SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ગુરુમૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ તથા પૂ. આ. શ્રી વિજયધુરંધરસ્વામીજી મહારાજની ચરણપાદુકા તથા ગુરુમંદિરની સુંદર પ્રતિષ્ઠા થઈ. ઐતિહાસિક શ્રી ૧૦૮ સમવસરણમહામંદિરમાં ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. ત્યારપછી જંબુદ્વિપ મંદિરના તથા પીપરલા-કીર્તિધામમાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા. ત્યાંથી વિહાર કરીને અમદાવાદ થઈને રાજસ્થાન પધાર્યા. ત્યાં બડોદામાં શ્રી કેશરિયાજી ભગવાન આદિ જિનબિંબોનો પ્રતિષ્ઠા મહોત્સવ વૈશાખ સુદ ૧૩ને દિવસે અપૂર્વ પ્રભાવનાપૂર્વક ઊજવાયો. સં. ૨૦૪૧નું ચાતુર્માસ અમદાવાદ ઓપેરા સોસાયટીમાં થયું. ફાગણ માસમાં જેસીંગભાઈની વાડીમાં પાંચ ગણિવર્યોનો પંન્યાસપદપ્રદાનનો મહોત્સવ ઊજવાયો. વૈશાખ માસમાં સુરત-વડાચૌટામાં પૂ. આ. શ્રી વિજયમેરુપ્રભસૂરિજી મહારાજની નિશ્રામાં પૂ. પં. પ્રબોધચંદ્રજી ગણિને ઉપાધ્યાયપદ અને આચાર્યપદપ્રદાનનો મહોત્સવ ઊજવાયો. સં. ૨૦૪૨નું ચાતુર્માસ વિલેપાર્લે (ઇસ્ટ) જૈન સંઘની વિનંતીથી ત્યાં થયું. આખું યે ચાતુર્માસ ધર્મ-આરાધનામય વ્યતિત યું. પંચમાંગ શ્રી ભગવતીસૂત્રનાં દૈનિક વ્યાખ્યાનોથી સારી જાગૃતિ આવી. સં. ૨૦૪૩નું ચાતુર્માસ દોલતનગર-શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી જ્ઞાનમંદિર, સં. ૨૦૪૪નું ચાતુર્માસ માટુંગા-શેઠ જીવણ સવજી જ્ઞાનમંદિરમાં તથા સં. ૨૦૪પનું ચાતુર્માસ વિલેપાર્લે (વેસ્ટ) મહાસુખભવનમાં થયું. તે ચાતુર્માસોમાં અનેકવિધ આરાધનાઓ થઈ. વિવિધ મહોત્સવો થયા. તેમાં વિલેપાર્લે (ઇસ્ટ)માં દલીચંદ ગિરધરલાલ દોશી પરિવારે ચૈત્રી ઓળીની સામુદાયિક આરાધના ખૂબ જ ભાવનાથી - ઉદારતાથી કરાવી. ચારસો ભાવિકોએ ઓળી કરી. માટુંગાના ચાતુર્માસમાં મુનિશ્રી પુંડરિકવિજયજી મહારાજને શ્રી ભગવતીસૂત્રના યોગોદ્વહન કરાવ્યા તથા ગણિપદપ્રદાનનો ભવ્ય ઉત્સવ ઊજવાયો. મુંબઈમાં ચાર ચોમાસાં કર્યાં. પછી પૂજ્ય આચાર્યમહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી સપરિવાર ઉગ્ર વિહાર કરી માલવાડા (જિ. જાલોર : મારવાડ) પધાર્યા. ત્યાંથી મહાસુદ ૧૧ના શુભ મુહૂર્તે તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્ય મહાતીર્થનો ૩૫૦ માણસોનો છ'રી પાલિત સંઘ ૩૬ દિવસનો ખૂબ જ વ્યવસ્થાપૂર્વક નીકળ્યો. ગામોગામ ભવ્ય સામૈયાં, વ્યાખ્યાનો, સંઘપૂજનો, સુપાત્રદાન, સાધર્મિક ભક્તિ, અનુકંપાદાન, જીવદયા આદિની સરવાણી જોરદાર રીતે વહી. શ્રી પાલીતાણા શહેરમાં ફાગણ વદ ૧ને દિવસે થયેલો ભવ્ય પ્રવેશ ચિરસ્મરણીય બની રહે તેવો હતો. ત્યાર બાદ સાવરકુંડલા જૈન વિદ્યાર્થીગૃહના નૂતન જિનમંદિરમાં પ્રભુજીનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઊજવાયો. ફાગણ વદ ૩ના સંઘપતિઓને તીર્થમાળ પહેરાવવામાં આવી. સં. ૨૦૪૬નું ચાતુર્માસ ભાવનગરમાં થયું. શ્રી ધર્મચક્રતપની ૭૦૦ની સંખ્યામાં સામુદાયિક