________________
જૈન શ્રમણ
૫૧૫
આપવાનું કાર્ય કરતો આ દાંડો મુનિ-જીવનમાં એટલું બધું તો મહત્ત્વનું સ્થાન-માન ધરાવે છે કે, એનામાં માંગલ્યની પ્રતિષ્ઠા કરવા, એની ટોચે મેરુનો શુભાકાર અંકિત કરાય છે. આમ, દાંડો મુનિ-જીવનની રક્ષામાં અખંડ સેવા આપનારો એક સહાયક-સથવારો છે. આ દાંડો સીસમનો પણ હોય છે, સેવનનો પણ હોય છે. સીસમમાંથી બનતો દાંડો રૂપે કાળો અને વજને ભારે હોય છે. સેવનમાંથી સર્જાતો દાંડો રૂપે આછો-પીળો અને વજને સાવ ફોરો હોય છે. જે ક્યારેય બંડ ન પોકારે, જે અખંડ રીતે રક્ષા કરે, એવો આ દાંડો મુનિજીવનમાં અગત્યનું એક ઉપકરણ છે.
.: પાકા : આ છે અનોખા પાત્રા, જેથી ચાલે સંયમ-ચાત્રા. - સાધુની સંયમ-યાત્રાના અનેક
સહારામાંનો એક સહારો પાત્રા છે. સંયમ-યાત્રાની માત્રા વધતી રહે, એ માટે દેહને દાપુ દેવાની, આવશ્યકતાની પૂર્તિ જેના દ્વારા થાય, એ પાત્રા કાષ્ઠમાંથી બને છે.
અંદરથી સફેદ અને બહારથી લાલકાળો રંગ ધરાવતાં પાત્રાની આવી રંગ-રચના પાછળ પણ
જીવરક્ષાનો ઉદ્દેશ સમાયેલો છે. સૂક્ષ્મ જીવોનાં શરીર પણ વિવિધ રંગો ધરાવે છે. એમાં લાલ-કાળા રંગના સૂક્ષ્મ જીવોની સંભાવના મોટી હોય છે. એથી આવા જીવો પાત્રા ઉપર બેસે, તો તરત જણાઈ આવે, એ માટે આવી રંગરચના નિશ્ચિત કરાઈ છે. લાલ જીવ ફરતો-ફરતો કાળાં વિભાગમાં આવે, કાળો જીવ ફરતો-ફરતો લાલ વિભાગમાં આવે, તો તરત પરખાઈ જાય. પાત્રામાં રહેલા સફેદ-લાલ-કાળા આ વર્ણ બીજી રીતે પણ અનેક રહસ્યથી ભરપૂર છે. એની પર વિચાર કરવામાં આવે, તો નવું નવું ચિંતન મળે.
| સુપાત્રદાનનું મુખ્ય-માધ્યમ પાત્ર છે. દૈનિક સુપાત્રદાન દ્વારા શ્રાવકને પુણ્યબંધમાં નિમિત્ત બની જતું અને સાધુને અન્ય સાધુઓની ભક્તિનું વાહક બની જતું પાત્ર છે, તો સાધુજીવનમાં સુવ્યવસ્થા જણાય છે. પાત્રનું આ માધ્યમ હોવાથી સાધુસંઘ નિર્દોષ-ભિક્ષા મેળવીને તપ-રત રહી શકે છે.
જો પાત્રા જેવી વ્યવસ્થા ન હોત તો? આ કલ્પના-દર્શન પણ થઈ શકે એવું નથી. તો સાધુ સંઘમાં વડીલો અને ગ્લાનની
સેવા ક્યા માધ્યમે થાત? તો નિર્દોષ ભિક્ષા કઈ રીતે પ્રાપ્ત કરી શકાત? તો સાધુ પ્રચ્છન્ન-આહાર કઈ રીતે કરી શકત? આમ ફરી ફરીને માધુકરી વૃત્તિ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવામાં, એ ભિક્ષાથી સમુદાયની સેવા અને ગ્લાન આદિની તેયાવચ્ચ કરવામાં જો કોઈનો મોટામાં મોટો સહારો હોય, તો એ પાત્રનો છે. એથી એક અપેક્ષાએ એમ કહી શકાય કે, પાત્રા છે તો સંયમજીવનની યાત્રા છે! જે સાધુ–સંસ્થા પાત્રામાં માનતી નથી, ત્યાં એક ઘરમાં જ આહાર-ગ્રહણ, વડીલ કે ગ્લાનની સેવાની ઉપેક્ષા, જયણાનો અભાવ, માધુકરી-વૃત્તિનો સરાસર ઉચ્છેદ આદિ અનેક દોષો અનિવાર્ય બન્યા છે. આવા બધા દોષોમાંથી ઉગારીને શુદ્ધ સંયમ-જીવન જીવવા માટેનું આલંબન પૂરું પાડનારું તત્ત્વ છે પાત્રા!
આવી પાત્ર-વ્યવસ્થાને નિર્દોષ રાખવા તો પાંચ સમિતિઓમાં એક “આદાન-ભંડ-મત્ત-નિષ્ણવણા' નામની સમિતિ આવે છે. આ સમિતિ મુખ્યત્વે પાત્રાદિ સાધનોને અનુલક્ષીને છે. આમ, મુનિના જીવનની સાધના-યાત્રામાં પાત્રાનું પ્રદાન મહત્ત્વનું છે.
: દંડાસણ : એવું છે આ દંડાસણ, જે અંધારે ટાળે અથડામણ.
ઓવાનું જ એક વિશેષ રૂપ, જે રાતે સવિશેષ ઉપયોગમાં આવે, એનું નામ છે : દંડાસણ! દિવસે જયણાની જ્યોત બનતું દંડાસણ રાતે સાથે દીપક બનીને અંધારામાં થઈ શકનારી અથડામણ પણ ટાળે છે. દંડાસણ એટલે દીવો! જે બચાવે જીવો! દિવસે કાજો કાઢવા દ્વારા જયણા-ધર્મ અદા કરવામાં સુપેરે સહાયક બનતું દંડાસણ રાતે દીપક બનીને સાધુના દ્રવ્યભાવ ઉભયપ્રાણની રક્ષા કરે છે.
ઉપાશ્રયનાં અંધારા વાતાવરણમાં પણ અધરાતે કે મધરાતે જે સાધક દંડાસણનો આ દીવો હાથમાં ઝાલીને ગમનાગમન કરે છે, એ નાનામોટા જીવોની વિરાધનાથી તો બચે જ છે, પણ આ બચાવ સિવાય એ આ દીપકના સહારે પોતાના શરીરનીય રક્ષા કરી શકે છે. ચઢાણઉતરાણ, ખાડો-થાંભલો કે આવી અનેક ચીજો પર જ્યારે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org