________________
વૈરાગ્યકથા નં.-૫ --------- વૈરાગ્યનો વીજળી ઝબકાર
I
જંબૂઢીપના મહાવિદેહક્ષેત્રની સુષમા નગરીનો હું હતો રાજા વિમળવાહન, એક રાત્રિના અચાનક ઉંઘ ઉડીને વિચારણા ચાલી કે રાજશાહી ગમે તેવું સુખ છતાંય ભવ બદલાય અને મારો જીવ વનસ્પતિમાં ચાલ્યો જાય તો શું થાય? યોગાનુયોગ અરિંદમ નામના સૂરિભગવંત ઉદ્યાનમાં આવી બિરાજમાન થયા હતા. તેની પાસે પોતાના વિચાર દર્શાવવા અને તેઓશ્રીના વૈરાગ્યનું કારણ પૂછવા ગયો. આચાર્ય ભગવંતના પ્રત્યુત્તરથી પરિચય થયો કે ચારિત્ર પૂર્વે તેઓ પણ મારી જેમ રાજા હતા. એકવાર સસૈન્ય દિગ્વિજય માટે નીકળેલા તેમણે જે વિશાળ લીલાછમ ઉદ્યાનમાં ઉતારો કરેલ તે જ બગીચાને લાંબા સમય પછી વિજય કરી પાછા વળતાં ઉજ્જડ અવસ્થામાં જોયો. તેની શોભા સ્મશાનથી પણ બગડી ગયેલી દેખી તેઓશ્રીને પોતાની વૃદ્ધાવસ્થા અને તે પછીની સ્થિતિનો વિચાર આવતાં કંપારી થઈ ગઈ અને એક ઉપવનને લાગેલ કુદરતી ઉપક્રમ દેખી રાજસુખ છતાંય વિરાગ સ્પર્શી ગયો. અંતઃપુરની રાણીઓને રડતી રાખી સ્વયં દીક્ષિત થઈ ગયા અને તે આચાર્ય અરિદમ મહાત્માના વૈરાગ્યનો દીપક મારા વિરાગ-ચિરાગને પ્રગટાવી ગયો. કવચહર નામના કુમારને રાજ્ય સોપી મેં અસ્થિર સંસારવાસનાનો ત્યાગ કરી ચારિત્ર લીધું. મારી જેમ કોઈક વૈરાગીની વાર્તા સુણતાં પણ પોતાનો વૈરાગ્ય ઝબૂકી શકે છે.
(સાક્ષીરાજા વિમળવાહન) 1
વૈરાગ્યકથા નં.-૮ –––––(પારિવારિક ઘટમાળોને કારણે જાગૃતિ ;--------
મારા પિતા રિપુપ્રતિશત્રુ જ્યારે શત્રુઓને જીતી અનેક પ્રદેશના સ્વામી બન્યા હતા, ત્યારે તેમની આજ્ઞાઓ પ્રચંડ હતી, તેવી સત્તાશાહીના કેફમાં તેમણે મારી સગી માતા ભદ્રાદેવી થકી પ્રાપ્ત પુત્રી મૃગાવતીની સ્વરૂપવાન યૌવનાવસ્થાથી મોહ પામી સગી મારી બહેન સાથે સ્વયં વડીલ પિતા છતાંય મોહાંધ બની પુનર્લગ્ન કરી લીધા. સામાજિક અને ધાર્મિક ઉપરાંત વ્યાવહારિક બધીય મર્યાદાઓનો લોપ સ્વયં રાજાએ કર્યો, તેથી મારી માતા સદાય માટે પિતાથી દૂર-સુદૂર થવા મને લઇ દક્ષિણ પ્રદેશમાં ચાલી ગઈ. તે પછી
મારી બહેન મગાવતી થકી મારા પિતાને ત્રિપષ્ટ નામે નાનો ભાઈ જમ્યો. તેની ઉપર મને અત્યંત પ્રેમ થતો i | હતો. માતાને માટે માહેશ્વરી નામની નવી નગરી વસાવી હું પિતા પાસે પાછો આવ્યો અને નાનાભાઈ ત્રિપૃષ્ટને
મોટો કર્યો, પણ તે પરાક્રમી ભાઈ પણ જંગલમાં સિંહને ફાડી નાખી લગ્ન પછી વિજયવંતી રાણી સાથે વેરઝેર ઊભા કરી અને અંતે શય્યાપાલકના કાનમાં ધગધગતું તાંબુ અને તરવું નંખાવી અનેક આરંભ-સમારંભના કારણે મૃત્યુ પામી સાતમી નરકે ચાલ્યો ગયો. ત્યારે મને અનેકોની ભલાઈ પછી પણ પોતાની બુરાઈ થવાના ભયથી જબ્બર વૈરાગ્ય થઈ ગયો. નાનાભાઈના વિકત મરણનો શોક શ્રેયાંસનાથ પરમાત્માની અમતમય દેશના સુણી ઊતાર્યો અને તે પછી આચાર્ય ધર્મધોષ પાસે ચારિત્ર લઈ મેં પણ ભવવિરામ માટે પુરુષાર્થ કર્યો. ભાઈના નિમિત્તે સંસારની અસારતા સમજનાર મારા જેવા કેટલાય ભાઈઓ હશે.
| (સાક્ષી–ાયલ બળદેવ) 1
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org