________________
જૈન શ્રમણ
જીવવા દો. આ વખતે તો દૃઢ નિર્ણય કર્યો હતો કે પાછા લેવા આવે તો ટ્રેનની નીચે કપાઈને મરી જઈશ પણ સાધુવેશને છોડીને ઘરે પાછો તો નહીં જ જઉં. કૃતનિશ્ચયી બની ઘરેથી નીકળીને પુનઃ ગુજરાતની ધન્ય ધરા તરફની વાટ પકડી ને રાજનગર-અમદાવાદ આવ્યા ને પ.પૂ.મુ. શ્રી જિતેન્દ્રસાગરજી મ.સા. હાલ ક્યા બિરાજે છે તેની પુચ્છા કરી આંબલિપોળના ઉપાશ્રયે પહોંચ્યા. ત્યાં પ.પૂ. આ.દેવશ્રી ઋદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. બિરાજમાન હતા કાશીરામે પૂજ્યશ્રીને વંદના કરી સુખશાતા પૃચ્છા કરી અને પૂજ્યશ્રીની સેવા કરવા બેસી ગયા.
કાશીરામે પૂજ્ય આચાર્યદેવશ્રીને પોતાના જીવનમાં બનેલ ઘટનાનો ચિતાર રજૂ કર્યો અને કહ્યું કે હવે તો પાછા નહીં જ જવાનો દૃઢ નિર્ધાર કરીને જ હું આવ્યો છું અને પરિવારને પણ સાફ સાફ શબ્દોમાં ચેતાવણી લખીને આવ્યો છું તેથી મારે ચારિત્ર તો લેવું જ છે ને તે માટે પુનઃ ઘરેથી કીધા વગર ભાગીને પાછો આવ્યો છું, માટે મારા ગુરુદેવશ્રી પાસે પુનઃ દીક્ષા ગ્રહણ કરવી છે. હાલ ગુરુદેવશ્રી ક્યાં બિરાજમાન છે.
તે સમયે પ.પૂ.મુ.શ્રી જિતેન્દ્રસાગરજી મ.સા. મહેસાણા મુકામે બિરાજમાન હતા. પ.પૂ.આ.શ્રી ઋદ્ધિસાગરજી મ.સા.એ કાશીરામ આવ્યા તથા તેની દૃઢતાના ને દીક્ષાની ભાવનાના શુભ સમાચાર મોકલાવ્યા ત્યારે પૂ.શ્રી જિતેન્દ્રસાગરજીએ આચાર્યશ્રીને સમાચાર મોકલાવ્યા કે તેની ભાવના હોય તો તેને દીક્ષા આપવા કૃપા કરશો.
મુ.શ્રીના જે સમાચાર આવ્યા તે સમાચાર આચાર્યશ્રીએ કાશીરામને આપ્યા ત્યારે કાશીરામ આનંદિત થઈ ઉઠ્યા ને તેમનો મનમયૂર નાચી ઊઠ્યો અને આચાર્યશ્રીને શીઘ્ર દીક્ષા પ્રદાન કરવા માટે ભાવભરી વિનંતી કરી. આચાર્યશ્રીનો વિહાર પહેલેથી એલીસબ્રીજ વી.એસ. હોસ્પિટલની પાસે આવેલા વિજાપુરના સુ.શ્રાવક શ્રી સકરચંદભાઈને બંગલે પધારવાનો નિશ્ચિત હતો તેથી કાશીરામને સાથે લઈને ત્યાં પધાર્યા ને તે શ્રાવકને બંગલે જ બીજે દિવસે ચારિત્ર પ્રદાન કર્યું ને કાશીરામે ભાવોલ્લાસપૂર્વક ચારિત્રને ધારણ કર્યું.
કાશીરામે સં. ૧૯૯૪ના માગસર વદ-૧૦ને શુભ દિવસે મુ.શ્રી જિતેન્દ્રસાગરજીનું શિષ્યત્વ સ્વીકારી ગૃહસ્થપણાના જીવન પરિવર્તનની સાથે સાથે નામ પણ પરિવર્તન કરી નાખીને કાશીરામને સ્થાને ત્યાગીને શોભે તેવું મુ.શ્રી કૈલાસસાગરજી નામને ધારણ કર્યું.
Jain Education Intemational
૪૧૧
મુ.શ્રી કૈલાસસાગરજીએ ચારિત્ર જીવનમાં જ્ઞાનોપાસનાની સાથે સાથે તપ-જપ-ધ્યાન અને ક્રિયા આદિ ઉત્કૃષ્ટ સાધનાના પગરણ માંડવા માંડ્યા. વાણીમાં એવી તો મીઠાશ હતી કે દુશ્મનને પણ સાંભળવી ગમતી. કોઈપણ એક શબ્દ અપ્રિય ન કહેવો તે પૂજ્યશ્રીનો અટલ સિદ્ધાંત હતો. અનેક વડીલ ગુરુભગવંતો તથા જ્ઞાની પુરુષો પાસે બેસી વિનયપૂર્વક આગમિક ગ્રંથોનો અભ્યાસ કર્યો ને સ્વયં મહાસમર્થ જ્ઞાની બન્યા અને ગુણી બન્યા તથા ગુણાનુરાગી બન્યા.
પૂ.મુ.શ્રી કૈલાસસાગરજીનો ગુણવૈભવથી આકર્ષાઈને તેમની ગુણસંપત્તિને પારખીને પૂજ્યશ્રીના દાદા ગુરુદેવશ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા.એ અનેક સંઘોની આગ્રહભરી વિનંતીથી સં. ૨૦૦૩માં પૂના મુકામે ગણિપદ તથા સં. ૨૦૦૫ના માગશર સુદ-૫ના શુભ દિવસે ગોડિજી ઉપાશ્રયમાં પંન્યાસપદથી વિભૂષિત કર્યા. ત્યારબાદ સં. ૨૦૧૧ના માગશર સુદ-૬ને દિને સાણંદ મુકામે ઉપાધ્યાયપદથી અલંકૃત કર્યા ને સં. ૨૦૨૨માં પૂજ્યશ્રીની ધીરતા-ગંભીરતા જોઈને અન્ય સમુદાયના આચાર્ય ભગવંતનો આગ્રહ જોઈને દાદા ગુરુદેવશ્રીએ સાણંદ મુકામે પૂજ્યશ્રીને આચાર્યપદ અર્પણ કરી શાસનની ધરા સોપી.
અલ્પાતીઅલ્પ ઉપધિ તે પૂજ્યશ્રીના સંયમજીવનની આગવી વિશેષતા હતી. મીત મધુર વાણી જીવનનો મંત્ર હતો, શાંતતા, સરળતા, વિનયતા અને વિનમ્રતા આદિ પૂજ્યશ્રીના સાજિક ગુણો હતા.
પૂજ્યશ્રીએ અનેકવિધ શાસન પ્રભાવનાના કાર્યો સ્વહસ્તે કરાવ્યા. તેમાં એમ કહી શકાય કે એશિયામાં અજોડ એવું સીમંધરસ્વામીજી પરમાત્માનું તીર્થ સ્વરૂપ ભવ્ય જિનાલય મહેસાણા મુકામે નિર્માણ પૂજ્યશ્રીની પ્રેરણાનો જ પ્રભાવ છે. આ સિવાય અનેકાનેક જિનાલયો, જિનબિંબો, ઉપાશ્રયો, ધર્મશાળાઓ, પાઠશાળાઓ, ભોજનાલયો આદિનું નિર્માણ પૂજ્યશ્રીની પ્રેરણાથી થવા પામેલ.
અનેકવિધ શાસન પ્રભાવનાના કાર્યો કરાવવા છતાં પૂજ્યશ્રીની નિરાભિમાનતા અજોડ પ્રકારની હતી. તેથી ક્યાય પણ પોતાનો ફોટો કે નામ લખાવેલ નથી. આવી નિરાભિમાનતાને કારણે જ પૂજ્યશ્રી લોકપ્રિય બની ગયા હતા.
પંજાબી, ઉર્દૂ, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી અને ગુજરાતી આદિ ભાષાઓ ઉપર પૂજ્યશ્રીનું પ્રભુત્વ હતું.
For Private & Personal Use Only
www.jainelibrary.org