________________
૬૨૦
વિશ્વ અજાયબી :
બંધુબેલડી પૂ.આ.શ્રી જિનચંદ્રસાગરસૂરીશ્વરજી મ. પૂ.આ.શ્રી હેમચંદ્રસાગરસૂરીશ્વરજી મ.
નિઃસ્પૃહી અને પ્રેમાળ મૂર્તિ જિનશાસનનું ગૌરવરત્ન
પૂ. આચાર્યશ્રી વિજયકાજયસૂરીશ્વરજી મહારાજ
પુણ્યપાવન ગુજરાત પ્રાન્તના જામનગર શહેરમાં વીસા ઓસવાલ ઝવેરી લાભુભાઈ ખેંગારભાઈ રહે. એમને ત્યાં સં. ૨૦૧૦ના ભાદરવા વદ ૮ને દિવસે એક પુત્રરત્નનો જન્મ થયો. બાળકનું નામ કિરણકુમાર રાખ્યું. માતાપિતાના ધાર્મિક સંસ્કારો વચ્ચે રહીને બાળક કિરણકુમારમાં પ્રથમથી જ ધાર્મિક સંસ્કારોનો વિકાસ થયો અને આગળ જતાં, સંસાર પ્રત્યેની વિરક્તિ અને સંયમજીવન પ્રત્યેની ભાવના વધતાં ગયાં અને તે દીક્ષાગ્રહણ કરવાના સંકલ્પ સમક્ષ આવીને અટલ બન્યા! જામનગરમાં સં. ૨૦૧૮ના વૈશાખ સુદ ૬ને શુભ દિવસે પૂ. પં.શ્રી વિનય-વિજયજી મહારાજશ્રીના વરદ્ હસ્તે દીક્ષા લીધી અને તેઓશ્રીના શિષ્ય મુનિરાજ શ્રી કલ્પજયવિજયજી તરીકે જાહેર થયા.
પૂજ્યશ્રી પહેલું ચાતુર્માસ જામનગર-દિગ્વિજય પ્લોટમાં કરીને, વિહાર કરી સીધા જ શ્રી સમેતશિખરજીની યાત્રાએ ઊપડ્યા. દસ વર્ષ સુધી ગુજરાત બહાર રહીને શાસ્ત્રાભ્યાસ કર્યો. ગુજરાતમાં પૂ. ગુરુદેવ સાથે રહીને શાસનનાં વિવિધ કાર્યો કર્યા. નાની ઉંમરમાં વ્યાખ્યાતા બન્યા. સરળ અને સચોટ શૈલીમાં વ્યાખ્યાન આપવાની અદ્ભુત કુશળતાથી જૈન સમાજમાં ખૂબ વિખ્યાત બન્યા. વિદ્વત્તા, પ્રભાવકતા અને વત્સલતાને લીધે વિશાળ શિષ્યસમુદાય ધરાવે છે. તેઓશ્રીને સં. ૨૦૩૩માં કારતક વદ પાંચમે અમદાવાદનવરંગપુરામાં ગણિ–પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં આવ્યા અને સં. ૨૦૩૯ના જેઠ સુદ પાંચમે ધ્રાંગધ્રા મુકામે મહામહોત્સવપૂર્વક આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. વર્તમાનમાં સૌથી નાની ઉંમરે આચાર્ય પદવી પ્રાપ્ત કરનારા તેઓશ્રી એક માત્ર મહાપુરુષ છે. સં. ૨૦૪૫નું ચાતુર્માસ મલાડ સંઘના વારંવાર આગ્રહથી મુંબઈમાં કરીને વિવિધ આરાધનાપૂર્વક જૈનધર્મનો જયજયકાર વર્તાવ્યો. પૂજ્યશ્રી ગુરુનિશ્રાએ અનેકવિધ શાસનપ્રભાવના કરતાં શિષ્યસમુદાય અને ભક્તસમુદાય વચ્ચે વિચારી રહ્યા છે અને જયવંતા વર્તી રહ્યા છે. એવા એ સમર્થ સૂરિવરને કોટિ કોટિ વંદના!
વર્તમાનમાં જૈનસંઘોની પવિત્ર-પુણ્યશાળી અને પ્રભાવક પ્રમુખ પ્રતિભાઓમાં જેઓશ્રીનું નામ અચૂકપણે આદરપૂર્વક સહસા લેવાઈ જાય એવા છે બંધુબેલડી પૂ. આ. શ્રી જિનચંદ્રસાગરસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરસૂરીશ્વરજી મ. જીવન તેજ–લકીરનું શબ્દ ચિત્ર.....
મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના છાણી ગામે જૈન સંઘને અનેક શ્રમણ-શ્રમણી રત્નોની ભેટ ધરી છે. ઘરે-ઘરેથી સંયમ સ્વીકારના આત્માઓથી “છાણી-દીક્ષાની ખાણી' રૂપે પ્રસિદ્ધ છે. આ છાણીમાં પિતા શ્રી શાંતિલાલ છોટાલાલ શાહ તથા માતા મંગુબહેનની રત્નકુક્ષિથી પાંચ પુત્ર-ત્રણ પુત્રીઓએ જન્મ લીધો. માતાના હાલરડામાં જ સંયમ કોડને જગવતા ભાવો પ્રગટી રહ્યા હતા જેથી પરિવારમાંથી પાંચ સંતાનોએ સંયમ સ્વીકાર કર્યો છે. કુલ્લે આઠ પુણ્યાત્માઓ વીરધર્મની સંયમચર્યા આરાધી રહ્યા છે.
પરિવારમાં સૌથી નાના બે પુત્ર જયકાન્ત અને હર્ષકાન્ત બાલ્યકાળથી જ એક-બીજાના બંધુપ્રેમથી બંધાયા હતા. બંને બંધુ બધું જ કાર્ય સાથે જ કરતા. એથી એમને બંધુ બેલડીના નામથી લોકો સંબંધે છે. એમનું શૈશવ સત્ત્વ અને સંસ્કારથી શોભતું હતું.
સુશ્રાવક શાંતિલાલે ઘરઆંગણે શાસન સુભટ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.ને પધરાવી ભવ્ય મહોત્સવ આયોજ્યો. પૂજ્યશ્રીના વરદ્હસ્તે સં. ૨૦૨૦ના વૈ. સુ. ૧૦ના દિવસે જયકાન્ત ઉંમર વર્ષ ૧૨, હર્ષકાન્ત ઉમર વર્ષ ૧૦ સંયમધર્મ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org