SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યકથા નં.-૯ 'સ્ત્રીની આસક્તિથી ઉત્પન્ન વિરક્તિ નામ મારું વિક્રમ શા. તે પ્રમાણે પરાક્રમ અને યશનો સમૂહ મારામાં અભિમાન બની ઉછળતો હતો. તેથી મેં રૂપ-લાવણ્યની ખાણ જેવી નાગદત્ત શ્રેષ્ઠીની વિષ્ણુશ્રી નામની પરસ્ત્રીનું હરણ કરી તેને અંતઃપુરની રાણી બનાવી બળાત્કારે પણ ભોગવી. પછી તો અમારા બેઉની રતિ-પ્રીતિ ખૂબ વધતાં ભાન ભૂલ્યા, વિવેક અને યશ બેઉ ખોયા, એક તરફ વિષ્ણુશ્રીના વિરહમાં તેનો મૂળ પતિ નાગદત્ત પાગલ જેવો થઈ ગયો, બીજી તરફ મારી અન્ય રાણીઓએ પોતાના વિષયસુખના સ્વાર્થમાં કામણટ્રમણ કરી વિષ્ણુશ્રીને મરણ શરણ કરી, મારી મૂઢતા વચ્ચે મૃતકની લાશને છોડવા હું તૈયાર નહીં અને મંત્રીઓએ મને છેતરી સ્ત્રીકાયાને જંગલમાં વોસરાવી દીધી, ત્રણ-ત્રણ દિવસ સુધી પ્રિયાવિરહમાં મને ન ખાતો ન પિતો દેખી મંત્રીઓએ મારી મૂર્છા ઉતારવા મરેલ વિષ્ણુશ્રીની કથળેલી અને કોહવાયેલી કાયાના દર્શન જંગલમાં લઈ જઈ કરાવ્યા. વનચરોએ તેણીને નગ્નાવસ્થામાં ચૂંથી નાખેલ. તેણીનું મુખ-નાક અને આંખ વગરનું બની ગયેલ, સ્તનના માંસને ગીઘડાઓએ ફોલી ત્યાં જખમ જેવા ખાડા પાડી નાખ્યા હતા. વસ્ત્રરહિતદશામાં તેણીના આંતરડાઓએ ખેંચી નાખ્યા હતા. સાથે તેણીનાં ગંધાતા શરીરની મિજબાની કરવા કીડીઓએ કબજો લઈ લીઘેલો હતો. આ વિકૃતિએ મારી રોમરાજીને વરના વાળ જેવી બનાવી દીધી. મારો પરસ્ત્રીસેવનનો સંસાર અસાર દેહની હાલત દેખતાં જ સળગી ગયો, બસ તત્ત્વનો દીપક પ્રગટી ગયો અને બોધ-પ્રબોધે મારા રાજસુખ છીનવી લઈ અને જંગલમાં જ મંગલ જેવા ચારિત્ર માર્ગે ચઢાવી દીધો, મેં પણ કાયાની માયા કાઢી નાખી માસ બે માસના ઉપવાસ દ્વારા શરીરનો સાર ખેંચી લઈ દેવગતિ સાધી. યા. (સાક્ષી–વિક્રમયશા) વૈરાગ્યકથા નં.-૧૨ ------ પૂર્વભવની ઘટનાઓ જાણી વૈરાગ્ય---- પ્રભુ મુનિસુવ્રતસ્વામીના શાસનકાળમાં તડિકેશ નામનો હું રાક્ષસપતિ રાજા હતો. મારી પત્ની ચંદ્રા ! રાણીની કોમળકાયામાં એક વાનરે નખ મારી ઉઝરડા પાડતાં મેં ક્રોધાવેશમાં તેને તીરથી હણ્યો. મરતા તે વાનર એક મુનિરાજ પાસેથી નવકાર પામ્યો ને ભુવનપતિ દેવનિકાયમાં ઉદધિકુમાર દેવ થયો. જ્યારે રાણીના અપમાન પછી મારા સૈનિકો બીજા વાનરને પત્થર-લાઠી મારવા ઉશ્કેરાયા ત્યારે તે દેવતાએ I મોટા-મોટા વાનરના રૂપો કરી સૈનિકો ઉપર શિલા-વૃક્ષો ફેંકી તેમને હેરાન-પરેશાન કરી નાખ્યા. તે ઘટનાથી તે દેવતાઈ ઉપદ્રવ જાણી મેં જ્ઞાની મહાત્માને તેનું કારણ પૂછ્યું. જાણવા મળ્યું કે પૂર્વભવમાં હું દત્ત નામનો I મંત્રી પુત્ર હતો અને દીક્ષા લીધેલ. વિહારમાં એક શિકારીએ મસ્તકનું મુંડન દેખી મને અપશુકન માની મારી ઉપર પ્રહાર કરેલ, તેથી હું મૃત્યુ પામી ગયેલ. ચારિત્રજીવનના પ્રભાવથી દેવલોકમાં મારો જન્મ થયો અને I ત્યાંથી ચ્યવી હાલ રાક્ષસરાજ થયો છું. પેલો લુબ્ધક મરી મુનિ હત્યાના પાપે નરકે ગયો ત્યાંથી નીકળી આ ભવમાં વાનરગતિ પામ્યો અને ફરી મને રાજા તરીકે દેખી તેને ક્રોધ થતાં ઉપદ્રવ મચાવ્યો છે. આ I કથની સુણતાં જ પૂર્વભવનું ચારિત્ર અને તેના પ્રભાવે મળેલ દેવગતિ ઉપરાંત રાજપદવી વગેરે સુખો સંભારતા ફરી વૈરાગ્ય વધ્યો અને તેવા વિચિત્ર કારણોથી મેં આ તડિકેશ ભવમાં પણ ચારિત્ર લઈ આત્મકલ્યાણનો માર્ગ મેળવેલ છે. પૂર્વભવોના પાપ વિપાક જાણીને વૈરાગ્ય પામનાર અનેકોમાં એક હું પણ છું. | (સાક્ષી–રાજા તડિકેશ) | Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy