________________
વૈરાગ્યકથા નં.-૧૩ -- દૈવી સંકેતથી થયેલ પ્રતિબોધ)
અનેક રાજકુમારો મને પરણવા સ્વયંવરમાં આવેલા હતા અને આજે તો મારા લગ્ન થવાની પૂરી શક્યતા હતી, તે વચ્ચે પ્રથમ દેવલોકના સૌધર્મેન્દ્રની અગ્રમહિષી નવમિકા નામની દેવી આકાશમાંથી ઉતરી સ્વયંવરના રંગમંડપમાં આવી મને કહેવા લાગી “હે! ધનશ્રી! તું જરાક વિચાર, બોધ પામ. હું કનકશ્રી નામની તારી મોટી બહેન, વીરાંગ નામના વિધાધરે આપણા રૂપના મોહમાં આકર્ષાઈ આપણા બેઉનું અપહરણ કર્યું પણ તરત પછી તેની પત્ની વજશ્યામલિકાના કહેવાથી ગાઢ જંગલ અને નદીતટે આપણા બેઉનો ત્યાગ કર્યો. બેઉ આપણે અનાથાવસ્થામાં અણસણ કરી નવકાર શરણ લીધેલ, જેના પ્રભાવે હે ધનશ્રી! તું કુબેર લોકપાળની મુખ્ય દેવી મટી હવે બળભદ્ર અપરાજિતની વિરતા નામની રાણીથી સુમતિ નામની કન્યા બની છે. પૂર્વભવની નવકારારાધનાના પ્રભાવે આ ભવમાં ઉપવાસને પારણે એક મુનિ ભગવંતને પ્રતિલાલતાં આકાશમાંથી રત્નાદિની વૃષ્ટિ થઈ છે. જેથી તારા સ્વયંવરમાં અનેક દેશોના રાજપુત્રો ખેંચાઈને આવ્યા છે, પણ દેવતાઈ સંકેત મુજબ તે મને ધર્મબોધ કરાવવા સંકેત કરેલ તેથી એક બહેનના કર્તવ્યરૂપે પ્રથમ દેવલોકથી આવી છું. આ ભવમાં તું શા માટે સંસાર વધારવાના અકાર્યમાં પડી છો? હજું પણ બગડ્યું નથી, માટે બોધ પામ”
બસ આ પ્રમાણે લગ્ન જેવા રંગ-રાગ-વિલાસના પ્રસંગમાં દિવ્ય ઘટનાએ મારો વૈરાગ્ય દીપક ઝગાવી દીધો હતો અને મેં બધાય રાજપુત્રોને હાથ જોડી ખમાવ્યા અને દીક્ષા લીધી. મારું છેલ્લા ભવનું નામ સુમતિ. મારી પાછળ સાતસો કન્યાઓએ પણ સંસાર છોડી દીધો છે. દેવલોકના કલ્યાણમિત્રો પણ વૈરાગ્યની વાટ દેખાડી શકે છે, જે માટે હું સ્વયં ઉદાહરણ છું.
(સાક્ષી-રાજકન્યા સુમતિ) |
વૈરાગ્યકથા નં.-૧૭ 'પુત્રના પરાક્રમથી પરાભવ પામી થયેલ વિરક્તિ ---
અયોધ્યાવાસી હું રાજા વિજય, મારા ઈશ્વાકુવંશની અંદર ઉત્પન સૂર્યવંશના અનેક પરાક્રમી રાજાઓએ દીક્ષા લઈ મોક્ષ અથવા દેવલોક સાધ્યા. છતાંય તથાપકારી કર્મોદયે પ્રોઢવયે પણ ચાત્રિની ભાવના મને ન પ્રગટેલ. પણ એક ઘટના એવી બની કે મારા જ પુત્ર વજબાહુએ નાગપુરની રાજપુત્રી મનોરમાને પરણી પાછા અયોધ્યા વળતાં અધવચ્ચે જ સાળા ઉદયસુંદરની મજાકથી ખિન્ન થઈ સાચોસાચ દીક્ષા સજોડે i લઈ લીધી. હાથમાં તાજા વિવાહના કંકણની પણ દરકાર ન કરી અને તેના મહાભિનિષ્ક્રમણના મહાપરાક્રમને દેખી ડઘાઈ ગયેલા તેના સાળા ઉદયસુદરે પણ બીજા ચોવીસ રાજપુત્રો સાથે ચારિત્ર સ્વીકાર કરી દીધા પછી મને મોહદશાનું ભાન થયું. પુત્રો સંસારત્યાગી અને હું અસાર સંસારમાં તેવું વિચારી લજ્જા આવી, તેમાંથી વૈરાગ્ય થયો અને અંતે મેં પણ પુરંદર નામના બીજા પુત્રને રાજવારસો સોંપી નિર્વાણમોહ મુનિરાજ પાસે સંયમ લીધું. પુત્ર-પુત્રીઓને પ્રવ્રયા પંથે જતાં દેખી માતા-પિતા વૈરાગી બને તેવી કહાણી મારી છે.
| (સાક્ષી વિજય રાજા).
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org