SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ વર્તમાનમાં પણ લગભગ ૧૦ હજાર સાધ્વીજી મ. ભારતની ધર્મધરાને પવિત્ર કરી રહ્યાં છે અને સંસ્કાર-સંયમની પવિત્ર ભાગીરથી વહાવી રહ્યાં છે. જૈનો આર્યા-સાધ્વીજી મ. શ્રમણી નામ દ્વારા તેમની સ્તવના કરે છે. ખાસ કરી અમદાવાદી જૈનો સાધ્વીજી મ. માટે “ગયણી સા’બ−ગયણીજી મહારાજ” બોલે છે.... ‘ગયણી સાબ કે ગયણીજી' બોલે એટલે તુરંત બીજાં જૈનો કહે–શું તમે અમદાવાદના છો? ‘ગયણી સા'બ' આ શબ્દ અમદાવાદી જૈનોની મોનોપોલી છે. સાચે ‘ગયણી સા’બ’ અપભ્રંશ શબ્દ છે. મૂળ શબ્દ ‘ગુરુણીજી સાહેબ છે'. સાચે જૈન સાધ્વીજી મ. જૈન સંઘની આધારશિલા છે. જૈનધર્મ માટે તેમનું મૂક ઘણું યોગદાન છે. આપણે આશા રાખીએ જ્યાં શીલ, સદાચારનાં ભયંકર ખંડન થઈ રહ્યાં છે, નારીના દેહનાં પ્રદર્શન દ્વારા યુવાજગતને ભ્રમિત કરવામાં આવે છે તેવા બારીક અને નાજુક સમયે ગંગાથી પણ અધિક નિર્મળ, યમુનાથી પણ પરમ પવિત્ર અને સરસ્વતી નદીના નીરથીયે ઉજ્વલ પવિત્ર સાધ્વીજી મહારાજ શીલ-સદાચાર–સંસ્કાર ને નિર્મળતાનો સંદેશ આપતાં રહ્યાં છે, ભવિષ્યમાં આપતાં રહેશે. જેમ શ્રમણો વિશ્વમાં જૈનધર્મને ગુજિત કરનાર આધારસ્તંભો છે તેમ સાધ્વીસંઘ જૈનસંઘની આધારશિલા છે. જૈનધર્મમાં સ્ત્રી અને પુરુષને સમાન અધિકાર હોય તેવું કહ્યું નથી. મહાસતી સાધ્વીઓએ માનભૂખ્યા જગત સામે પડકાર ફેંક્યો છે : “અમે અધિકારનાં ભૂખ્યાં નથી, કર્તવ્ય એ જ અમારો પ્રાણ છે.” સાધ્વીસંઘ કર્તવ્ય-પંથે તત્પર છે અને તત્પર રહેશે. માર્ગ ભૂલેલ નારીઓનાં જીવનમાં પણ એક કર્તવ્યનો પ્રકાશ પાથરશે એવી અપેક્ષા છે. તવારીખની તેજછાયા [પૂર્વકાલીન પ્રતાપી પૂર્વાચાર્યોના તે સમયકાળ દરમ્યાન સાધ્વીજીઓના યોગદાનનાં પ્રાપ્ત થતા ઉલ્લેખો જોઈએ.] મુનિસંમેલનમાં સાધ્વીજી મ. : વિ. સં. ૧૦૦ની આસપાસમાં વજસ્વામીના શિષ્ય આચાર્ય વજ્રસેનસૂરિ મ.ના સ્વર્ગગમન પછી મુનિસંમેલન થયું. આ મુનિસંમેલનમાં ૪ આચાર્ય ભગવંત, ૭ ઉપાધ્યાય, ૧૨ વાચનાચાર્ય, ૨ પ્રવર્તક, ૨ મહત્તર, ૨ મહત્તરા, ૧૨ પ્રવર્તિની, ૫૦૦ સાધુ, ૭૦૦ સાધ્વીજી મ. હાજર હતાં. મહાન ગુરુવરના નિર્માણમાં સાધ્વીજી મ. : પૂર્વધર આચાર્યદેવ સ્થૂલિભદ્રસૂરિ મ.સા.ના પટ્ટધર આર્ય સુહસ્તિજી Jain Education International ૬૭૭ અને આર્ય મહાગિરિજી, આર્યા યક્ષા વગેરેથી એમનું પાલનઅભિવર્ધન થયું તેની સ્મૃતિમાં સુહસ્તિજી અને મહાગિરિજી આગળ આર્ય શબ્દ યોજવામાં આવ્યો છે, એમ જૈન ઇતિહાસના ગ્રંથો સાક્ષી આપે છે. મ. : આગમવાચના-મોટા મુનિસંમેલનમાં સાધ્વીજી કુમરિગિર ઉપર આચાર્યદેવ સુસ્થિત-સૂરિજી તથા આ. દેવ સુપ્રતિબદ્ધસૂરિની અધ્યક્ષતામાં આ મુનિ સંમેલન ભરાયેલ તેમાં જિનકલ્પીની તુલના કરનાર આર્ય મહાગિરિના શિષ્યો– પ્રશિષ્યો આ. બબ્લિસહસૂરિ–દેવાચાર્ય વગેરે ૨૦૦ શ્રમણો આ. સુસ્થિત વગેરે ૩૦૦ સ્થવિર કલ્પી શ્રમણો, આર્યા પોઈણી વગેરે ૩૦૦ શ્રમણીઓ, શ્રાવક-શ્રાવિકા વગેરે હતાં. વાચનામાં ૧૧ અંગો અને ૧૦ પૂર્વેના પીઠોને વ્યવસ્થિત કરવામાં આવેલ. મહત્તરા તથા ગણિની : આચાર્ય જિનચંદ તથા આચાર્ય અભયદેવની બહેનોએ પણ દીક્ષા લીધી. તેઓ કલ્યાણશ્રી મહત્તરા તથા મરુદેવી ગણિની તરીકે પ્રખ્યાત થયાં. મરુદેવી ગણિની વગેરે કુલ્યાક તીર્થમાં પધારેલ છે. વિશેષાવશ્યક બૃહવૃત્તિમાં સાધ્વીજી મ.ઃ સં. ૧૧૫૭માં ૨૮૦૦ શ્લોકપ્રમાણ વિશેષાવશ્યક બૃહદ્વ્રુત્તિ રચવામાં પં. અભયકુમાર, પં. ધનદેવગણિ, પં. જિનભદ્રગણિ, પં. લક્ષ્મણ ગણિ, મુનિ વિબુધચંદ્ર, સાધ્વી આણંદશ્રી મહત્તરા, સાધ્વી વીરમતી ગણિનીએ સહાય કરી હતી. મહત્તરા-ગણિની : મંડારનિવાસી પોઢકની બે પુત્રીઓએ દીક્ષા લીધી, જે યશાશ્રી ગણની અને શિવાદેવી મહત્તરા નામે ખ્યાત થયેલ. આચાર્ય પ્રધુમ્નસૂરિ : તેમના શ્રમણી-સમુદાયનાં સાધ્વી પ્રભાવતીશ્રી મહત્તરા, સા. જગશ્રી મહત્તરા, સા. ઉદયશ્રી મહત્તરા, સા. ચારિત્રશ્રી મહત્તરા વગેરે હતાં. આચાર્યશ્રીએ શેઠ ગણિયાક ધાકડની પત્ની ગુણશ્રીની પુત્રીને દીક્ષા આપી. સા. પ્રભાવતી મહત્તરાની શિષ્યા બનાવી. તેનું નામ સા. નિર્મલમતિશ્રી આપ્યું હતું. આચાર્ય પદ્મદેવસૂરિ : સાધ્વી નિર્મલમતિ ગણિનીએ સં. ૧૨૯૨ના કાર્તિક સુદિ ૮ના રવિવારે ધનિષ્ઠા નક્ષત્રમાં આ. હેમચંદ્રસૂરિના સટીક ‘યોગશાસ્ત્ર'ના બે પ્રકાશની પ્રતિઓ લખી આ. પદ્મદેવસૂરિને આપી હતી. સોલાક ઃ તેને લક્ષણા નામે પત્ની હતી. ઉદય, ચંદ્ર, ચાંદાક, રત્ન, વાલ્લાકદેવી તથા ધાલ્ડીદેવી નામે સંતાનો હતાં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy