SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ સુદ ૧૧ના શુભ દિને સં. ૨૦૪૧માં પૂ. પંન્યાસજી શ્રી અભયચંદ્રવિજયજીને આચાર્યપદથી નવ પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં ગુરુદેવે અલંકૃત તૃતીયપદ કરવામાં આવ્યા. હવે પંન્યાસજી ‘આચાર્યશ્રી વિજયઅભયદેવસૂરીશ્વરજી' બની રહ્યા. પૂ. આ. શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા.ની પાવન પ્રેરણા દ્વારા અનેકવિધ કાર્યોમાં—બનાસકાંઠા જિલ્લાના અતિ પ્રાચીન શ્રીરામસણ-તીર્થના જીર્ણોદ્વાર કાર્ય તેમ જ ભાયંદર (વેસ્ટ)માં આચાર્યશ્રી વિજય રામસૂરીશ્વરજી જૈન જ્ઞાન મંદિર ટ્રસ્ટ સ્થાપી—ત્રણ જિનાલયો-ત્રણ ઉપાશ્રયો, સાધારણભવન તેમ જ મુંબઈમાં પ્રથમક્રમે જેમાં ૮૦૦ વિદ્યાર્થીઓ ધાર્મિક અભ્યાસ કરી સમ્યજ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે તેનું નવનિર્માણ કર્યું. ભીલડિયાજી તીર્થમાં શ્રી જૈન શ્રમણ શ્રાદ્ધ સેવા ટ્રસ્ટ દ્વારા વૃદ્ધ સાધુ-સાધ્વીજી માટે શ્રમણ-શ્રમણી વિહાર સંઘને આરાધના માટે પાઠશાળા જિનાલય-ઉપાશ્રય-ભક્તિભવન આદિ નિર્માણ—અને તે જ ટ્રસ્ટના નેજા હેઠળ સુરત અર્પણ એપાર્ટમેન્ટમાં જિનાલય-ઉપાશ્રય—પાઠશાળાનું નિર્માણ કાર્ય કરાવ્યું છે. ડીસા ચાર રસ્તા પાસે વર્ધમાન જૈન વિહારધામ'નું રમણીય સંકુલ જિનાલય-ઉપાશ્રયો, ધર્મશાળા-ભોજનશાળાવિશાળ હોલ સાથે નિર્માણ થયું-ગાંધીનગર સરખેજ હાઇવે પર ગોતા હાઉસિંગ બોર્ડમાં શુભમંગલ શ્વે. મૂ. પૂ. સંઘ સ્થાપીજિનાલય, ઉપાશ્રય, પાઠશાળા, આયંબિલ શાળા નિર્માણ થયું. અભય ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ જયપ્રેમ સોસાયટીમાં બિમાર સાધુ-સાધ્વીની સેવાર્થે ને પાલડી-તીર્થભૂમિ એપાર્ટમેન્ટમાં સાધુ-સાધ્વી પાઠશાળાનું નિર્માણ ને હવે આ રીતે પૂજ્યશ્રી આચાર્યપદ પામ્યા પછી ગુરુકૃપાએ–અનેકવિધ શાસનપ્રભાવનાનાં ઉપરોક્ત કાર્યો સિવાય-બીજાં પણ શાસનપ્રભાવનાનાં કાર્યોમાં ૧૦૦ જેટલાં અંદાજિત ગામોમાં જિનાલય, ઉપાશ્રય, પાઠશાળા, આયંબિલશાળા કંઈકને કંઈક પોતાની કુનેહ બુદ્ધિથી ઉદારતા ને સરળ સ્વભાવથી પ્રેરણા આપી કરાવ્યાં છે ને હજુ પણ અવિરત ચાલુ છે. ઘણાં ગામોમાં અજૈનો પણ પૂજ્યશ્રીની પ્રેરણા પામી ધર્મમાર્ગે જોડાયા. પૂ. તપાગચ્છાધિપતિશ્રીના કાલધર્મ બાદ પૂજ્યશ્રીની ભાવનાનુસાર ડહેલાના ઉપાશ્રય