________________
જેન શ્રમણ
૪૮૩.
વિજયપ્રભસૂરિજી મ.સા.ની પણ આ મનફરા (જૂનું નામ મનોહરપુર) જ જન્મભૂમિ હતી. આજ સુધી આ ગામમાંથી ૬૫ જેટલા આત્માઓ સંયમધર બનેલા છે. તે આવા મહાપુરુષોને આભારી છે.
પૂ. જીતવિજયજી મ.સા.નાં માતા અવલબહેન અને પિતા ઊકાભાઈ હતાં. સંસારી નામ હતું જયમલ્લ. બાળપણથી જ ધર્મરંગે રંગાયેલા આ જયમલ્લને ૧૨ વર્ષની વયે આંખમાં વેદના થઈ. ધીરે ધીરે દેખાતું બંધ થઈ ગયું. પણ આંતરદષ્ટિ બંધ નહોતી થઈ. તેમણે ૧૦૦૦ વર્ષ પ્રાચીન પ્રભશ્રી શાન્તિનાથ ભગવાનની પ્રતિમા પાસે પ્રાર્થના કરી : “જો હું દેખતો થાઉં તો મારે દીક્ષા સ્વીકારવી” અને ખરેખર તેઓ દેખતા થયા. અભિગ્રહ પ્રમાણે પૂજ્ય મણિવિજયજી દાદાના શિષ્ય પૂ. પદ્મવિજયજી પાસે આડીસર મુકામે વિ.સં. ૧૯૨૫ વૈ.સુ. ૩ના સંયમ સ્વીકારી જયમલ્લમાંથી “જીતવિજયજી' બન્યા. જ્યાં તેમની દીક્ષા થઈ એ કૂવાનું ખારું પાણી (આડીસર ગામ રણની પાસે જ છે) મીઠું થયું અને સૂકી રાયણ નવપલ્લવિત થઈ. આથી દક્ષાના સમયથી જ તેમની આશ્ચર્યભરી સુવાસ ચારે બાજુ ફેલાઈ ગઈ.
વિ.સં. ૧૯૩૮માં ગુરુદેવશ્રી પૂ. પવવિજયજી
સ્વર્ગવાસી થયા, ત્યારબાદ તેમણે ખૂબ જ ભ્રમણ કર્યું અને અનેક લોકોનાં હૈયાંમાં ધર્મભાવના ભરી, મારવાડ, ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ વગેરે અનેક સ્થળોએ તેમનાં ચાતુર્માસ થયેલાં છે.
તેમની વચનસિદ્ધ મહાપુરુષ તરીકે પ્રસિદ્ધિ હતી. એમના મુખેથી નીકળેલું વાક્ય સત્ય બને જ, એવી ઘણી ઘટનાઓ લોકોને પ્રત્યક્ષ જોવા મળેલી. આંબરડી ગામે એક ગુલાબચંદ ઝોટા નામના લંગડાભાઈને નવકાર મંત્રના જાપ દ્વારા તે જ વખતે ચાલતા કરી દીધેલા.
વિ.સં. ૧૯૫૫માં સૂઈ ગામમાં બિરાજમાન પૂજ્યશ્રીની નજર આકાશ પર જતાં “હવે તો એવો કાળ આવશે કે જેની પાસે ધાન હશે તેની પાસે ધન હશે” એવા શબ્દો તેમના મુખમાંથી નીકળી પડ્યા. આ સાંભળીને ત્યાંના શેઠ નેણશી પોપટલાલે અનાજનો વિપુલ સંગ્રહ કરેલો અને ખરેખર વિ.સં.
૧૯૫૬માં ભયંકર દુકાળ પડ્યો. પૂજ્યશ્રીની વાણી સાચી સાબિત થઈ. આવી તો કેટલીયે ઘટનાઓ એમના જીવનમાં બનેલી છે.
કેટલાયને દેશવિરતિધર અને કેટલાયને સર્વવિરતિધર બનાવી અનેક લોકોના હૈયે ધર્મભાવનાનાં બીજ રોપી એમણે સ્વ–પર જીવનને ધન્ય બનાવ્યું.
વૃદ્ધાવસ્થામાં પલાંસવા (કચ્છ-વાગડ) ખાતે સ્થિરતા કરી. વિ.સં. ૧૯૭૯ (કચ્છી નવું વર્ષ અષાઢી બીજથી શરૂ થતું હોવાથી ત્યારે કચ્છી વિ.સં. ૧૯૮૦ હતી, પણ કાર્તિકથી શરૂ થતી વિ.સં. ૧૯૭૯ જ હતી.), અષાઢ વદ-૬ની વહેલી સવારે સિદ્ધ ભગવંતોનું ધ્યાન ધરતાં સ્વર્ગે સિધાવ્યા. પૂજ્ય કનકસૂરિજી મ.નો સમુદાય તથા પૂ. શાન્તિચન્દ્રસૂરિજી મ.નો સમુદાય-એ પૂજ્ય દાદાશ્રી જીતવિજયજી મ.સા.ની જ શિષ્યપરંપરા છે.
સૌજન્ય : વાગડ સમુદાયના પૂ.આ.શ્રી કલાપ્રભસૂરિજી મ.ના આજ્ઞાવર્તિ સ્વ.સા.શ્રી સુલતાશ્રીજી મ.ના શિષ્યો પૂ.સા.શ્રી શીલરત્નાશ્રીજી મ.ના શિધ્યા પૂ.સા. શ્રુતપૂર્ણાશ્રીજીના ૨૧માં
સંયમપર્યાયની અનુમોદનાર્થે શ્રીમતી પરમાબેન સુરજીભાઈ સાંગણ ગડા પરિવાર મનફરા
( કચ્છ-વાગડ) તરફથી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org