________________
૭૪
આવડતાં હોય તે બાળક આવું સંસ્કૃતનું મહાન સ્તોત્ર માત્ર સાંભળીને અનાયાસ જ યાદ રાખી શકે તે બાળકની પ્રજ્ઞા કેવી અદ્ભુત હશે તેની તો આપણે કલ્પના પણ ન કરી શકીએ.
તેઓએ તેમના જીવનકાળમાં સેંકડો ગ્રંથોની રચના કરી છે. તેઓને સરસ્વતી દેવીનું એવું અદ્ભુત વરદાન હતું કે તેમની લેખનીમાંથી જે નીકળે અર્થાત્ લખાય તે ફાઇનલ જ હોય પછી તેઓને તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર જ ન રહે. કહેવાય છે કે જેના નામના અંતે રહસ્ય શબ્દ આવતા હોય તેવા ૩૫૦ ગ્રંથો રચેલ છે દા.ત. ‘ન્યાયરહસ્ય’, ‘ઉપદેશરહસ્ય’ વગેરે. આપણે એવા સદ્નસીબ છીએ કે ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજના સ્વહસ્તે લખાયેલી ‘અધ્યાત્મસાર', ‘કર્મપ્રકૃતિ’વગેરે ઘણા ગ્રંથોની હસ્તપ્રતો અત્યારે | પણ ગુજરાતના વિવિધ ગ્રંથભંડારોમાં પ્રાપ્ત થાય છે. તેઓની સંસ્કૃત સાહિત્યની સેવા તો અમૂલ્ય છે જ પરંતુ તત્કાલીન ગુજરાતી ભાષામાં તેઓએ લખેલ સ્તવન, ચૈત્યવંદન, સ્તુતિ વગેરે પણ એવાં અદ્ભુત છે કે તેનું રસપાન કરવામાં અનેરો આનંદ આવે છે. આ ગુજરાતી સાહિત્ય રચના પણ નાનીસૂની સંખ્યામાં નથી. તેમના માત્ર ગુજરાતી સાહિત્ય અંગે પણ ઘણા સંશોધકોએ પીએચ.ડી.ની ઉપાધિ મેળવી છે અને મેળવી રહ્યા છે.
શ્રી બુટેરાયજી મહારાજ
શ્રી આત્મારામજી મહારાજ
Jain Education International
ત્યાર
પછી વિક્રમની વીસમી સદીમાં જિનશાસનના મહાન શાસનપ્રભાવક પુરુષોમાં જેમની ગણના કરી શકાય તેવા શ્રી મ, |શાસનસમ્રાટ આચાર્ય શ્રીવિજયનેમિસૂરિજી
આત્મારામજી
મહારાજ,
આચાર્ય
યુગવીર
શ્રીવિજય
વલ્લભસૂરિજી મહારાજ, શ્રીવિજય
આચાર્ય
ઉદયસૂરિજી મહારાજ, આચાર્ય
મહારાજ
શ્રીવિજયનંદનસૂરિજી
વિશ્વ અજાયબી :
મહારાજ,
પૂજ્ય
આગમપ્રભાકર
શ્રી પુણ્યવિજયજી મહારાજ વગેરે હતા. જેમનો પ્રભાવ વિશ્વવ્યાપી હતો. વર્તમાનમાં વિશ્વવ્યાપી
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ
પ્રભાવ ધરાવનાર પૂજ્ય વિર્ય આગમસંશોધક મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજ છે.
શ્રી આત્મારામજી મહારાજ મૂળે પંજાબના હતા અને તેઓ સ્થાનકવાસી પરંપરામાંથી સંવેગી પરંપરામાં આવેલ. આમ તો વર્તમાન પરંપરાના ઘણા સાધુ ભગવંતોના પૂર્વજ સ્થાનકવાસી પરંપરામાંથી સંવેગી પરંપરામાં આવેલ છે, પરંતુ તેમાં ચાર મહાપુરુષ
મુખ્ય છે : એક પૂજ્ય શ્રી
બુટેરાયજી
મહારાજ, બીજા તેમના
શ્રી મૂળચંદજી મહારાજ
શિષ્ય શ્રી મૂળચંદજી મહારાજ, ત્રીજા શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ અને ચોથા શ્રી આત્મારામજી મહારાજ. શ્રી આત્મારામજી મહારાજના વખતમાં અમેરિકામાં એક સર્વ ધર્મ પરિષદ ભરાવાની હતી અને એ સમયે જૈનદર્શનના વિદ્વાન તરીકે તેઓને નિમંત્રણ આપવામાં આવેલ પરંતુ તે કાળમાં જૈન કે હિન્દુ સમાજમાંથી કોઈપણ વ્યક્તિ પરદેશ જાય તો તેનો તેના સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવતો હતો. તેવા કપરા સંજોગોમાં શ્રી આત્મારામજી મહારાજે મહુવા (સૌરાષ્ટ્ર)ના શ્રી વીરચંદ રાઘવજી ગાંધી નામના તાજા જ બેરિસ્ટર બનેલ એક યુવાનને જૈન દર્શનનું અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપી એવા તૈયાર કર્યા કે સ્વામી વિવેકાનંદની સાથે તેઓએ પણ વિશ્વધર્મ પરિષદમાં જૈન દર્શનનું
For Private & Personal Use Only
www.jainelibrary.org