________________
જૈન શ્રમણ
૫૫૯
મંગ-સમ્રાટનો મહાખજાનો
પ્રસ્તુતકર્તા : પ.પૂ. શ્રી જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) પ્રેરક : નવલખા નવકાર આરાધક મંડળ - ભારતવર્ષ
માનવભવ મળ્યા પછી જીતવા જેવો કષાય હોય તો તે છે માન સન્માન અને સ્વમાનના નામે પણ
અભિમાન પોષાઈ જવાની પૂરી શક્યતા છે. તે માટે જ જૈનજગતની વિશિષ્ટ આરાધના છે મહામંત્ર નવકારના જાપની. તેમાંય શાશ્વત તત્ત્વ નવકારની આરાધના થકી અનંતા મુક્તિ પામ્યા અને પામશે, કારણ કે મોક્ષ પણ શાશ્વત છે–પણ જ્યાં સુધી મુક્તિ
( કિનારો ન મળે કે આત્મા મોક્ષ- પુરુષાર્થથી દૂર હોય કે કાળ પાક્યો ન હોય ત્યાં સુધી દરેક ભવોમાં દુર્ગતિથી અને ખાસ તો નરકથી નવકાર બચાવનાર છે. નવલાખ નવકાર મહામંત્રની સમ્યક્ આરાધના, વર્તમાનકાળમાં અનેક આચાર્ય ભગવંતોથી લઈ સાધુ-સંતો અનેક પ્રકારે કરાવી રહ્યા છે, તેમાંય વિશિષ્ટ સાધના છે “નવલખા નવકાર જાપ'ની. ઘર દીઠ, પરિવાર કે કુટુંબ દીઠ નહીં પણ વ્યક્તિગત નવ-નવ લાખ જાપની વિધિપૂર્વક પ્રતિજ્ઞા લઈ ઉચિતાચરણથી આઠ-દસ-બાર વરસમાં નવલખો પૂરો કરનાર ભાવિક વર્ગ પૂર્વે પણ હતો, આજેય પણ છે. આ આરાધના જિનશાસનની દીર્ઘકાલીન આરાધના ગણાય છે. - પ.પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી)ને તે જ નવલખો જાપ ફક્ત ૧૪ વર્ષની માસૂમ ઉંમરમાં તેમના નવકારરાણી ગુરુદેવ પ.પૂ. પં. જયસોમવિજયજી મ.સા. પાસેથી ઝરિયા(બિહાર) મુકામે તા. ૨૧-૧૦૧૯૭૧ના શુભ દિવસે સંપ્રાપ્ત થયો. પુણ્યોદયે ફક્ત સાડાચાર વરસ જેટલા ટૂંકા ગાળામાં નવલખો જાપ કોલેજ લાઇફમાં પૂર્ણ થયો. પછી તો ચાર-ચાર વાર મોતના મુખથી તે જ મહામંત્રે તેઓશ્રીને બચાવી રક્ષણ આપ્યું.
તેથી મળેલો અને ફળેલો તે નવકાર તેમણે દીક્ષાના પૂર્વથી જ સૌને સમજાવવા પ્રારંભ કર્યો અને તેમ કરતાં-કરતાં આ પ્રકાશન સુધીમાં ૧૮ હજારથી વધુ આત્માઓને વિધિક્રિયા કરાવી નવલખા નવકાર જાપમાં જોડ્યા, ૧૦૦થી વધુ સંઘોમાં નવકાર આરાધક મંડળની સ્થાપના કરી, તેના સંચાલન માટે ઠેર-ઠેર નવકાર જાપસમિતિ રચાણી અને આજે ભારતવર્ષના ૨૫૦થી વધુ શ્રી સંઘોમાં નાના ગામથી લઈ મોટા નગરનો ભેદ રાખ્યા વિના વિચરણ કરી મહામંત્રની આરાધના હેતુ જાગૃતિ ખડી કરી છે.
મહામંત્ર નવકાર ઉપરનું વિશિષ્ટ ચિંતન-મનન, અનુપ્રેક્ષાઓ અને લેખન પૂજ્યશ્રીનો મુખ્ય વિષય રહ્યો છે. તેવું જ એક અનુપમ નજરાણું અત્રે પ્રસ્તુત છે જે ખાસ મહામંત્ર નવકારના તમામ આરાધકોને સમર્પિત છે. લેખનું લખાણ વાંચી સૌ મહામંત્ર નવકારનો સવિશેષ સત્કાર કરે, નવલખો જાપ પૂર્ણ કરી આત્મરક્ષણ કરે, સદ્ગતિથી લઈ મુક્તિની સફર સફળ કરે તેવી ભાવનાથી પ્રસ્તુતિ થઈ રહી છે. નમસ્કાર સમો મંત્ર , ન ભૂતો ન ભવિષ્યતિ.”
-સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org