SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૬ મનુભાઈ પંચોળીએ જયમલભાઈ અને બાબુભાઈ શાહને સાથે લઈને ભારતયાત્રા આઠ મહિના કરી. બ્રહ્મદેશનો પણ પ્રવાસ કર્યો. ઇ. સ. ૧૯૩૬-૩૭માં કાઠિયાવાડ રાજકીય પરિષદનું કામ સંભાળ્યું. ઇ. સ. ૧૯૩૯માં રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો. ઇ. સ. ૧૯૩૮માં નાનાભાઈ ભટ્ટે શરૂ કરેલ ગ્રામ દક્ષિણામૂર્તિ માંબલામાં સૌ પ્રથમ જોડનાર સાથી હતા મનુભાઈ, લોકશાળામાં ‘વસ્ત્રવિદ્યા' કરતાં. 'કૃષિવિદ્યાનો ઉદ્યોગ તેમને ચડિયાતો લાગવાથી એમનું શિક્ષણ શરૂ કરવાનું વિચાર્યું. મનુભાઈ કૃષિનિષ્ણાત શ્રી ઇસ્માઇલભાઈ નાગોરી પાસે તરવડા (જિ. અમરેલી) તેમની વાડીએ છ મહિના રહીને કૃષિ ગોપાલનની તાલીમ લઈ આવ્યા. અને લોકશાળામાં પ્રયોગ કરી સાબિત કર્યું કે, ‘‘કૃષિ-ગોપાલન વિઘા અનુબંધની કસોટીએ કસતાં ચડિયાતો ઉદ્યોગ છે.'' આજે મોટા ભાગનાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયોમાં કૃષિને ઉદ્યોગના વિષય તરીકે સ્વીકારેલ છે. એસ. એસ. સી. બોર્ડની માન્યતા પણ મળી છે. નઈ તાલીમક્ષેત્રે મનુભાઈનું આ વિશિષ્ટ પ્રદાન છે. યજ્ઞકાર્ય ગણીને તેમણે જાતે પરિશ્રમ કર્યો. આંબલા-લો ભારતીની વેરાન જમીનમાં ફળઝાડો ઊ ઊંચી જાતની ગાયોની ગૌશાળા વીકસાવી. તેમાં ભરપૂર સાથ મળ્યો સાથી કાર્યકરોનો અને વિદ્યાર્થીઓનો. ઇ. સ. ૧૯૩૯માં પૂ. મહાત્માજીની ઉપસ્થિતિમાં વિજયાબહેન પટેલ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. આંબલા આવીને વિજયાોને મનુભાઈની સાથે જ સંસ્થાનું કામ ઉપાડી લીધું. ઇ. સ. ૧૯૪૨માં ‘ભારત છોડો' આંદોલન વખતે મનુભાઈની ધરપકડ થતાં ભાવનગરમાં ૧૧ મહિના જેલવાસ ભોગવ્યો. નાનાભાઈને બહારગામ જવાનું વધારે થતું એટલે સંસ્થાની બધી જવાબદારી મનુભાઈ પર રહેતી. સંસ્થાના સંચાલનની સાથે તેમનાં સ્વાધ્યાય અને લેખન પ્રવૃત્તિ અવિરતપણે ચાલુ હતાં. ‘બંધન અને મુક્તિ’, ‘દીપ નિર્વાણ’ અને ‘પ્રેમ અને પૂજા' નવલકથાઓ તેમજ. એ વિચારધારા તથા ઇતિહસકથા ગ્રીસ ૧-૨ પ્રકાશિત થયાં. ઇ. સ. ૧૯૪૭માં સ્વરાજય પ્રાપ્તિ બાદ ઇ. સ. ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં થોડા સમય માટે શિક્ષણ પ્રધાન તરીકે જવાબદારી ઉઠાવી. રચનાત્મક કાર્યના વ્યવસ્થિત સંચાલન માટેની ‘સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ'ના મંત્રી તરીકે રતુભાઈ અદાણીની સાથે કામ કર્યું. ઇ. સ. ૧૯૮૩માં તેઓ રચનાત્મક સમિતિના પ્રમુખ નિમાયા. પાછળથી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા, મઝાર જિ. ભાવનગર) સ્થાપના કરી. ઇ. સ. ૧૯૫૨માં તેમની જાણીતી નવલકથા “સરતો પીધાં છે જાણી જાણી ભાગ-૧ પ્રકાશિત થઈ. Jain Education International બૃહદ્ ગુજરાત ઇ. સ. ૧૯૫૩માં નાનાભાઈ ભટ્ટના નેતૃત્વ નીચે ગ્રામ ઉચ્ચશિક્ષણના પ્રયોગ સ્વરૂપ લોકભારતી ‘ગ્રામવિદ્યાપીઠ’ની સ્થાપના કરવામાં આવી. એ જ વખતે રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુના પ્રમુખપદે ભારત નઈતાલીમ પરિષદ'ભરવામાં આવેલી, લોકભારતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાતાં, પરંપરાગત શિક્ષણ સંસ્થાઓ સાથેનો સંબંધ સ્થપાયો. લોકભારતીને ઉત્તમ રીતે વિકસાવવામાં મનુભાઈનો સિંહફાળો છે. સંસ્થાનો આદર્શ રજૂ કરતાં મનુભાઈએ લખેલું કે, ''જે વિદ્યાઓના સેવનથી ગામડાંઓ ટકે, સમૃદ્ધ બને અને શક્તિમાન - સંગઠિત થાય તે વિદ્યાઓન ગ્રામવિદ્યાપીઠ પોતાને ત્યાં ઉપાસના કરશે.'' ગ્રામાભિમુખ નવી નેનાગીરી તૈયાર કરવાનો પણ ઉદ્દેશ હતો. લોકભારતીમાં અધ્યાપન કાર્ય ઉપરાંત તેમણે નિયામક તરીકેની જવાબદારીઓનું વહન કર્યું. અન્ય સાથીઓ હતા શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ, શ્રી નટવરલાલ પ્ર. બુચ, શ્રી રતિભાઈ અંધારિયા. લોકભારતીની ખેતી અને ગૌશાળામાં પત્ર મનુભાઈ ઊંડો રસ લેતા. ઇ. સ. ૧૯૫૪માં ભારત સરકારના પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે, લોકશાળાના અભ્યાસાર્થે, નાનાભાઈને સાથે ડેન્માર્કનો પ્રવાસ કર્યો. ઇ. સ. ૧૯૬૦માં પૂર્વ આફ્રિકા, ઇ. સ. ૧૯૬૮માં ઇઝરાયેલ, ઇ. સ. ૧૯૭૬માં યુરોપ અને ૧૯૮૩ થી ૧૯૯૩માં ચારવાર અમેરિકાનો પ્રવાસ કર્યો. લોકતંત્રને વરેલા પ્રજાસેવક મનુભાઈ ઇ. સ. ૧૯૨૭-૧૧ વિધાનસભામાં ધારાસભ્ય રહ્યા. તો ઇ. સ. ૧૯૭૦માં ગુજરાત સરકારના મંત્રીમંડળમાં શિક્ષણમંત્રી તરીકે સેવા આપી. ગુજરાત રાજ્ય શિક્ષણ સમિતિના સભ્ય ઈ. સ. ૧૯૮૦ સુધી, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ ૧૯૮૧ ૮૩, અને ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્ધ” તરીકે ઇ. સ. ૧૯૨ તેમણે સેવાઓ આપેલી. ઇ. સ. ૧૯૮૭માં માતૃધારા (પાલિતાણા)માં અવિધિસરના શિક્ષણ માટે લોકવિઘાલકની સ્થાપના કરી. મનુભાઈ જીવનના બહુવિધક્ષેત્રે પ્રવૃત્ત રહ્યા પરંતુ તેમનું બહુમૂલ્ય પ્રદાન તો સાહિત્ય સર્જન. બહુશ્રુત સર્જક દર્શકનો માનસપિંડ વિશાળ વાંચન દ્વારા ઘડાયો હતો. ઇતિહાસ તેમનો પ્રિય વિયા તેમણે કહ્યું છે કે, “ઇતિહારો મને સમજુ બનાવવામાં મદદ કરી છે.” ગાંધી વિચારનાં સાધનશુદ્ધિ, અહિંસા અને સત્યામાં મનમાં બેસી ગયેલાં તો બ્લીચફર્ડના ‘મેરી ઇંગ્લેન્ડ’ના વાચન દ્વારા ટ્રસ્ટીશીપની વાત અને લોકશાહી સમાજવાદની શ્રદ્ધા મનમાં દંઢ થઈ. સૌક્રેટીસને પૂરેપૂરો આત્મસાત કર્યો. ટોલ્સ્ટોય, શરદબાબુ, રવીન્દ્રનાથના સાહિત્યવાંચને ચૈત્તસિક પિંડનું ઘડતર થયું. દરેક મહાન કલા એના પૂર્ણ સ્વરુપને ત્યારે જ પામે છે જયારે એ ત્યાની કથાને સમષ્ટિનાં સુખદુઃખોનું વાહન બનાવે છે.'' અહીં તેમની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy