________________
વિશ્વ અજાયબી :
૫૧૬ અંધકારનો પડદો પડી જાય છે, ત્યારે દંડાસણનો દીવો આ બધું દેખાડીને મુનિ માટે માર્ગદર્શક બની શકે છે.
વાટ અને તેલ વિનાનો દંડાસણનો આ દીવો જેવું માર્ગદર્શન કરાવે છે, એવું માર્ગદર્શન તો જ્વલંત દીવો પણ ન કરાવી શકે, કારણ કે બળતા દીવાનું માર્ગદર્શન અને જ ઉપયોગી નીવડે, જેની ચર્મચક્ષુ ચમકીલી હોય. જ્યારે દંડાસણ તો પ્રજ્ઞાચક્ષુને ય પથપ્રદર્શક બને છે. આમ દીવા કરતાં ય દંડાસણનું માર્ગદર્શન વધુ મહત્ત્વનું છે.
ઓઘાનું જ એક રૂપ દંડાસણ છે. ઓઘો એની મર્યાદામાં રહીને જયણાની જ્યોત બની શકે છે, જ્યારે દંડાસણ તો એથીય વધુ મોટી મર્યાદા ધરાવીને રાતે ય મશાલની જેમ માર્ગ ચીંધી શકે છે, જેની કાયા પર વૃદ્ધત્વના ઓછાયા ઊતર્યા હોય, એને માટે રાતે દીવાની સાથે સાથે દંડ તરીકેનું પણ કાર્ય અદા કરતું દંડાસણ ખરેખર જીવરક્ષા કરવાપૂર્વક અંધારામાં અથડામણ પણ ટાળી શકે છે.
- સૂપડી-ચરવળી : સૂપડી ને આ ચરવળી, ઉપયોગ જેનો વળી વળી.
સૂપડી એ એક એવી કડી છે, જે દંડાસણ દ્વારા થતી જીવરક્ષાને વધુ સૂક્ષ્મતા સાથે જડી આપે. સૂપડીનો અને ચરવળીનો નાના પાયા પર જયણા-પોષક અવતાર એટલે જ જાણે સૂપડી!
દંડાસણ જીવ-જંતુની રક્ષાપૂર્વક કાજો-કચરો ભેગો કરી આપે, પછી એને વધુ જયણાપૂર્વક કોઈ ખૂણે પધરાવવાની ફરજ અદા કરવાની ઘડીએ જે તરત જ ખડી થઈ જાય, એ સૂપડી.
પાત્રો આદિમાં આપણી જયણાવૃત્તિ જે માધ્યમથી પહોંચી શકે, એ માધ્યમનું નામ જ ચરવળી છે. દૃષ્ટિ દ્વારા પાત્રાદિનું પ્રતિલેખન કર્યા બાદ વધુ પ્રમાણમાં જીવરક્ષાની વૃત્તિ જાળવવા માટે સાધુને એક માત્ર ચરવળીનો સહારો છે. સાધુને જેનો વળી વળી ખપ પડે, એ ચરવળી! જેના તાણાવાણા હળીમળીને જીવો જાળવે, એનું જ નામ ચરવળી.
ઊનમાંથી પોતાનો દેહ ધરતી અને કલાત્મક મંગલાત્મક
ચંદન-દાંડી પર એ દેહને ટકાવતી ચરવળી રૂપ-સ્વરૂપમાં નાની છે, પણ સાધુ-જીવનમાં એનું સ્થાન ખૂબ મોટું છે, માટે જ તો એમ કહી શકાય કે જેનો ખપ પડે વળી વળી, એનું નામ ચરવળી.
જે સૃષ્ટિમાં આપણી દૃષ્ટિ પહોંચતી ન હોય, ત્યાં પ્રવેશીને જે જીવોનું જતન કરે, એવી ચરવળીનું સાધકની જીવનચર્યામાં એક અગત્યનું સ્થાનમાન છે. આ ચરવળી દ્વારા પડેલા સંયમના સંસ્કારોએ જ જાગૃત બનીને શ્રી વલ્કલચીરીને કેવળજ્ઞાન અપાવ્યું હતું, એ ભૂલવા જેવું નથી. નાનામાં નાનાં જીવજંતુ તરફ પણ સાધકે આત્મ-સમભાવ રાખવાનો છે, આ સંદેશનું સદૈવ સંસ્મરણ કરાવતી ચરવળીના ઉપકારને જે લળી લળીને નમી શકતો નથી એ “અહિંસા પરમો ધર્મ'નું અણીશુદ્ધ આરાધન કરી શકતો નથી.
નાખી નજર ન પહોંચે, એવા સ્થાનમાં જેણે જીવરક્ષા કરવાનું સ્વીકાર્યું છે, એ ચરવળીને આમ ચારિત્રની ચોપદાર તરીકે બિરદાવી શકાય, એવો વિશિષ્ટ દરજ્જો ભોગવે છે.
મુહપત્તિ : મહિમાવંતી મુહપત્તિ, મોક્ષમાર્ગમાં છે બત્તી.
સાધુના હાથને જે
શોભાવે છે અને મુખને મુહપત્તિ
જયણાથી જે દીપાવે છે, એ મુહપત્તિ તો મોક્ષમાર્ગમાં
અજવાળું વેરતી એક બત્તી છે. મુહપત્તિ હાથમાં રહેતી હોવા છતાં મુનિના મુખનું મંડન બનતી હોવાથી મુહપત્તિ' તરીકે બિરદાવાય છે. સાધુની ભાષાને ભવ્યતા અપાવનાર આ મુહપત્તિ છે. મોમાંથી નીકળતા શ્વાસોશ્વાસને બહારના પવન સાથે ભળતાં અને એના દ્વારા થતી જીવ-હિસા, જીવ-પીડાને અટકાવનાર મુહપત્તિ મૌનની પળોમાં હાથનો સાથ સ્વીકારે છે, તો બોલવાની પળોમાં એ મુખનું મંડન બની જાય છે.
મુહપત્તિનું પણ માપ છે, મુહપત્તિ માટે ય મર્યાદા છે, એના પ્રતિલેખનનીય એક વિધિ છે અને એ માટે બોલવામાં આવતા ૫૦ બોલમાં તો મોક્ષમાર્ગનું સંપૂર્ણ રહસ્ય છુપાયેલું છે. પોત-પોતાના હાથ મુજબ એક વેત ને ચાર આંગળની
imarinaduinna ind
intવા/નાન/
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org