આરાધના, આંતરે આંતરે બિયાસણાની અપૂર્વ ભક્તિ, Jain Education International - ૮ ૨૩૧ ટાઉનહોલમાં પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિવર્ય તથા મુનિરાજ શ્રી રત્નસુંદરવિજયજી મહારાજના પાંચ/છ હજારની માનવમેદની વચ્ચેનાં જાહેર પ્રવચનો, શ્રી ધર્મચક્રતપની પૂર્ણાહુતીનો ભવ્ય વરઘોડો, સર્વસાધારણનું રૂ. દસલાખનું કાયમી ભંડોળ, મોટા દેરાસરે શ્રી આદિનાથ પ્રભુજીની ભવ્યાતિભવ્ય અંગરચનાઓ વગેરે અવિસ્મરણીય કાર્યો થયાં. શા. રતિલાલ ગિરધરલાલ (ચાવાળા) પરિવારે ચાતુર્માસ પરિવર્તનનો ઉજવેલો ભવ્ય પ્રસંગ પણ યાદગાર બની રહ્યો ! સં. ૨૦૪૭માં પોષ સુદ ૬ના શત્રુંજય ગિરિરાજના ઐતિહાસિક અભિષેક પ્રસંગમાં હાજર રહી ત્યાંથી રાજકોટ-પ્રહ્લાદ પ્લોટ પધાર્યા. ત્યાં ફાગણ સુદ ૩ના શુભ દિને શ્રી ગૌતમસ્વામી ભગવાન, શ્રી મણિભદ્રજી, શ્રી પદ્માવતીજીની પ્રતિષ્ઠા તથા બેન ચાંદની અને બેન સંગીતાની દીક્ષાના પ્રસંગો ભવ્ય રીતે ઉજવાયા. ત્યાંથી વિહાર કરી, વાંકાને૨-મોરબી થઈ કચ્છ-ભદ્રેશ્વરની નાની / મોટી પંચતીર્થી તથા બીજા અનેક ગામોની યાત્રા-સ્પર્શના ત્રણ મહિના સુધી કરીને પ્રહ્લાદ પ્લોટ જૈન સંઘની વિનંતીથી રાજકોટ ચાતુર્માસ માટે પધાર્યા. ત્યાં મોક્ષદંડની ૧૬૦ની સંખ્યામાં સામુદાયિક આરાધના તથા અઠ્ઠમ તપની ૩૬૦ની વિશાળ સંખ્યામાં અખંડ જાપ સાથે આરાધના થઈ. લાખ નવકારનો જાપ અનેક આસધકોએ શરૂ કર્યો. ૪૫ આગમની પૂજા ભવ્ય વરઘોડા સમેત, ભવ્ય રીતે યાદ રહી જાય તેમ ભણાવવામાં આવી. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈની સાહિત્યસેવાને અનુમોદવાનો સમારંભ સુંદર રીતે ઊજવાયો. તે પ્રસંગે પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રી મોહનલાલ દેસાઈ ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ એ અપ્રાપ્ય પુસ્તકોને પુનઃ પ્રકાશિત કરવા માટે પ્લોટ જૈન સંઘ તરફથી એક લાખ રૂપિયાની સખાવતની જાહેરાત કરવામાં આવી. આમ આ ચાતુર્માસ પણ અનેકવિધ શાસનપ્રભાવનાથી શોભી રહ્યું. હમણાંજ થોડા સમય પહેલાં અમદાવાદમાં કાળધર્મ પામ્યા. વ્યાકરણ વિધાવારિધિ, જ્યોતિર્વિદ્ દિતમણિ, દર્શતસાહિત્યતા મર્મજ્ઞ, સમર્થ કાવ્યરચતાકાર, સમતાના સાગર પૂ. આ. શ્રી વિજયધર્મધુરંધરસૂરિજી મ. ત્યાગ અને વૈરાગ્યની, જ્ઞાન અને સંસ્કારની, ધર્મ અને તપની, નમ્રતા અને પ્રસન્નતાની જીવતી જાગતી મૂર્તિ એટલે પૂ. આ. શ્રી વિજયધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજ. જૈનશાસનના ઇતિહાસમાં અનેક વિભૂતિમત્તા પ્રકાશે છે તેમાં પૂજ્યશ્રીનું નામ પણ અવિચળ ઝળકે છે. તેઓશ્રીના સ્વાધ્યાય-તપથી પ્રાપ્ત થયેલા ધર્મ-જ્ઞાનના ગ્રંથો અને શાસનપ્રભાવનાથી પ્રેરાઈને કરેલાં અગણિત ધર્મકાર્યો તેમની બહુમુખી પ્રતિભાના પરિચાયક છે. તેઓશ્રીનું મૂળ વતન ઝાલાવાડમાં મૂળી પાસેનું ખાટકી ગામ. પિતા શાહ પીતાંબરદાસ જીવાભાઈ ધંધાર્થે ભાવનગરમાં આવી વસ્યા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy