________________
૪૬૦
વિશ્વ અજાયબી :
- સમ્યગુજ્ઞાન પ્રશ્નપેપરની પરીક્ષા આપવી. * જીર્ણ-આગમ ગ્રંથોને પુનઃ પ્રકાશિત કરવા. * સુવર્ણદ્રવ્ય દ્વારા શ્રુતપૂજા કરવી. * શ્રુત મહાપૂજા ગોઠવવી. * ૪૫ આગમના છોડ ભરાવવા. - સાપડા ઉપર પુસ્તક રાખીને ગોખવું. * આગમો-ગ્રંથો માટે નવાં બોક્સો, નવી પોથી બનાવવી. * ૪૫ આગમનો વરઘોડો કાઢવો. * આગમને મસ્તક ઉપર રાખીને ચાલવું. * પુસ્તક-પ્રત પડી જાય તો ખમાસમણાં આપવા.
જ્ઞાનપંચમીની આરાધના કરવી. * ૫૧ ખમાસમણાં આપવાં. - પાંચ જ્ઞાન તથા પી લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. એક સરસ્વતી માતાનું પૂજન ભણાવવું. * સરસ્વતી વંદના યાદ કરવી. - સરસ્વતી વંદના પાઠશાળાનાં બાળકોને બોલાવવી. * ૐ હ્રીં નમો નાણસ્સનો જાપ કરવો. * ૪૫ આગમનાં નામ ૧૪ પૂર્વનાં નામ યાદ કરવાં. * લહિયાઓનું સન્માન કરવું. - લહિયા માટે બધી જાતની વ્યવસ્થા કરવી. * યાદ નહીં થાય તો પણ ગોખવું. * બંને ટાઇમ પ્રતિક્રમણ ભણાવવું. - જિનાલયમાં દેવવંદન-ચૈત્યવંદન-સ્તવનાદિ બોલવાં. * પુસ્તકો-પોથીઓની સુરક્ષા માટે ઘોડાવજ મૂકવી. * નવાં જ્ઞાનમંદિરો બનાવવાં. * કલ્પસૂત્ર-બારસાસૂત્રના ચડાવા લેવા. * કલ્પસૂત્ર-બારસાસૂત્રની પૂજા કરવી. - જીર્ણ પ્રતો-પોથીઓ ઊધઇવાળાં પુસ્તકોને જયણાપૂર્વક
પરઠવવાં. * સરસ્વતી માતાની મૂર્તિ ભરાવવી.
* આગમો-ગ્રંથો સામે ધૂપ-દીપ-ફળ-નૈવેદ્ય મૂકવાં. * આગમની અષ્ટપ્રકારી પૂજા કરવી. * જ્ઞાનમંદિરોમાં જઈ ગયુંલી કરવી. - દરેક ગામમાં જ્ઞાનભંડારનાં દર્શન-વંદન કરવાં. * ગણધર ભગવંતોનાં દેવવંદન કરવાં. - આગમવાચના આપવી. વાચનામાં સહયોગ આપવો. - જ્ઞાનશિબિરો ગોઠવવી. * સામૂહિક સામાયિકમાં સૂત્રો ગોખાવવાં.
સામાયિક-પૌષધ લઈ સૂત્રો ગોખવાં. - સાધુ-સાધ્વીજીને ભણાવનાર પંડિતોનું સન્માન-વેતન આદિ. * જ્ઞાનદ્રવ્યની રકમનો તુરંત સદુપયોગ આગમ લખાવવામાં.
ગુરુદેવની વાણી સાંભળવી. પ્રવચન વખતે ગહુલી-ધૂપ-દીવા કરવાં. પ્રવચન પહેલાં અને પછી બંને વખત વંદન કરવાં. રસ્તામાં ઉપાશ્રય આદિમાં અક્ષરવાળા કાગળો પડ્યા હોય
તો લઈને જયણાપૂર્વક પાઠવવા. * સૂત્રો–અર્થો વ. લખવાં અને લખાવવાં. * ભણતાં પૂર્વે દરરોજ પાંચ જ્ઞાનના પાંચ ખમાસમણ
આપવાં. સમ્યગુ જ્ઞાનની સાથે સાથે સમ્યગુ દર્શન નિર્મલ બને તે હેતુથી પાઠશાળાનાં શિક્ષકો તથા બાળકોને તીર્થયાત્રા
કરાવવી. * શ્રુત મહાપૂજામાં શ્રુતની તમામ સામગ્રી જાતે ગોઠવવી
અને પાછી યોગ્ય સ્થાને મૂકવી. * જ્ઞાનાભ્યાસ માટે ટેબલ-ડેસ્ક આદિ ભેટ આપવા. * ૪૫ આગમનની પૂજા ભણાવવી. * ૪૫ આગમની આરાધના કરવી. * શંખેશ્વર-પાલીતાણામાં જે આગમમંદિરો છે ત્યાં જઈ પૂજા
ચૈત્યવંદનાદિ કરવા. * દરેક આગમો આગળ ધૂપ-દીપ આદિ કરવા. * જ્ઞાનભંડારના લીસ્ટ બનાવવા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org