________________
જૈન શ્રમણ
૪૮૯
(1) શ્રમણ શંઘળી પ્રબુદ્ધ પ્રતિભાઓ
ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ પરંપરામાં જેને શ્રમણ સંસ્કૃતિએ જે મહાન યોગદાન આપ્યું છે તેનાથી સમસ્ત માનવજાત નિરંતર બાહ્ય અને અત્યંતર દૃષ્ટિએ સમૃદ્ધ થતી રહી છે. જૈન શાસનના મનોહર ઉદ્યાનમાં અનેક શ્રમણ-પુષ્પો ખીલ્યાં, પાંગર્યા અને જગતને વીતરાગના રૂડા માર્ગરૂપી સુગંધથી મઘમઘીત કરી ગયા. પૂર્વે પૂ. હેમચંદ્રાચાર્યજીએ કે પૂ. ઉપા. યશોવિજયજીએ અનેક ગ્રંથરત્નોની જેમ રચના કરી તેમ ભક્તિ, સાધના અને સ્તોત્ર-સ્તવનાદિ સાહિત્યમાં પૂ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રીએ અને પૂ. દર્શનવિજયજી ત્રિપુટી મહારાજે કરેલી ઐતિહાસિક સંશોધનાત્મક કૃતિઓની રચના કરી જે આજે પણ ખ્યાતિ ધરાવે છે.
શ્રમણ પરંપરામાં તપાગચ્છ, વિમલગચ્છ, અચલગચ્છ, પાર્થચંદ્રગચ્છ અને ત્રિસ્તુતિક સમુદાયની અનેક સંતપ્રતિભાઓએ પણ શાસનપ્રભાવનાની અનેક પ્રવૃત્તિઓ પ્રકાશપુંજ રેલાવ્યો છે એ સૌને લાખ લાખ વંદનાઓ.
- સંપાદક
ધર્મધુરંધર, જિનાગમરહસ્યવેદી પૂ.આ.શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મ.સા.
મરભૂમિ મારવાડના જાલોર જિલ્લામાં થાવલા’ નામનું ગામ આવેલું છે. કહેવાય છે કે થાવલા કોઈ પ્રાચીન ધર્મનગરી હશે! આજે પણ ત્યાં ખોદકામથી જૈનમંદિરોના અવશેષો મળી આવે છે. આ ધર્મભૂમિમાં ઓસવાલ વંશભૂષણ ધર્મનિષ્ઠ અચલાજી નામના સુશ્રાવક રહેતા હતા. એમને શીલવતી અને સગુણાનુરાગી ભૂરીબાઈ નામે ધર્મપ્રેમી પત્ની હતી. દંપતીનું જીવન સાદું, સંતોષી અને ધર્મપરાયણ હતું. આ દંપતીને સં. ૧૯૪૧ના ફાગણ સુદ પંચમીએ એક પુત્રરત્ન પ્રાપ્ત થયું. ચાર પુત્રો અને બે પુત્રીઓમાં આ દંપતીને આ પુત્ર અત્યંત પ્રિય હતો. નામ હતું હુકમાજી. હુકમાજીની દસ વર્ષની વયે પિતાનું છત્ર ઊઠી ગયું. ભાઈઓ ધંધાર્થે રત્નાગિરિ (મહારાષ્ટ્ર) વસ્યા હતા. હુકમાજીને પણ ત્યાં રહેવાનું થયું, પરંતુ તેમનું ધ્યાન ધંધામાં લાગવાને બદલે વૈરાગ્ય તરફ વધુ ઢળતું હતું. એમાં તેમના પડોશી ડાહ્યાભાઈ અને તેમના મિત્ર વાડીલાલ અનેરા ભક્તિભાવપૂર્વક સ્તવનો–સક્ઝાયો ગાતા. એ સાંભળીને હુકમાજીનો વૈરાગ્યભાવ બલવત્તર બનતો જતો હતો, પરંતુ માતા અને ભાઈભાઈઓના વહાલા હુકમાજીને સંયમ માટે સહજપણે અનુજ્ઞા મળે એવી શક્યતા ન હતી. તેમ છતાં, હુકમાજી ડાહ્યાભાઈ અને વાડીભાઈના સંગમાં જપ-તપ અને પૂજનાદિના ઉત્સવોમાં અવારનવાર જતા હતા. કાળક્રમે આ બંને મિત્રોની દીક્ષા થઈ અને હુકમાજી પણ પૂજ્ય ગુરુદેવો
સાથે સાથે વિહાર કરતા રહ્યા. અંતે સં. ૧૯૫૮ના ફાગણ સુદ ૬ને શુભ દિને ગુરુમહારાજ આચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે દાહોદ મુકામે હુકમાજીને દીક્ષા આપવામાં આવી અને હુકમાજી હર્ષવિજયજી મુનિશ્રી નામે ઘોષિત થયા. આ સમાચાર મળતાં જ ઘરના સર્વ આત્મજનોએ ખૂબ જ પ્રયત્નો કર્યા, પરંતુ જન્મોજનમના વૈરાગી મુનિ અવિચળ રહ્યા.
દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી હર્ષવિજયજી મહારાજે પોતાનું લક્ષ સ્વાધ્યાય-તપ વધારવામાં જ આપ્યું. ગુરુમહારાજ પાસેથી પંચ પ્રતિક્રમણ, પાક્ષિકસૂત્ર, જીવવિચાર, નવતત્ત્વ, દંડક, લધુસંઘયણી આદિ ગ્રંથોનો અભ્યાસ કરીને પોતાની બુદ્ધિપ્રભા અને જ્ઞાનપિપાસાનો પરિચય આપ્યો. પૂજ્યશ્રીને સં. ૧૯૭૦માં માગસર સુદ ૧૩ના દિવસે ગણિપદ અને માગસર સુદ ૧૫ના દિવસે પંન્યાસપદથી શોભાવવામાં આવ્યા. આ પ્રસંગે રાધનપુર મુકામે ઉત્સવો ઊજવાયા. સતત વિહાર દ્વારા સાધના-આરાધનાનો પ્રચાર-પ્રસાર કરતા આ મુનિવરને ફલોધિ મુકામે સં. ૧૯૮૮ના જેઠ સુદ ૬ને દિવસે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. પોતાના ૫૮ વર્ષના સુદીર્ધ દીક્ષાપર્યાયમાં પૂજ્યશ્રીએ સમગ્ર ભારતવર્ષમાં વિહાર કરીને ભિન્ન ભિન્ન સ્થળોએ ચાતુર્માસ કર્યા જેમાં પાલિતાણા, અમદાવાદ, ઊંઝા, સુરત, રાધનપુર જેવાં ગુજરાતનાં શહેરો છે; તો ઉજ્જૈન, થાવલા, ઇંદોર, મુંબઈ, પૂના, તખતગઢ, ગુડાબાલોતરા, શિવગંજ, સાદડી જેવાં ગુજરાત બહારનાં દૂર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org