SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ 8 જૈન શ્રમણ અલગ જ રચાયા હોત, કારણ કે ૧૯મા મલ્લિનાથજીને તો દીક્ષાના દિવસે જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વભવના કરેલ તપના પ્રભાવે થઈ હતી, પણ સાથે એ પણ ખરું કે ૨૭મા ભવનું ઉગ્ન પરાક્રમ ન હોત તો દેવપ્રદત્ત મહાવીરના બદલે તેઓ માતા-પિતા દ્વારા અપાયેલ વર્ધમાન નામે જ વિખ્યાતિ પામત. (૩) ત્રીજા ભવની આશાતનાઓ : દાદારૂપે તીર્થંકર ઋષભદેવ મળ્યા, મોક્ષમાર્ગ ખુલ્લો હતો, ચારિત્ર સુધી પણ પહોંચ્યા, પણ ચારિત્રિક વિરાધનાઓ વચ્ચે સંયમજીવન પસાર થયું, કાયાની વિરાધના થકી સાધુવેશ છોડી ત્રિદંડી, છત્ર, પાવડી, સ્નાન, જનોઈવાળા બન્યા. વચનની વિરાધનામાં શિષ્યની પ્રાપ્તિના વ્યામોહમાં ઉત્સૂત્ર પ્રરૂપણા કરી એક કોટાકોટી સાગરોપમ સંસાર વધાર્યો અને મનથી કુળનો મદ થતાં નીચગોત્રકર્મનો બંધ કર્યો. ચારિત્રજીવન સાથે આયુષ્ય સમાપ્ત થયું પણ તે સંયમની વિરાધનાએ આગામી બીજા તેર ભવમાં જિનશાસન ન આપ્યું, બલ્કે માનવભવમાં બ્રાહ્મણકુળની પ્રાપ્તિ અને તેથી છેક સોળમા ભવમાં ચારિત્ર અને તપ ઉદયમાં આવ્યાં, પણ વિશાખાનંદીના કારણે નિયાણું કર્યું અને વિશિષ્ટ બળ માંગી તપનું ફળ ગુમાવ્યું. ત્રીજા ભવમાં ગમે તેમ એક શિષ્ય કપિલ નામે થયો તે જ અંતિમ ભવના શિષ્ય ગૌતમસ્વામી બનેલ. (૪) અઢારમાં ભવના કઠોર કર્મબંધ : નિયાણું ઉદયમાં આવતાં ત્રિપૃષ્ટ વાસુદેવનો ભવ મળ્યો જે આરંભસમારંભ તથા ક્રોધ લેશ્યાથી વ્યાપ્ત બન્યો. તેના કારણે શય્યાપાલકના કાનમાં ધગધગતું સીસું નખાવી હત્યા કરી, વનરાજ સિંહનો પણ સંહાર કર્યો અને અનેક રાણી પૈકી અણમાનીતી વિજયવંતી નામની રાણી સાથે અબોલા કરી વેરભાવના ઉત્પન્ન કરી તે ત્રણેય પ્રસંગોને કારણે છેલ્લા ૨૭મા તીર્થંકરના ભવમાં સાધકદશામાં સામાન્ય ખેડૂત કાનમાં ખીલ્લા ઠોકી ગયો, સિંહનો જીવ માનવભવ પામી દીક્ષિત થયો; પણ ભગવાનને દેખતાં જ દીક્ષા છોડી સંસારમાં પાછો વળ્યો અને પેલી રાણીએ વ્યંતરી કટપૂતના બની પ્રભુજીને બાધના કરી ઉપસર્ગ દ્વારા સાધના બગાડી, પણ સૌથી શ્રેષ્ઠ બાબત એ બની કે ત્રણેય ઘટનાઓ સમતાથી સહન કરી લઈ મહાવીરદેવે કર્મ ખપાવી દીધાં અને કેવળી બન્યા. અન્ય કોઈ જીવદળ હોત તો કદાચ વૈરાનુબંધ જ વધત અને સંસાર પણ. Jain Education Intemational ૫૭ છતાંય અઢારમા ભવના નિષ્ઠુર જીવનાંતે કર્મરાજાની સજા સાતમી નારકી, વીસમા ભવમાં સિંહાવતાર અને એકવીસમા ભવમાં ફરી ચોથી નારકીમાં ભ્રમણ થતાં દુ:ખસંતાપ વધ્યાં હતાં. અહીં વિશેષતા એ બની કે ૨૫મા નંદનઋષિના ભવમાં પૂરા એક લાખ વરસના દીર્ઘ સંયમજીવનમાં લાગલગાટ ૧૧, ૮૦, ૬૪૫ જેટલાં જંગી માસક્ષમણો કરી નાખ્યાં છતાંય અમુક નિકાચિત કર્મે ભગવાનની પણ શરમ ન રાખી, છેલ્લા ભવમાં પીડાઓ પહોંચાડી, ત્યારે નિકટના રક્ષક દેવો પણ પ્રમાદવશ પ્રભુની રક્ષા ન કરી શક્યા, આ બધાય પૂર્વભવોની વિરાધનાઓ તથા આશાતનાઓનું બયાન કે જ્ઞાન કોઈને જ ન હતું, પણ સ્વયં પોતાના ચરણકમળમાં ડંખ મારતાર ચંડકૌશિક જેવા દૃષ્ટિવિષ સર્પતા આત્માતો ઉદ્ધાર કરતાર પતિતપાવન ભગવાન મહાવીરને કોટી કોટી વંદના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy