતમાં દીકરા અને ભત્રીજાઓ નાના હતા ત્યારે એમના ભાઈ રત્નાભાઈ તથા બીજા સંબંધીઓ સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો, ધીરે ધીરે હીરા ઘસવાના આ ઉદ્યોગમાં આ પ્રદેશના અનેક યુવાનો જોડાયા અને તેઓ જોતજોતામાં બે પાંદડે થયા. બાબુશાને નવસારીએ પ્રેમ અને પ્રતિષ્ઠા આપ્યાં. નવસારીમાં આવ્યા ત્યારે તેમની આર્થિક સ્થિતિ સામાન્ય પણ ધંધાકીય સૂઝ, માયાળુ, પરોપકારી, ઉદાર સ્વભાવને કારણે તેમના આ ઉદ્યોગનો ઘણો વિકાસ થયો. આર્થિક સદ્ધરતા હાંસલ કરી. એથી આકર્ષાઈને અનેક પાલનપુરવાસીઓ (જૈન પિરવારો) નવસારી આવ્યા અને આ હીરા ઉદ્યોગમાં ઝંપલાવ્યું પછી આ વિભાગના અનેક પટેલ પરિવારો પણ હીરા ઉદ્યોગમાં બાબુશાના મિત્રો અને માર્ગદર્શક બન્યા. મહેન્દ્ર બ્રધર્સ : ઊજળું નામ : હીરાનો વ્યાપાર વધતા Jain Education International +603 અને હીરાના વ્યાપારનું મુખ્ય મથક એન્ટવર્પ, યુરોપ-ઇઝરાયલ હોવાથી એ માટે મુંબઈ વધુ અનુકુળ હતું. એટલે બાબુશા મુંબઈ આવ્યા અને નવસારીના હીરા ઉદ્યોગની જવાબદારી તેમના ભત્રીજા શ્રી મહેન્દ્રભાઈને સોંપી. મુંબઈમાં પોતાની કોઠાસૂઝને કારણે ધીરેધીરે એમનો વ્યાપાર ખૂબ જ વિકસતો ગયો. મુંબઈમાં પંચરત્ન બિલ્ડીંગમાં છઠ્ઠા માળે મહેન્દ્ર બ્રધર્સની મુખ્ય પેઢી આજે ધમધમે છે. ભારતભરના આશરે ૨૭,૦૦0 કરોડથી વધુ કિંમતના હીરા નિકાસમાં મહેન્દ્રબ્રધર્સ કોહીનૂર જેવું સ્થાન ધરાવે છે. આ પેઢીની હીરાબજારમાં ભારે મોટી શાખ-પ્રતિષ્ઠા છે. પણ ધંધાના વધુ વિકાસ માટે બાબુશાના ભત્રીજા મહેન્દ્રભાઈએ એન્ટવર્પમાં પેઢી સ્થાપી જેનો પણ ખૂબ જ વિકાસ થયો. બાબુશાએ અનેક સંઘર્ષોના તાણાવાણામાંથી પસાર થઈને સમાજમાં એક અનન્ય સ્થાન પ્રાપ્ત કર્યું. તેમનામાં રહેલી સાત્ત્વિક ભાવનાથી અનેકનાં જીવન પ્રકાશિત થયાં. પરીખ પરિવારના મોભી એવા બાબુશા મૂઠી ઊંચેરા માનવી તરીકેનું નામ કમાઈ ગયા. ધંધાકીય નિવૃત્તિ : બાબુશા હીરાના ધંધામાં અઢળક કમાયા પણ એમનો ભૂતકાળ તેઓ ક્યારેય નથી ભૂલ્યા. મોટાભાઈ ચીમનભાઈ એમને મન પિતાતુલ્ય હતા. નાનપણમાં પિતાશ્રી ગુજરી ગયા પછીની જવાબદારી ચીમનભાઈએ સંભાળી. બાબુશાને હીરાના ધંધામાં પ્રવીણ કર્યા એ મોટાભાઈને યાદ કરતા ક૨તા અનેક વખત શ્રી બાબુશાની આંખો ભીની બની જતી. પોતે ધાર્મિકવૃત્તિના હોવાથી ઉંમર અને તબિયતના કારણે ધંધાની બધી જવાબદારી એમના ત્રણ ભત્રીજા અને શ્રી ચીમનભાઈના સુપુત્રો સર્વશ્રી કવિનભાઈ, મહેન્દ્રભાઈ અને જીતુભાઈ પોતાના બે દીકરા શ્રી કેતનભાઈ તથા શ્રી હિતુભાઈને સોંપી. આ પાંચે ભાઈઓ આજે સગા ભાઈ કરતાં પણ વધારે અધિક સુમેળથી સંયુક્ત ભાગીદારીમાં ધંધો સંભાળે છે. ભત્રીજાઓએ પણ કાકાને પિતાતુલ્ય સમજી એમનો એટલો જ આદર કર્યો છે. બાબુશા પોતાની પાછલી અવસ્થામાં દિવસનો મોટો ભાગ આધ્યાત્મિક વાંચનમાં પસાર કરતા. મહેન્દ્રબ્રધર્સની પેઢીમાં જરૂર હોય ત્યારે દીકરાઓને માર્ગદર્શન પણ આપે. નવસારીમાં ઉદાર સખાવતો : બાબુશા અને તેમનો પરિવાર મુંબઈમાં સ્થાયી થયો પરંતુ નવસારીને કોઈ ભૂલ્યું નથી. નવસારીની ધરતીએ એમને ઘણું ઘણું આપ્યું તેનું ઋણ તેઓ કાયમ સ્વીકારે છે. કોઈ જાહેર સંસ્થા માટે આર્થિક મદદની જરૂર હોય અને મહેન્દ્રબ્રધર્સની પેઢીમાં કોઈ નવસારીનો માણસ જાય તો ખાલી હાથે ભાગ્યે જ આવે. આજ સુધીમાં આ પરિવાર તરફથી લાખો રૂપિયાનાં દાનો નવસારીને અપાયાં છે. રોટરી, આઈ ઇન્સ્ટિટ્યુટ, ગોહેલ કોલેજમાં મહેન્દ્રબ્રધર્સનાં માતબર દાનો બોલે છે. નવસારીમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy