________________
જૈન શ્રમણ
કચ્છ-વાગડ સમુદાયના નેતૃત્વને સફળ અને ઉજ્જ્વળ બત્તાવનાર, કચ્છ અને બનાસકાંઠાદિ પ્રદેશોમાં અભૂતપૂર્વ શાસનપ્રભાવના પ્રવર્તાવનાર, વાત્સલ્યમૂર્તિ, કરુણામૂર્તિ
પૂ. આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી મ.
રાજસ્થાનમાં
ધર્મતીર્થ જેવો મહિમા
ધરાવતું ફલોદી નગર તેઓશ્રીની
જન્મભૂમિ. પિતાનું
નામ પાબુદાનજી, માતાનું નામ ખમાબહેન. સં. ૧૯૮૦ના વૈશાખ
સુદ બીજના દિવસે
એમનો જન્મ થયો.
નામ
રાખ્યું અક્ષયરાજજી. જાણે આત્માના અક્ષય સુખ માટે આ નામ હોય એવો ઉજ્જ્વળ સંકેત એમાં સમાયો હતો ! અક્ષયરાજ ઘરસંસારમાં રહ્યા હતા અને સામાન્યજનની જેમ લગ્ન પણ કર્યાં હતાં, એટલે કુટુંબને નિભાવવાની જવાબદારીમાં એમને પોતાના પિતાજીને સહકાર પણ આપવો પડ્યો હશે, પરંતુ એમના જીવનની બદલાયેલી કાર્યદિશા પરથી કંઈક એવું તારણ નીકળી શકે કે, એમનો જીવ મોહ-માયા-મમતામાં રાચનારો કે વૈભવ–વિલાસ, સુખોપભોગ કે સમૃદ્ધિમાં ખૂંપી જનારો નહીં હોય, પણ એમના હૃદયને તો તપ-ત્યાગ-વૈરાગ્યનો માર્ગ જ પસંદ હશે અને તેથી જ એમનું અંતર સંયમની સાધના પ્રત્યેના રંગથી રંગાયેલું હશે અને તેથી જ સંસારમાં રહ્યા છતાં અલિપ્ત જેવું જળકમળવત્ જીવન જીવતા હશે. આવા ઉત્તમ જીવને સંસારની અસારતાનો ખ્યાલ જરા સરખા સંતસમાગમથી, ધર્મની વાણીના શ્રવણથી કે ધર્મના અધ્યયનથી કે સંસારીઓને વેઠવાં પડતાં દુઃખોનાં દર્શનથી પણ આવી જતાં વાર લાગતી નથી. અક્ષયરાજના જીવનમાં પણ કંઈક એવું જ બન્યું. અક્ષયરાજનો સંસારી જીવ ત્યાગના માર્ગે વૈરાગ્યને વિભૂષિત કરતાં ધવલ વસ્ત્રોથી શોભી ઊઠ્યો, પણ આવું ઉચ્ચ કોટિનું આત્મહિત સાધવામાં તેઓશ્રીએ કેવળ પોતાના જ કલ્યાણથી સંતોષ ન માનતાં શાંત, હિતકારી અને વિવેકભરી સમજુતીથી
Jain Education Intemational
૪૮૭
કામ લઈને પોતાના પૂરા પરિવારને-ધર્મપત્ની તથા બંને બાળકુમાર પુત્રોને સાથે લઈ ત્યાગમાર્ગનો સ્વીકાર કર્યો, એટલે આ રીતે, પોતાના આખા પરિવારને ભવસાગરને તરી જવાના દિવ્ય વહાણ સમા ભગવાન તીર્થંકર પ્રરૂપિત ધર્મનાં ચરણે, આનંદ અને ઉલ્લાસપૂર્વક સમર્પિત કરી દીધો.
આ ઘટના બની તે પ્રસંગે યોગાનુયોગ પણ કેવો આવકારદાયક બન્યો! સંયમના માર્ગના પુણ્યપ્રવાસી બનેલા અક્ષયરાજજીનું ગુરુપદ, મૂળ એમના વતનના જ એક સપૂત સાધુપુંગવ તેમ જ કચ્છ વાગડદેશોદ્ધારક પૂજ્ય આચાર્ય શ્રી વિજયકનક-સૂરીશ્વરજી મહારાજના આત્મલક્ષી શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી કંચનવિજયજી મહારાજે પ્રાપ્ત કર્યું. શ્રી અક્ષયરાજજીનો દીક્ષામહોત્સવ એમના વતન લોદી શહેરમાં ધામધૂમથી સં. ૨૦૧૨ના વૈશાખ સુદ ૧૦ના, પરમાત્મા શ્રી મહાવીરપ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકના પર્વના દિને ઊજવાયો હતો. તેઓશ્રીનું નામ મુનિ શ્રી કલાપૂર્ણવિજયજી રાખવામાં આવ્યું, જાણે કે આત્મસાધનાની કળાને પરિપૂર્ણ રૂપે પ્રાપ્ત કરનારા પરમ ધર્મપુરુષાર્થમાં સંલગ્ન રહેવાનો જ એમનો ભાગ્યયોગ ન હોય! અને એ નૂતન મુનિરાજ શ્રી કલાપૂર્ણવિજયજી મહારાજનાં પગલે પગલે ત્યાગમાર્ગે પ્રયાણ કરતા બે સુપુત્રોનાં નામ મુનિ શ્રી કલાપ્રભવિજયજી અને મુનિશ્રી કલ્પતરુવિજયજી રાખવામાં આવ્યાં. હાલ પૂ. આ. શ્રી કલાપ્રભસૂરિ તથા પૂ. પં. શ્રી કલ્પતરુવિજયજી મ. આ બંને જ્ઞાનચારિત્રની નિષ્ઠાભરી આરાધના દ્વારા પોતાની સંયમયાત્રામાં આગળ વધી રહ્યા છે.
પૂજ્ય શ્રી કલાપૂર્ણવિજયજી મુનિવર માટે તો આ અવસર ભૂખ્યાને ભાવતાં ભોજન મળી જાય એવો હતો. એટલે એમાં લેશ પણ ક્ષતિ આવવા ન પામે કે એક ક્ષણ જેટલો સમય પણ આત્મતત્ત્વના અહિતકાર અરિ સમાન આળસમાં એળે ન જવા પામે એ રીતે તેઓ સતત અપ્રમત્તભાવે પોતાના સંયમી જીવનને ઉજ્વળ બનાવવા મન-વચન-કાયાની એકાગ્રતાથી કાર્યરત બની ગયા. આ કાર્યમાં શાસ્ત્રાભ્યાસ, નાનીમોટી તપસ્યાઓ અને શિષ્યોને અધ્યાપન કરાવવા જેવી પ્રવૃત્તિ ઉપરાંત ધ્યાનયોગ અને ઈશ્વરપ્રણિધાનનો પણ સમાવેશ થાય છે. એમની ધ્યાનયોગ માટેની પ્રવૃત્તિ જોતાં એમ જ લાગે કે જૈનસાધનામાંથી ઠીક ઠીક પ્રમાણમાં વીસરાઈ ગયેલા ધ્યાનના માર્ગને પુનઃ ચાલુ કરવા તેઓશ્રી જાતઅનુભવ અને સ્વયંપ્રયોગ દ્વારા, બહુ જ આવકારપાત્ર પ્રયત્નો કર્યા. જ્યારે તેઓશ્રી
For Private & Personal Use Only
www.jainelibrary.org