________________
જૈન શ્રમણ
(૬૮) બહાદુરસિંહજી વગેરે શ્રાવકો : નિકટના ભૂતકાળમાં થયેલા શિખરજી તીર્થરક્ષક બહાદુરસિંહજી, ઉદાર સખાવતી હઠીસિંહ શ્રેષ્ઠી, સૂંડાઓનાં મન બદલી નાખનાર માંડલના અમૃતલાલ મલુકચંદ શેઠ, દક્ષિણાવર્ત શંખ અને પાર્શ્વપ્રભુજીની પ્રતિમાના માલિક વઢવાણના છેડા શેઠ, ઘોડાઓને અભયદાન અપાવનાર રતિલાલજી જીવણદાસ વગેરેનાં નામ અને કામ ખ્યાતનામ છે. લેખવિસ્તારના ભયથી સઘળાંય નામ અવતારી નથી શકાયાં. જિજ્ઞાસુવર્ગે શાશ્વત સૌરભ ભાગ-૧ અને ભાગ-૨થી વર્તમાનકાળના સુશ્રાવકોની પિછાણ કરવી. અન્ય અનેક પુણ્યવંત ગૃહસ્થોના પરિચયો પણ પૂર્વના ગ્રંથોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જે માટે જિજ્ઞાસુવર્ગે નિરાંતની પળોનો સદુપયોગ કરી વાંચનને ન્યાય આપવો.
શ્રમણ-શ્રમણીની મોક્ષલક્ષી સાધનાઓ માટે મર્યાદાઓ એટલી મોટી-મહાન-મહત્ત્વની છે કે તેઓ રોટી-કપડાં-મકાનની ચિંતાથી મુક્ત રહે તો જ આત્મસાધનાઓ ગોઠવી શકે. જેમ નાના બાળકની ચિંતા માતા-પિતા કરતાં હોવાથી તેનો સ્વૈચ્છિક વિકાસ સુંદર થાય છે, તેમ શ્રમણોપાસિકાઓ અને શ્રમણોપાસકો સંયમી આત્માઓની સઘળીય આવશ્યકતાઓ પૂરી પાળતા હોવાથી આત્માર્થીઓ કપરા મોક્ષમાર્ગે પ્રગતિ કરે છે, જ્યારે બીજી તરફ ગૃહસ્થો પુણ્યોપાર્જન કરી અથવા અશુભકર્મો વૈયાવચ્ચ દ્વારા ખપાવી આગામી ભવ માટે સંયમપ્રાપ્તિના માર્ગ મોકળા કરે છે.
શ્રમણોની આરાધનાઓ મુક્તિગામિની બની શકે છે, જ્યારે સાંસારિકોને અનેકવિધ આરંભ-સમારંભ, અણુવ્રતો તથા રાગ-રોષના પર્યાયો વચ્ચે રહેવાનું હોવાથી તેઓ જિન અને શ્રમણોની ઉપાસના દ્વારા ફક્ત બારમા વૈમાનિક દેવલોક સુધી જીરણ શેઠની જેમ પ્રગતિ સાધી શકે છે. શ્રમણોની સાધનાનો મૂળ પાયો છે જિનાગમ પઠન-પાઠન-પ્રકાશન, જ્યારે શ્રમણોપાસકોને ધર્મારાધના માટે આલંબન બને છે જિનબિંબ-જિનાલય અને જિનવાસિત મન-તન અને
ધન.
લોકો ઈર્ષ્યા કરે છે કે જૈન શ્રાવકો અન્ય જૈનેતરો કરતાં વધારે સુખી કેવી રીતે બની ગયા છે? તેનાં મૂળ કારણો તપાસતાં માલૂમ થશે તેમને લોકોત્તર ભગવાન, લોકોત્તર ગુરુ અને ધર્મ મળ્યા છે. પ્રભુદર્શિત નીતિ-નિયમોનાં પાલન કરનારને વ્યાપારિક લાભ સાહિજક બને છે. લોકવિશ્વાસ
Jain Education International
૫૮૩
તેમના પ્રતિ વધવાને કારણે પણ ભૌતિક-ધાર્મિક અને સર્વાંગીણ ઉન્નતિઓ થાય છે.
હૃદયની કુણાશ વગર દહેરાસર કે ઉપાશ્રયનાં પગથિયાં ચઢી નથી શકાતાં. આજે જેટલાં જિનાલયો-તીર્થો
આયંબિલશાળાઓ-જ્ઞાનભંડારો-પાંજરાપોળો કે ધાર્મિક સંસ્થાઓ ચાલે છે તેમાં શ્રાવકોની મેઘ જેવી ઉદારતા, કરોડોના દાન, કોઈને કોઈ ધાર્મિક ગુરુદેવની પાવનકારી નિશ્રામાર્ગદર્શન કામ કરી રહ્યાં છે.
પારલૌકિક લાભો તો અચિંત્ય છે, પણ ઇહલૌકિક લાભોના સ્પષ્ટ અનુભવો તેમનો ધર્મોલ્લાસ વધારી દે છે, માટે શ્રમણોપાસકોનું વિશેષ મહત્ત્વ ચતુર્વિધ શ્રીસંઘમાં દર્શાવવામાં આવ્યું છે અને તેવા ધાર્મિકજનોનું જીવન બેફામઉદ્દામ કે નિષ્કામ ન બની જાય તે હેતુથી તેમની દિનચર્યા કેવી હોય તેનું માર્ગદર્શન ધર્મબિંદુ વગેરે ગ્રંથોમાં પીરસાયું છે. વળી પર્વતિથિની વિશિષ્ટ જાગૃતિ માટે પણ તેમને સંદેશ-સંકેત અપાય છે.
સારા અને સાચા શ્રાવકો હંમેશા ગમે તેવાં માનસન્માન અને ઊંચાઈ ઉપર પહોંચશે છતાંય તેઓ પોતાના ઉપકારી ગુરુદેવને માથે રાખી ધર્મપ્રવૃત્તિઓ કરશે. પંચમહાવ્રતધારી સર્વે સાધુભગવંતો પ્રતિ ઊંચો આદરભાવ રાખશે. તેમની જરૂરિયાતો પૂરી પાડશે, ઉપરાંત સેવા-સુશ્રુષામાં પણ પીછેહઠ નહીં કરે. નગરશેઠ, મંત્રીશ્વરો અને રાજાધિરાજો પણ વરસોથી સાધુ-સંતોને નવાજતા આવ્યા છે તો પ્રજાજન તેનું અનુકરણ કરે તેમાં શું આશ્ચર્ય!
પ્રતિપક્ષે જેઓ ફક્ત ભગવાનની સેવા-પૂજા કરી લે, પણ સાધુ-સાધ્વીઓની ઉપેક્ષા કરે તેની પ્રભુભક્તિ પણ ઉત્તમ ફળદાયી નથી બનતી, ઉપરાંત જેઓ ફક્ત ગુરુને જ ભગવાન માની લે અને જિનપૂજા-દર્શનની ઉપેક્ષા કરી નાંખે તેવી વ્યક્તિ પણ તીર્થંકરની આશાતનાના કારણે ઊંચાઈ ન લઈ શકે.
સારમાં ‘વીતરાગ દેવાધિદેવ મારા ભગવાન છે, પંચમહાવ્રતધારી શ્રમણો મારા ગુરુ છે તથા દાન-શીલ-તપ અને ભાવ વગેરે મારો ધર્મ છે' આવી ઠોસ સમજણનો જેને વિકાસ છે, સુખસમૃદ્ધિ તેનો વિલાસ છે.
સાધુઓએ સંસાર છોડ્યો માટે સંસારીઓની માયા પણ છોડી જ દીધી, પણ સાંસારિકોએ સાધુઓના
For Private & Personal Use Only
www.jainelibrary.org