SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૨ आचार्यश्री को प्रदत्त सम्मेतशिखर तीर्थोद्धारक का सन्मान | નેપાલ-વાતમાંડો, વિહાર, યુ.પી., વંચાત, વિત્ની, राजस्थान, ગુખરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રવેશ, તમિત્રનાડૂ, आन्ध्रप्रदेश, कर्नाटक, उत्तराखंड आदि अनेक प्रांतों में 1,00,000 જિ.મી. સે અધિષ્ઠ પાટ્ વિદાર છૅ દ્વારા जिनशासन की अभूतपूर्व धर्म प्रभावना । पूज्य श्री के सत्प्रयासों से स्थापित कोबा स्थित विश्व का सबसे बड़ा जैन ज्ञान भंडार श्री महावीर जैन आराधना केन्द्र एवं आचार्य श्री कैलास सागरसूरि ज्ञानमंदिर । इक्कीसवी सदी में जैन धर्म एवं समाज को पूरे विश्व में बहुजन हिताय... संगठित और समुन्नत करनेवाले शासन प्रभावक शिष्य संपदा, श्रुत संपदाके सर्जनहार । स्व. इंदिरा गांधी एवं मोरारजी देसाई आदि अनेक राजमान्य, गणमान्य महानुभावों को अपनी ओजस्वी वाणी के द्वारा शासन हित में प्रभावित करनेवाले प्रथम जैनाचार्य । स्कूलों में अंडों के द्वारा नियमतः सेवन के महाराष्ट्र सरकार के अधिनियम को एवं शेत्रुंजी डेम में मच्छीमारी को अपने प्रभावी हस्तक्षेप द्वारा बंद कराने का श्रेयस्कर सत्कार्य इत्यादि अनेकों कार्यों के द्वारा जिनशासन की गरिमा को श्रेष्ठतम बनाने वाले युगदृष्टा आचार्य प्रवर के चरणों में कोटि कोटि वंदना सह अभिवंदना । ડહેલાના ઉપાશ્રયના જાજરમાન પાટપરંપરાના ગચ્છાધિપતિ ૫. પૂ. આચાર્ય શ્રી વિજચઅભયદેવસૂરીશ્વરજી મહારાજ ગરવી ગુજરાતના પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાની એ ગૌરવગાથા છે કે રાધનપુર જેવી નગરીના પ્રત્યેક ઘરમાંથી એક એક આત્મા તો દીક્ષિત બનેલ છે જ. પચ્ચીશ પચ્ચીશ શિખરબંધ જિનાલયોથી શોભતા રાધનપુરમાં મોદી કુટુંબના આધારસ્તંભરૂપ શ્રી રમણિકભાઈનાં ધર્મપત્ની કાંતાબહેનની રત્નકુક્ષિએ સં. ૨૦૦૬ના ચૈત્ર વદ ૧૩ ને દિવસે Jain Education International વિશ્વ અજાયબી : એક બાળકનો જન્મ થયો. બાળકનું તેજસ્વી મુખ જોઈને લોકો કહેવા લાગ્યાં કે, આ બાળક અપ્રતિમ વૈભવશાળી અને મહોત્તમ વ્યક્તિ બનશે. આવી અતુલ પ્રતિભા જોઈને માતાપિતાએ નામ પાડી દીધું ‘અતુલ’. અતુલને બાળપણમાં જ સાંસારિક કાર્યોમાં ઓછો અને ધાર્મિક કાર્યોમાં વધુ રસ પડવા માંડ્યો. બાળપણથી તેને દર્શન, પૂજા, સામાયિક આદિ ધર્મક્રિયાઓમાં વિશેષ રુચિ થવા માંડી. ધીમે ધીમે મોટા થતા અતુલનું મન વૈરાગ્ય તરફ વળવા માંડ્યું. સાધ્વીશ્રી કંચનશ્રીજી મહારાજની પ્રેરણાથી પૂ. ગુરુદેવ પાસે રાખવાની ભલામણ થઈ. પૂ. ગુરુદેવે બાળક અતુલને યોગ્ય જાણી, માત્ર ૧૨ વર્ષની કોમળ વયે પાટણ નજીકના સંખારી ગામમાં સં. ૨૦૧૯ના માગશર સુદ પાંચમના શુભ દિને જિનાલયમાં ભાગવતી દીક્ષા આપી અને મુનિશ્રી આનંદ વિજયજી નામે ઘોષિત કર્યા. પાટણમાં વડી દીક્ષા સમયે ગુરુદેવે આનંદવજયમાંથી અભયચંદ્ર તરીકે જાહેર કર્યા. લોકોની આંખોને આનંદ આપતા બાલમુનિ દિનપ્રતિદિન જ્ઞાન-ધ્યાનમાં સતત આગળ વધવા લાગ્યા. નાની વયે અભ્યાસ અને વિહારમાં પણ સતત પ્રવૃત્ત રહીને તેમણે સૌનાં હૃદય જીતી લીધાં. પૂ. ગુરુદેવની નિશ્રામાં બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન આદિ પ્રદેશોમાં વિચર્યા. અનેક પ્રકારની શાસનપ્રભાવના કરી. એનાથી પ્રભાવિત થઈને અનેક સંઘો દ્વારા ગુરુદેવને તેમને પદવી પ્રદાન કરવાની વિનંતીઓ થઈ. પ્રાંતમુંબઈના પ્રાચીનતમ દેવસુર સંઘના ઉપક્રમે ગોડીજી ઉપાશ્રયમાં સં. ૨૦૩૬ના કારતક વદ ૪ને શુભ દિને ગુરુમહારાજે તેમને ‘ગણિપદ’ થી અને ડહેલાના ઉપાશ્રય (અમદાવાદ)ની વિનંતીથી ડહેલાના ઉપાશ્રયની ગાદીએ ‘પંન્યાસપદ’ થી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૩૭ના ચૈત્ર વદ ૩ના દિવસે ઊજવાયેલા આ ઉત્સવમાં અસંખ્ય ભાવિકોએ લાભ લીધો. ગુરુદેવ શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજે પોતાના કરકમલથી પ્રિય શિષ્ય શ્રી અભયચંદ્રવિજયજી ગણિવરને વાસક્ષેપ નાખી પંન્યાસજી બનાવ્યા. પૂ. પંન્યાસજી શ્રી અભયચંદ્રવિજયજીની વ્યાખ્યાનશક્તિ અદ્ભુત છે અને વ્યવહારદક્ષ આયોજનશક્તિ અપૂર્વ છે. એ કારણે તેમના દ્વારા અનેક ભાવિક આત્માઓએ સાધુજીવન સ્વીકાર્યું. પૂજ્યશ્રીની અનેકવિધ પ્રભાવનાથી પ્રભાવિત થઈ અનેક શ્રીસંઘોએ તેમને આચાર્યપદથી અલંકૃત કરવાની વિનંતી કરી. સકળ સંઘોની આ ભાવનાને માન આપી, જે દિવસે ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ગૌતમસ્વામી આદિને ગણધર પદવીઓ આપી સંઘની સ્થાપના કરી હતી તે વૈશાખ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy