SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૪૪૧ લોક સાહિત્યના કલાઘણે –કેશુભાઈ બારોટ જે સમાજ પોતાનો ભર્યોભર્યો એવો સંસ્કાર વૈભવ, પોતાનાં રાષ્ટ્રીય મૂલ્યો, પોતાની સંસ્કૃતિનાં વહેણો અને પોતાના કલાકૌશલ્ય ધરાવતા સુપુત્રોનું અભિવાદન કરી શકતો નથી કે ગૌરવ અનુભવી શકતો નથી એ સમાજ લાંબો સમય જીવંત રહી શકતો નથી. આપણે વિશ્વના મહાન કલાકારો વિષે પૂરી રીતે પરિચિત હોઈએ પણ આપણા ઘરઆંગણાના કવિ કલાપી કે કવિ કાન્ત વિષે બિલકુલ ન જાણતા હોઈએ તો આપણે ઘણા અધૂરા ગણાઈએ. લોકવાર્તાઓ, લોકગીતો અને લોકસંગીત પ્રત્યેક પ્રજાનો કિંમતી વારસો અને મૂલ્યવાન ખજાનો છે. દરેક પ્રદેશને પોતાની વિશિષ્ઠતા હોય છે. તેને પોતાની લોકબોલી, પોતાની રજૂઆતની પદ્ધતિ પણ પ્રાદેશિક વાતાવરણને અનુરૂપ હોય છે. ગામડે ડાયરા વચ્ચે બેસીને ભલકારા દેતા દેવીપુતર ચારણનાં મોઢેથી આપણે લોકસર વાણી સાંભળીએ કે બારોટોના મુખે પડછંદ અવાજે દુહા સાંભળીએ એ પણ એક લ્હાવો છે. માધવપુરના કે તરણેતરના લોકમેળાઓમાં રાસની રમઝટો, હિંગળી છંદના હલકભર્યા રણકારો, મંજીરાના તાલે, ઊંચા સ્વરે ગવાતાં ભજનો, ભેટ બાંધીને બેઠેલા ડાયરાની વચ્ચે રંગભરી વાર્તાઓ લોકોને તરબતર કરે છે, એનાં અંતરને પખાળે છે. અને લોકસંસ્કૃતિના પ્રવાહને અવિચ્છિન્ન રાખે છે. આપણે ત્યાં સૌરાષ્ટ્ર કચ્છ-ગુજરાતમાં હજારોની સંખ્યામાં નાનામોટા નામી-અનામી કલાકારોની સંખ્યા ઘણી મોટી થવા જાય છે. આકાશવાણીના રાજકોટ કેન્દ્ર ઉપર જ ૩૫૦ જેટલાં નામો હશે. આ સૌનો પરિચય લખવો મુશ્કેલ છે તેમ છતાં વિશ્વપ્રાંગણમાં જેમના સ્વરો હેરાય છે તેવા નામી કલાકારોમાંથી થોડાનો આ લેખમાળામાં પરિચય કરાવે છે. શ્રી કેશુભાઈ બારોટ. તેઓ જૂનાગઢના વતની છે. રેડિયો કલાકાર છે. સાહિત્ય સંશોધનમાં ખૂબ જ સક્રિય રહ્યા છે. અમારી પ્રકાશન પ્રવૃત્તિ સાથે વર્ષોથી સંકળાયેલા છે. ખૂબ જ નમ્ર અને પ્રેમાળ છે. તેમનો વિસ્તૃત પરિચય અન્યત્ર આપ્યો છે. તેઓએ વિદેશોમાં પણ પોતાની કલાશક્તિની પ્રતીતિ કરાવી છે. જે કલાકારો ઉમર ને કારણે કે તબિયતને કારણે વિદેશોમાં જઈ શક્યા નથી પણ તેમની ઓડિયો-વિડિયો કેસેટો મોટી સંખ્યામાં વિદેશોમાં પહોંચી ગઈ છે. લોકસંગીતને અને રાસ મંડળીઓને ભાવનગર રાજ્યના દીવાન અનંતરાય પટ્ટણીએ અને સાંગાણીના ઠાકોર સાહેબે ભારે મોટું પ્રોત્સાહન બળ આપેલું જે અત્રે નોંધવું જ જોઈએ. –સંપાદક મેઘાણંદ ગઢવી મેઘાવી કંઠના સુપ્રસિદ્ધ વાર્તાકાર મેઘાણંદ ગઢવીનો જન્મ ઘેડ વિસ્તારના છત્રાવા ગામે ચારણ જ્ઞાતિની લીલા શાખના ખેંગાર ગઢવીને ત્યાં સંવત ૧૯૧૮માં થયો હતો. - લોકસાહિત્યના ક્ષેત્રમાં “લોકવાર્તા” આગવું સ્થાન ધરાવે છે. પહેલાના જમાનામાં આવી લોકવાર્તાઓ જામતી બુ.પ્ર. ૧૬ કોઈ રાજદરબારે, પણ આતો જનસમાજની વાતું જનસમાજમાં સહુને સાંભળવી હોયને! પોતાની રત્ન સમી સંસ્કૃતિની ગાથાથી જનસમાજ કેમ વંચિત રહે? અને આમ મેઘાણંદ ગઢવી જેવા પ્રચંડકાય વીર વાર્તાકારના બુલંદ કંઠને આમજનતા સમક્ષ વહેતો મૂક્યો શ્રી ગોકળદાસ રાયચૂરાએ. બાલ્યાવસ્થામાં જ મેઘાણંદ ગઢવીએ માતા-પિતાની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy