________________
વિશ્વ અજાયબી :
૬૩૪
મુંબઈ અંધેરી મુકામે બ્રાહ્મણ પંડિતોની વિશાળ સભામાં પૂ. શ્રી સોમચંદ્ર વિ. મ.સા.ને (ઉ.વ. ૨૪) વ્યાકરણાચાર્યનું બિરુદ આપી સર્વોત્કૃષ્ટ માનથી સમ્માનિત કર્યા. બ્રાહ્મણ પંડિતોએ જિનશાસનની-જિનશાસનના સાધુઓની તથા તેમની જ્ઞાનસાધનાની ભરપેટ પ્રશંસા કરી. બ્રાહ્મણ પંડિતો તરફથી આવાં માન આપવાના દાખલા ખૂબ જ ઓછા જાણવાસાંભળવા મળે છે.
સર્વ રીતે યોગ્ય જાણી જન્મભૂમિ સુરતમાં વિ. સં. ૨૦૫૨, જેઠ સુ. ૬ના ગુરુદેવે તેઓશ્રીને આચાર્ય પદથી વિભૂષિત કર્યા. પૂજ્યશ્રીએ અંજનશલાકાની પ્રતનું સંપાદન કર્યું, જે ખૂબ જ લોકાદર પામતાં બીજી આવૃત્તિ પણ પ્રકાશિત કરવામાં આવી. ‘પાઈઅ વિજાણ ગાહા’–‘પ્રાકૃત પાઠમાળા માર્ગદર્શિકા’–‘પ્રાકૃતચિત્ર બાળપોથી ભાગ ૧ થી ૪’નું સુપેરે સંપાદન કરી પ્રાકૃત ભાષાને નવપલ્લવ કરવાનું પ્રશંસનીય કામ કર્યું છે.
ગુરુદેવ શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞા અને આશિષથી સૂરિ પદવીના પહેલા જ વરસથી સૂરિમંત્રની આરાધના સળંગ અખંડ રીતે નવ વરસથી કરી રહ્યા છે. માસક્ષમણ-સિદ્ધિતપ વર્ષીતપ-વીશસ્થાનક વગેરે વિવિધ તપ
કરી જીવન મંગલ કર્યું છે.
ત્યાંશી વરસના પિતાશ્રી શાંતિભાઈ સંઘવી તથા માતુશ્રી વીરમતીબહેન તથા કાકાશ્રી જયંતીભાઈ સંઘવીને સંયમ આપી તાર્યા છે. એક જ પરિવારના આઠ આઠ સભ્યો દીક્ષિત થયાના દાખલા ખૂબ ઓછા જાણવા-સાંભળવા મળે છે.
તેઓશ્રીની જ્ઞાનસાધના ઉત્તરોત્તર વિકાસ પામતી રહો અને સાધનાનાં ઉચ્ચ શિખરો સર કરતા રહો એ જ શુભ કામના.
પૂજયશ્રીમાં જ્ઞાનરુચિ, બુદ્ધિશક્તિ અને સ્વાધ્યાયમગ્નતા વિશેષ જોવા મળે છે. આગમ ગ્રંથો તેમ જ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિનો ઊંડો અભ્યાસ કરવા સાથે પૂજ્યશ્રીએ અંજનશલાકાની પ્રત, પાઈયવિજાણગાહા’, ‘પ્રાકૃત પાઠશાળા માર્ગદર્શિકા' વગેરે ગ્રંથોના સંપાદનનું કાર્ય પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક કર્યું છે. જ્ઞાનોપાસના સાથે માસક્ષમણ, સિદ્ધિતપ અને વીશસ્થાનક જેવી કઠિન તપારાધના કરી પૂજયશ્રી સંયમજીવનને સાર્થક બનાવી રહ્યા છે. પૂજ્યશ્રી આવા જ્ઞાનયજ્ઞ અને તપયજ્ઞમાં અવિરતપણે વિકાસ સાધી શાસનપ્રભાવક સુકાર્યોમાં પ્રવૃત્ત રહો એ જ શુભકામના.
આરાધના તારે, ધરાધના ડૂબાડે...
આરાધકો કરજો રૂડી આરાધન, કદીય ન કરશો. વિરાધના,
એક
જ
ર
ભૂલે ચૂકે જે કીધિ વિરાધના, નિષ્ફળ જશે બધી સાધના
નિષ્ફળ જશે બધી સાધના
- Sછે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org