________________
વૈરાગ્યકથા નં.-૨૪
રાજ્યલાલસાના કટુવિપાક પ્રત્યક્ષ દેખી થયેલ વિરક્તિ
રાજા સૂર અને વિધુન્મતિનો હું એકમાત્ર પુત્ર ચિત્રગતિ. સંસારની ચિત્ર-વિચિત્ર સ્થિતિ-પરિસ્થિતિથી ! મને વારંવાર ઉદ્વેગ થતો હતો. છતાંય પૂર્વભવના સ્નેહવાળી રત્નવતી કન્યા સાથે લગ્નગ્રંથીથી જોડાવાનું થયું, કારણ કે ઋણાનુબંધ તેવા હતા. એકવાર વિદ્યાધર મેં સુમિત્ર નામના રાજપુત્રને તેની અપરમા ભદ્રા દ્વારા અપાયેલ વિષની વ્યગ્રતાથી ઉગાર્યો અને મારી તેની સાથે કલ્યાણમૈત્રી થઈ, રાજ્ય પુત્રને મળે એવી ઘેલી લાલચમાં સુગ્રીવ રાજાની બીજી રાણીએ પદ્મ નામના પુત્રના મોહમાં શોક્ય રાણીના પુત્રને હણવા નિષ્ફળ । પ્રયાસ કર્યો. સુયશા કેવળીને પૂછતા જવાબ મળ્યો કે રાજભયથી ભાગી છૂટેલી ભદ્રા જંગલમાં લૂંટાણી, પછી વેચાણી અને પોતે નિરાધારદશામાં દાવાનળના કારણે બળી મરીને પ્રથમ નરકે ગઈ છે. સુમિત્રને ઝેર આપવાના ગંદા કારણથી આગળ પણ ત્રીજી નરક, તિર્યંચગતિ વગેરેમાં ભમવાની છે. તેવું ઉઘાળું વિકૃત સત્ય રાજા સુગ્રીવ સહન ન કરી શક્યા, વૈરાગ્ય થયો ને મારા મિત્ર સુમિત્રને રાજ્ય ભળાવી દઈ દીક્ષા લઈ લીધી. હજુ માંડ ઘટનાની વ્યથા શાંત થાય ત્યાં તો સુમિત્રની બહેનને કમળ નામનો રાજપુત્ર હરણ કરી ગયો.! કલ્યાણમિત્રની વહારે હું દોડ્યો. કમળનો નાશ કરી બહેન છોડાવી પાછી સુમિત્રને સોંપી પણ પિતાની દીક્ષા, બહેનનું અપહરણ આવા કારણોથી વૈરાગી બનેલ સુમિત્રે પણ પુત્રને રાજ્ય ભળાવી મારી સામે જ સુયશા કેવળી પાસે જઈ ચારિત્ર લઈ લીધું. મને સંયમ માટે ઉલ્લાસ ન થયો, બલ્કે પાછળથી પૂર્વભવની પ્રિયા અને આ ભવની રાજપુત્રી રત્નવતીને પરણ્યો. સંસારસુખમાં હું મગ્ન હતો તેવા સમયે ફરી શશિ અને સૂર i નામના બે સામંતરાજપુત્રોને રાજ્યના ભાગલા માટે એકબીજાનું ખૂન કરી નાખનાર હત્યારા દેખી મારું પણ મન હવે સંસારમાંથી ઉઠી ગયું. પૈસા-પરિવાર, રાજ અને ભોગ બેઉની નશ્વરતા સ્પર્શી જતા પોતાના જ્યેષ્ઠ પુત્રને રાજ્ય ભળાવી મેં પણ દમધર આચાર્યભગવંતને શરણે દીક્ષા લીધી. ! રાજેશ્વરી સો નરકેશ્વરી' તેવી ઉક્તિ ખરેખર યથાર્થ વિરાગનું કારણ છે.
(સાક્ષી—રાજપુત્ર ચિત્રગતિ)
Jain Education International
વૈરાગ્યકથા નં.-૨૦
ઘોરસંહાર અને પિતાના પરાભવથી થયેલ વૈરાગ્ય
વાસુદેવ લક્ષ્મણના ચક્રથી અમારા પિતા રાવણનો શિરચ્છેદ થતાં મરણ થયું, પણ તે પૂર્વે સતી સીતાના વ્યામોહથી ઉદ્ભવેલ રામ સાથેના સંગ્રામમાં અનેક નિર્દોષોની ખુવારી થઈ. અમો પણ વિડંબનાઓ પામ્યા. તે પછી અપ્રમેયબલ નામના કેવળી ભગવંત પાસેથી પૂર્વભવમાં ચારિત્ર લઈ બારમા દેવલોકથી ચ્યવી આ ભવમાં રાવણ-મંદોદરી પુત્ર ઇંદ્રજિત અને મેઘવાહન થયા છીએ જાણી ચારિત્ર ભાવના ઉદય પામી. અને પૂર્વભવની ઈદુમુખી માતા આ ભવમાં મંદોદરી નામે માતા થઈ છે, જાણીને તેણીએ પણ અમારા બેઉ સાથે ! ચારિત્ર સ્વીકાર કર્યો અને તે સમયે કાકા કુંભકર્ણને પણ સંસારથી ધિક્કાર છૂટી જતાં તેઓ પણ દીક્ષિત થયા. પિતાના કૂવે ડૂબવા કરતાં કૂવો ઓળંગવા સંસાર છોડી દેવો તે જ ભલાઈનો માર્ગ છે.
(સાક્ષી—ઇન્દ્રજિત-મેઘવાહન)
For Private & Personal Use Only
www.jainelibrary.org