________________
૫૯૪
વિશ્વ અજાયબી :
હું સાધુને નમન કરું છું, જેથી પાપનો નાશ કરું છું, હું સાધુ પરમેષ્ઠીને સ્મરું છું, ફળસ્વરૂપે ઉત્તમ ગતિને પામું છું, સાધુ ભગવંતની પૂજા કરું છું અને અધિક સંસાર ભ્રમણ યજું છું, સાધુને હૃદયે ધરું છું અને ફળસ્વરૂપે શિવત્વ મોક્ષને પ્રાપ્ત
જાસ હીત શીખથી......
આવા શ્રમણને વંદના માત્રથી લોકો પાપમુક્ત બને છે. તેથી એક શ્લોકમાં કહ્યું છે કે – "चित्रेऽपि लिखितो लिङ्गी वन्दनीयो विपश्चिताम् । निश्चेताः किं पुनश्चित्तं दधानो जिनशासनम् ।।"
ચિત્રમાં અંકિત અચેતન સાધુ પણ વિદ્વાનો દ્વારા વંદનીય હોય છે તો પછી જિનશાસનને ધારણ કરનાર ચેતન સાધુની તો વાત જ શું કરવી ?
સાચા સાધુઓ તો સંસ્કૃતિના વણઝારા છે. પ્રાચીનકાળમાં વણઝારાઓ પોતાની (પોઠ) વણઝારમાં સફેદ માટી ખડી ને લાલ માટી લઈને વેચવા વિભિન્ન પ્રદેશોમાં ફરતા હતા. એ રીતે સાધુઓ પણ સંસારીજનો માટે વ્યવહાર કુશળતાની જીવનની ઊર્ધ્વ વ્યવહાર ગતિશીલતાની શીખ ઉપદેશરૂપ લાલમાટી તો બીજી બાજુ સંસારથી ઉપર ઊઠી મોક્ષની પવિત્રતા–મહાનતાની સૂઝરૂપ ખડી-ધવલ માટી લઈ સર્વત્ર વિહરતા રહે છે.
કદાચ પૃથ્વી ટીંબે જૈન શ્રમણ ભગવંતો સિવાય કોઈ આવા ઉગ્ર તપ તેમજ અત્યંત પરોપકારભર્યા વિહારો કોઈ કરતું જાણ્યું નથી.–આધ્યાત્મિક વિભૂતિ પૂ. ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં સાચું જ કહ્યું છે કે પરસ્પરોપગ્રહો નીવાના તત્ત્વા0 5/21
સમગ્ર સંસારમાં પરસ્પર શાંતિ અને સહ અસ્તિત્વ સાથે જીવસૃષ્ટિને જીવવા માટેનો સર્વોત્તમ માર્ગ બનાવનારા શ્રમણ ભગવંતો દીવાદાંડી સ્વરૂપ છે. જૈન શ્રમણ ભગવંતોને લાખ લાખ વંદના.
વિશ્વભરના ધર્મોમાં ઈશ્વરી તત્ત્વ-પરમ તત્ત્વની પૂજા અર્ચના કીર્તિગાન જોવા મળે છે; પણ તે, તે તત્ત્વની અજ્ઞેયતાગૂઢતા કે ભયયુક્ત પ્રીતિને લીધે.
પરંતુ એક દિગંબર શ્લોકસંગ્રહના મંગલાચરણમાં પૃથ્વીટીબે વિહરતા-માનવના પરમ શિખર સમા જૈન સાધુત્વના કરેલાં ગુણગાન-એના તરફનો અહોભાવ જાણી જૈન સાધુત્વને અનાયાસ મસ્તક નમી જાય છે.
साधुं नमामि दुरितं ननु संहरामि, साधुं स्मरामि सुगति परिवर्धयामि। साधुं महामि भवतामधिकांजहामि, साधुं धरामि हृदये शिवतां प्रयामि ।।
સાંજના સમયે ઉપાધ્યાયજી ગ્રન્થસર્જનમાં લીન છે ત્યારે પાણી વાપરવા શિષ્ય વિનંતિ કરી રહેલા છે...પણ તેટલામાં સૂર્યાસ્ત થઈ જાય છે
આચાર્ય શ્રી સિંહસૂરિ મહારાજ. સંઘમાં અજાણ્યું નામ. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજની પરંપરાના શ્રદ્ધેય આચાર્ય મહારાજ. સત્યવિજયજી પંન્યાસ આ આચાર્ય મહારાજને જ કહેવા લાગ્યા કે “સાહેબ ! હવે ક્રિયોદ્ધાર કરવો જરૂરી છે.” ત્યારે નિખાલસપણે આચાર્ય મહારાજે કહ્યું કે “અમે ઘરડા થયા છીએ. તમે દીક્ષા લઈને કરો.” આ વાક્યના જોરે સત્યવિજયજીએ દીક્ષા લીધી અને ક્રિયોદ્ધાર કર્યો.
આ ઘટના બની તે પહેલાં વિ.સં. ૧૭૦૩માં શ્રી યશોવિજયજીનું હીર પારખીને કહ્યું હતું કે “તમારે સંવિજ્ઞપાક્ષિકના પક્ષમાં રહેવાનું અને સત્યવિજયજી જે સાહસ કરે તેને પ્રોત્સાહિત કરવાના.” આ શિખામણ તેમને ઘણી કામમાં લાગી. તેથી તેમને ૩૫૦ ગાથાના સ્તવનની પ્રશસ્તિઢાળમાં આચાર્ય સિંહસૂરિ મહારાજને આ સંદર્ભમાં યાદ કર્યા અને તેઓશ્રીના જીવનને કવનમાં ગૂંથતા ‘વિજયોત્તર નહીંવાઘ'ની રચના કરી. આખી કડી આ પ્રમાણે છે :
“તાસ પાટે વિજયસેનસૂરિસર પાટે ગુરુ વિજયસિંહ ઘોરી જાસ હિત શીખથી માર્ગ એ અનુસર્યો જેહથી સવિટળીકુમતિ ચોરી.”
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org