________________
જૈન શ્રમણ
પરંપરાઓમાં એક પાયાનો ભેદ છે કે, બ્રાહ્મણ પરંપરા બ્રહ્મઈશ્વરમાં માનનારી અને એની કૃપાથી મોક્ષ પામી શકાય તેમ માનનારી છે-આ પરંપરામાં ઈશ્વરના અવતારોની, તેની ભક્તિની, કૃપાદૃષ્ટિની અપેક્ષાની મહત્તા છે. આ બ્રાહ્મણ પરંપરામાં અવતારવાદ સ્વીકૃત છે એટલે કે ઈશ્વર અવતાર ધારણ કરે છે.
શ્રમણ પરંપરામાં (જૈન અને બૌદ્ધ) આત્મોદ્ધાર માટે શ્રમનું આગવું મહત્ત્વ છે. ગીતાની જ વાત દ્ધ્રેવાભનાત્માનમ્ કોઈ પણ દેવ-દેવીની કૃપા-યાચના વગર પોતાના આત્માને લાગેલાં કર્મ–જાળાંને સ્વ-પુરુષાર્થથી દૂર કરી તીર્થંકરત્વ પામી શકાય છે, એટલે કે આત્મ ઉદ્ધાર-મોક્ષ માટે શ્રમણત્વનું કેટલું મૂલ્ય છે તે સમજી શકાય તેવી વાત છે. આત્મોદ્ધારની મોક્ષની પગદંડીએ વળનાર જૈન શ્રમણ ભગવંતો સાચા અર્થમાં વિશ્વની અનન્ય વિભૂતિઓ છે. સર્વ વિરતિ લેતાં–સંસારત્યાગ કરનાર શ્રમણનું જીવન જ બદલાઈ જાય છે. ‘અભિધાન રાજેન્દ્ર કોશ'માં વ્યાખ્યા છે કે શ્રમમાનયતિ પશ્વેન્દ્રિયાનિ મનશ્ચેતિ वा श्रमणः श्राम्यति संसारविषयेषु खिन्नोभवति तपस्यति वास શ્રમાઃ । પાંચ ઇન્દ્રિયો તથા મનને શાંત કરે, સંસારના વિષયોથી ઉદાસીન રહે, તપ કરે તે શ્રમણ કહેવાય.
શ્રમણ ભગવંત મહાવીરની પરંપરાના ધાર્મિક ઇતિહાસમાં શ્રમણની સાધના તલ્લીનતા ધર્મના–સાધનાના ઇતિહાસનું એક આગવું-અતિ વિરલ પ્રકરણ છે. શ્રમણ ભગવંતોનું જીવન સંસારના કોઈ પણ ધર્મ-સંપ્રદાયના સાધુઓ કરતાં તદ્દન નિરાળું છે. અહિંસા, ત્યાગ અને તિતિક્ષાસહિષ્ણુતા એમના જીવનનું અભિન્ન અંગ બની જાય છે.
શ્રમણ ગોચરી દ્વારા શરીર નિર્વાહ કરે છે. ‘ગોચરી’ શબ્દ પણ જૈન સંસ્કૃતિનો આગવો શબ્દ છે. ગો—ગાય ચરે તેમ ભિક્ષા એટલે ગોચરીથી નિર્વાહ કરવો-જીવન ટકાવવું. પશુઓમાં ગાય જ ઘાસને-છોડવાને મૂળમાંથી ઉખેડી નાખ્યા સિવાય–ઉપર ઉપરથી ઘાસને નુકશાન ન થાય તે રીતે ચરે છે. ક્યાંય કશાને ય હાનિ નહીં. આ જ રીતે શ્રમણ ભગવંતો ઘેરઘેરથી ‘ગોચરી’વહોરી લાવે છે. શ્રમણની નિર્વાહ પદ્ધતિ વિશ્વભરમાં નિરાળી છે. કોઈ શ્રાવક ઘરને કશીય તકલીફ નહીં.
જ્ઞાન આરાધનામાં શ્રમણ ભગવંત અતિ જાગૃત હોય છે. પઢમં નાળ તો વયા-આ છે જ્ઞાનનું મહત્ત્વ. ભગવદ્ગીતા કથિત વાત “મૈં ફ્રિ જ્ઞાનેન સદૃશં પવિત્રમિદ્દ વિદ્યતે” આ વિધાન શ્રમણના જીવનમાં પ્રત્યક્ષ જોઈ શકાય છે.
Jain Education Intemational
૫૯૩
સંસારનો ત્યાગ ત્યાગ છે!
ત્યાગનું અભિમાન પણ રાગ છે.
રાત્રિભોજન કે જલપાન આદિનો ત્યાગ એટલે કે સૂર્યાસ્ત પૂર્વે આ બધું વાપરી લેવું એ એમની સહજ ક્રિયા બની ગઈ હોય છે, પરંતુ જ્ઞાનની આરાધનામાં શાસ્ત્ર-સર્જનાદિમાં તલ્લીન થઈ જતાં શ્રમણ ભગવંતો પાણી વાપરવાનું ય ભૂલી જતા હોય છે. આવું એક હૃદયસ્પર્શી ચિત્ર-દૃષ્ટાંત પૂ. આ. પ્રદ્યુમ્નસૂરીશ્વરજીની પાઠશાળા' પત્રિકાના એક અંકના અંતિમ પૃષ્ઠ પર આંખો અને હૃદય ઠારતું ચિત્ર અંકિત છે—ઉપા. યશોવિજયજી શાસ્ર-સર્જનમાં તલ્લીન છે. શિષ્ય પાણી લઈને
ઊભા છે....... સૂર્ય રતુંબડો થઈ ગયો છે. આથમી ગયો ! જળ વાપરવું રહી ગયું...........આ છે જ્ઞાન-આરાધના માટેની તલ્લીનતા !! તે ધર્મના ઇતિહાસનું એક વિરલ પૃષ્ઠ છે. મુખપાઠ અને સતત મનન ચિંતન તો શ્રમણનું ખાસ લક્ષણ છે.
શ્રમણ તો સદૈવ પાદવિહારી. એમના વિહાર-યાત્રાસંઘો તો ધર્મનાં અનોખાં પ્રકરણો છે.
स्पृष्टा यत्र मही तदङ्घ्री कमलैस्तमैतिस तीर्थताम् । तेभ्यस्तेऽपि सुराः कृताञ्जलिपुटा नित्यं नमस्कुर्वते ॥
For Private & Personal Use Only
તેમનાં ચરણકમલોનો સ્પર્શ પામતી ધરતી સાચા અર્થમાં તીર્થપણાને પ્રાપ્ત કરે છે. પ્રસિદ્ધ દેવો પણ અંજલિ રચીને તેમને નમસ્કાર કરે છે. આ વિહારની અદ્ભુતતાદર્શક શ્લોકાર્ધ છે!
જૈનધર્મ તો અહિંસા પરમો ધર્મ: હોવાથી તેનું સંપૂર્ણ આચરણ કરવા રાજાઓ સમ્રાટપદ ત્યજી શ્રમણત્વ અંગીકાર કરે છે અને ગોચરીથી જીવન ટકાવે છે. જૈનધર્મમાં ગોચરીભિક્ષા વહોરવાનો–વહોરાવવાનો એક અનોખો આચારધર્મ તો સંસાર-દુર્લભ ધર્મપ્રકરણ છે–તે અંગેના ચોક્કસ નીતિનિયમો હોય છે.
www.jainelibrary.org