સુરતના પ્રત્યેક સંઘો પૂજ્યશ્રીની લાગણીથી સંકળાયેલા કુવાલા-મોરવાડા આદિ ગામોના સંઘોની ઉપસ્થિતિમાં અનેક આચાર્ય ભગવંતો, પદસ્થો, મુનિભગવંતો, સાધ્વીજી ભગવંતો તેમજ ૩૦ હજારની જનમેદની વચ્ચે Jain Education International ૬૦૩ ગુરુદેવની સમાધિ પાસે ગુરુરામ પાવનભૂમિ સુરતમાં સં. ૨૦૯૧ અષાઢ સુદ-૧ના મંગલ દિને ગચ્છાધિપતિ પદે આરૂઢ કરવામાં આવ્યા. પૂજ્યશ્રીના આ ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીની નિશ્રામાં સાંચોરીભુવનમાં થનાર વિવિધ અનુષ્ઠાનો તથા અન્યત્ર પૂજ્યશ્રીની પ્રેરણાથી કાયમી સંભારણારૂપે થનારા સુંદર કાર્યોની નોંધ આ મુજબ છે. કારતક સુદ ૧૩ થી કારતક વદ ૨ સુધી પાલિતાણા દોશીભુવનમાં ભવ્ય અંજનશલાકા મહોત્સવનું આયોજન, કારતક સુદ ૧૫ થી પોષ સુદ ૧૫ સુધી પાલિતાણામાં સત્યાવીશ એકડા ધર્મશાળા નવાણું યાત્રા અને માળારોપણ મહોત્સવનું આયોજન. અભય ફાઉન્ડેશન, અમદાવાદના ઉપક્રમે ગુજરાત સરકાર દ્વારા નક્કી થયેલ શ્રી સિદ્ધાચલ તીર્થમાં ગુરુકુલ આસપાસ અઢીદ્વીપ પાસે ‘ગુરુ રામ પ્રવેશદ્વાર’ નિર્માણનું આયોજન તેમજ ધંધુકા નગરમાં નગરપાલિકાના આદેશથી હેમચંદ્રાચાર્ય ગુરુરામ પ્રવેશદ્વાર થનાર છે. ધાનેરા જૈનસમાજ-નવસારી દ્વારા નવસારીમાં પ્રવેશ કરતાં “ગુરુ રામ પ્રવેશદ્વાર''નું ભવ્ય આયોજન વિશાળ સંકુલનું નિર્માણ થયું છે. સુરત શુભમંગલ ફાઉન્ડેશન ગુરુરામ પાવનભૂમિ (અગ્નિ સંસ્કાર સ્થળ)માં પણ કાયમી સાધર્મિક ભક્તિ મંડપનું આયોજન. અડાલજ જૈન સંઘના ઉપક્રમે અડાલજથી કલોલ જતા હાઈવે પર શેરીસા ગામે ગુરુ રામ વિહારધામનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં જિનાલય અને ઉપાશ્રય, ભોજનશાળા, ધર્મશાળાનું નિર્માણ થયું છે. ધંધુકાથી બરવાળા જતાં તગડીથી છ કિ.મી.ના અંતરે પોલારપુર ગામના બસ સ્ટેન્ડ પાસે હાઈવે ટચ અભય ફાઉન્ડેશન અમદાવાદના ઉપક્રમે ગુરુરામ છ'રિપાલિત સંઘ વિહાર ધામનુ આયોજન. બોરસદ પાસે આસોદર ચોકડી અભય મોક્ષ જૈન વિહારધામ : જિનાલય-ઉપાશ્રય, ભોજનશાળાનું નિર્માણ થયું છે. ભાયંદરમાં શ્રી રામસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ દ્વારા ચાલતી આચાર્યશ્રી સુરેન્દ્રસૂરિ પાઠશાળાના રજત જયંતી વર્ષની ભવ્ય ઉજવણીનું આયોજન પૂજ્યશ્રીની પ્રેરણાથી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy