SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૩૯ રિદ્ધિ-સિદ્ધિના અધિષ્ઠાતા : જૈન શાસનની અનન્ય વિભૂતિ : પ્રસન્ન અને પ્રશાંત : સાદા અને સરળ, વિનયવંત, વિધાભંડાર : લક્ષણવંતા લોકોત્તર મણધશ્રેષ્ઠ ગૌતમ શ્રમણ મહાવીર પ્રભુના પ્રથમ શિષ્ય : પ્રથમ ગણધર. ૭ અભિમાન કરતાં દીક્ષા પામ્યા. શોક કરતાં કેવળજ્ઞાન પામ્યા. રાજા વિક્રમાદિત્યનું નવું વર્ષ ગુરુ ગૌતમસ્વામીની સ્મૃતિને જગાડતું ઊગે છે. · વિશ્વકલ્યાણની ભવ્ય ભાવનાના પ્રતીક સમા ભદ્ર પુરુષ. વૈયાવચ્ચના અપ્રતિમ પ્રતિહારી : ક્ષમાવંત યુગપુરુષ. શ્રમણ સંસ્કૃતિના ધ્વજધારી. ગુરુઆજ્ઞાના અખંડ ઉપાસક. સાધના અને સમતા તેમના જીવનમાં કેન્દ્રસ્થાને હતી. અક્ષીણ લબ્ધિના સ્વામી. મહાન આત્મલક્ષી શ્રેષ્ઠ સાધક. ચૌદ વિદ્યાના પારગામી. અનંતજીવોના તારક : સંઘનાયક. ભગવાન મહાવીરના સંદેશવાહક મુમુક્ષુ ધર્મપુરુષ. Jain Education International : - અભિવંદક : પ. પૂ. શ્રી જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) ફક્ત વર્તમાનકાલીન જૈન ઇતિહાસમાં જ નહીં, અપિતુ વૈદિક યશોગાથામાં પણ જેમનું નામ વિખ્યાત છે તેવા ગણધરશ્રેષ્ઠ ગૌતમસ્વામી ગૃહસ્થદશામાં બ્રાહ્મણશ્રેષ્ઠ હતા. ભગવાન મહાવીર સાથે ચાલી આવેલ પૂર્વભવની પ્રીતિ અને વૈદિક પરંપરાના પ્રચારમાં વીતેલ પૂર્વભવે તેમને જન્મથી બ્રાહ્મણ, ગુણખજાનાથી વૈશ્રવણ અને જીવનના મધ્યકાલે ગણધર શ્રમણ બનાવી દીધા હતા. જન્મ સમયે ભગવાનનું શાસન ન મળ્યું, નિર્વાણ સમયે ભગવાન પોતે ન રહ્યા, પણ પચાસ વર્ષની પાકટ વયે જ્યારે દેહને આરામ કરાવવાનો સમય હતો, ત્યારે જ તેઓશ્રી પ્રમાદ ખંખેરી જાગ્યા. માન અને મન મૂકી કેવળીભગવાનને ઝૂકી ગયા. જીવનોત્થાનની તે પળ હતી. પરમાત્માના અંતેવાસી બની ગયા પછી પદાનુસારી, અક્ષીણમહાનસી, ચારણલબ્ધિ વગેરે અનેક સિદ્ધિઓના સ્વામી બની ગયા હતા, છતાંય સીધાસાદા જીવનને તપ અને ત્યાગથી, જ્ઞાન અને વૈરાગ્યથી પરિણતિ અને પ્રવૃત્તિથી એવું તો દીપાવ્યું કે તેમની સુડોલ કાયા, રૂપવાન દેહ, ગુણવાન આત્મા અને બૃહસ્પતિ બુદ્ધિથી આકર્ષાઈ અનેક જૈન અને જૈનેતરોએ પોતાનું જીવન તેમના ચરણે સમર્પિત કરી દીધું. જે જે તેમના ચરણે-શરણે ગયા તે સૌ ગૌતમસ્વામીની વાત્સલ્યભાવના, પરોપકાર બુદ્ધિ તથા આત્મશુદ્ધિથી પ્રભાવિત ભાવિત થઈ કેવળી બની ગયા. પણ કેવળીઓના ગુરુ સ્વયંના પરમગુરુ પરમાત્મા પ્રતિના પ્રશસ્ત રાગને કારણે ફક્ત વૈરાગી પદે રહ્યા પણ પ્રભુની હાજરીમાં વીતરાગી ન બની શક્યા, છતાંય છદ્મસ્થાવસ્થામાં પણ અઈમુત્તાની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy