________________
જૈન શ્રમણ
એ ગૌરવવંતા બંદરે શેઠ પદ્મા તારાના નામનો આંકડો ચાલતો. એ વંશના ધર્મપ્રેમી લક્ષ્મીચંદ દેવચંદ અને દિવાળીબાના ગૃહે સં. ૧૯૨૯ના કારતક સુદ ૧ને દિવસે પનોતા પુત્ર ‘નેમચંદ’નો જન્મ થયો. ચુસ્ત ધર્મપાલનના આગ્રહી, સદાચારી તેમ જ સાદાઈ અને સંતોષના જીવનવ્રતને વરેલાં સંસ્કારી મા-બાપની શીતળ છાયા તથા ત્રણ બહેનો અને એક ભાઈના હેતભર્યા સહવાસ વચ્ચે નેમચંદનો ઉછેર થતો હતો. અભ્યાસ પછી તો નેમચંદ સંયમમાર્ગે વિહરવા દૃઢનિશ્ચયી બની ચૂક્યા હતા, પરંતુ એ માટે માતાપિતાની સંમતિ મળી નહીં. એક દિવસ કોઈને કહ્યા વગર ઘર છોડી ભાવનગર પહોંચ્યા. સં. ૧૯૪૫ના જેઠ સુદ ૭ ના પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે ૧૬ વર્ષની યુવાવયે ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને નેમચંદમાંથી મુનિશ્રી નેમવિજયજી બન્યા અને તે સાથે જ ગુરુસેવા, સંયમસાધના અને જ્ઞાનોપાર્જનમાં એકનિષ્ઠ બની ગયા.
સં. ૧૯૪૯માં વાત્સલ્યમૂર્તિ ગુરુદેવની શીળી છાયા ગુમાવી. આથી પૂજ્યશ્રીના હૃદયને ઘણો આઘાત લાગ્યો, પરંતુ જ્ઞાન–તપની સહાયે અલ્પ સમયમાં સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી. ત્યાર બાદ, સૂક્ષ્મ અને તીક્ષ્ણ બુદ્ધિના બળે અલ્પ સમયમાં અનેક શાસ્ત્રોનું ઊંડું અવગાહન કર્યું એટલું જ નહીં, જૈનદર્શનની સાથે અન્ય દર્શનો-સાંખ્ય, યોગ, મીમાંસા, વેદાંત વગેરેનું પણ જ્ઞાન સંપાદન કર્યું. તેમની આ જ્ઞાનલબ્ધિ અને તેનાથી સમૃદ્ધ વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનશૈલી, કડક સંયમરુચિ આદિ યોગ્યતા જોઈ તેમના વડીલ ગુરુબંધુ ઉદારમના ગીતાર્થ પ્રવર પૂ. પંન્યાસ શ્રી ગંભીરવિજયજી મહારાજે ભાવનગરમાં ‘શ્રી ભગવતીસૂત્ર'ના યોગોદ્વહનમાં પ્રવેશ કરાવી, વલભીપુર મુકામે સં. ૧૯૬૦ના કારતક વદ ૭ના ગણિ પદથી, માગશર સુદ ૩ના પંન્યાસ પદથી વિભૂષિત કર્યા અને આગળ જતાં, તેઓશ્રીમાં ઉત્તરોત્તર થતી ગુણજ્ઞાનની વૃદ્ધિને જોઈને તેમ જ શાસનધુરાને વહન કરવાની યોગ્યતાને જાણી, પૂ. વડીલ બંધુએ સં. ૧૯૬૪માં ભાવનગરમાં મહામહોત્સવપૂર્વક આચાર્ય પદવીથી અલંકૃત કર્યા. લગભગ છેલ્લાં ૩૦૦ વર્ષ પછી યોગોદ્દહન, પંચપ્રસ્થાનની આરાધના વગેરે શાસ્ત્રીય વિધિપૂર્વક કરીને આચાર્ય પદવી પ્રાપ્ત કરનારા તેઓ સર્વ પ્રથમ આચાર્ય હતા. તેથી તેઓશ્રી આચાર્યોના ચક્રમાં ચક્રવર્તી અને જૈનશાસનમાં સમ્રાટ કહેવાયા. આચાર્ય પદવી પ્રાપ્ત થતાં તેઓ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી તરીકે જાહેર થયા અને આગળ જતાં વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાયથી શોભાયમાન પૂજ્યપાદશ્રી ‘શાસનસમ્રાટ'થી વિશેષ ખ્યાત થયા.
Jain Education International.
૩૮૭
સં. ૨૦૦૫નું ચાતુર્માસ જન્મભૂમિ-મહુવામાં વિતાવતા હતા ત્યારે તબિયત લથડી. દિન-પ્રતિદિન અશક્તિ વધતી ચાલી. દિવાળીનું પર્વ આવ્યું. આસો વદ અમાસની સવાર ઊગી. બાહ્ય ઉપચારો મૂકીને નિર્યામણાનો આવ્યંતર ઉપચાર શરૂ થયો. બરોબર ૭ વાગ્યે પૂજ્યશ્રીનો આત્મા સ્વર્ગલોક ભણી સંચર્યો. એક ભવ્ય જીવનનું ૭૭ વર્ષનું ચક્ર પૂર્ણ થયું. પૂજ્યશ્રીના દેહવિલય-સ્થળથી ૫૦ ડગલાં દૂર તેમનું જન્મસ્થળ હતું, જ્યાં કારતક સુદ ૧ને દિવસે એમનો જન્મ થયો હતો!!
જ્ઞાનવૃદ્ધિ અને જ્ઞાનોદ્વાર : ત્યાગમાર્ગ ગ્રહણ કર્યો અને ધર્મશાસ્ત્રોના અધ્યનનમાં મગ્ન રહ્યા એટલે સ્વકલ્યાણ તો નિશ્ચિત થયું જ, પરંતુ સાચા સૂરિનું કાર્ય તો પરકલ્યાણનું પણ છે એમ પોતે દૃઢતાથી માનતા હતા, ધર્મકાર્યો કે ધાર્મિક ક્રિયાઓ સમજણ વગર ન થવી જોઈએ એમ પણ તેઓશ્રી માનતા હતા, એ માટે નાના બાળકથી માંડીને મોટા વિદ્વાનો સુધીના માટે ધાર્મિક પાઠશાળાઓ હોવી જરૂરી છે એમ સ્વીકારતા હતા. પરિણામે અમદાવાદ, ખંભાત, મહુવા, વઢવાણ, જાવાલ આદિ અનેક સ્થળે પાઠશાળાઓ, જંગમ શાળાઓ, કન્યાશાળાઓ સ્થાપી–સ્થપાવી. પૂજ્યશ્રીની પ્રેરણાથી ખંભાત, અમદાવાદ, કદંબગિર અને મહુવાના વિશાળ જ્ઞાનભંડારો એના સાક્ષીરૂપે આજે પણ ઊભા છે. આ ભંડારોમાં જૈન-જૈનેતર ધર્મ સંબંધી હસ્તલિખિત-મુદ્રિત એવી હજારો પ્રતો જળવાઈ રહી છે.
શિષ્યપરંપરા : પૂજ્યપાદશ્રીનું બીજું ધ્યેય હતું જ્ઞાન અને ગુણસંપન્ન તેજસ્વી શિષ્યપરંપરા રચવાનું. આ કાર્યથી જૈનશાસનનો વિસ્તાર અને વિકાસ શક્ય છે એમ તેઓશ્રી માનતા અને એ ધ્યેયને લક્ષમાં રાખીને પ્રત્યેક શિષ્યને આદર્શભૂત કડક અનુશાસનથી તૈયાર કરતા. ગહન અધ્યયન અને કઠોર ચારિત્રપાલન માટે સદા જાગૃત રહેતા. પરિણામે આઠ બહુશ્રુત આચાર્યો અને અનેક વિદ્વાન મુનિવરોની ભવ્ય પરંપરા શાસનને સમર્પી શક્યા. સ્વયં અદ્વિતીય કક્ષાના વિદ્વાન અને તેઓશ્રીની વિદ્વાન વિશાળ શિષ્ય-પ્રશિષ્યની પરંપરા જૈન ધર્મના ઇતિહાસનું ગૌરવશાળી પ્રકરણ બની રહ્યું છે.
જીવદયા : આ અહિંસાપ્રધાન જૈનશાસનના અધિનાયક તરીકે જીવદયા એ પૂજ્યશ્રીનું વિશિષ્ટ ધ્યેય હતું. સૌરાષ્ટ્રના સાગરકાંઠાના કંઠાળ અને વળાંક જેવા પંથકોમાં ત્યાંનો મુખ્ય વ્યવસાય માછીમારીનો હતો, તે ઉપરાંત દેવદેવીઓને પશુઓના ભોગ ધરાવવાની પ્રથા પણ ફૂલીફાલી હતી. પૂજ્યશ્રીએ ગામડે ગામડે ફરીને, હજારો માઇલોનો વિહાર કરીને, જાનના જોખમે
For Private & Personal Use Only
www.jainelibrary.org