SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ સંઘને મરકીનો ઉપદ્રવ કરી પરેશાન કરવા માંડ્યો ત્યારે આ. ભદ્રબાહુસ્વામીએ ઉપદ્રવનિવારણ માટે ‘ઉવસગ્ગહરં' સ્તોત્રની રચના કરી. એમણે સવા લાખ શ્લોકપ્રમાણ ‘વાસુદેવ ચિરયં’ રચ્યાનો ઉલ્લેખ ‘સંતિનાહ ચરિય’માં મળે છે. ભદ્રબાહુસ્વામી ૧૪ પૂર્વધર હતા. તેઓ નેપાળમાં મહાપ્રાણ ધ્યાન કરતા હતા ત્યારે પાટલિપુત્રમાં શ્રી સ્થૂલભદ્રજીની અધ્યક્ષતામાં આગમવાચના થયેલી ત્યારે દૃષ્ટિવાદના જાણકાર ત્યાં કોઈ ન હોવાથી ભદ્રબાહુસ્વામીને પાટલિપુત્ર પધારવા જણાવ્યું. છેવટે એમના મહાપ્રાણધ્યાનને અનુલક્ષીને સ્થૂલભદ્રજી વગેરે ૫૦૦ સાધુઓ નેપાળમાં ભણવા ગયા. તેમાં માત્ર સ્થૂલભદ્રજી જ આગળ વધી શક્યા. દસ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સ્થૂલભદ્રજીએ બહેન રસાધ્વીજી ઉપર પ્રભાવ પાડવા સિંહનું રૂપ કર્યું. આ ભૂલના કારણે એમને આગળ અધ્યાપન કરાવવાનું બંધ કર્યું...છેવટે સંઘના આગ્રહથી મૂળ-પાઠ અપાયો. શ્રી ભદ્રબાહુસ્વામીજીએ અનેક ગ્રંથોની રચના કરી છે. ‘દશાશ્રુતસ્કંધ’, ‘બૃહત્કલ્પ’, ‘વ્યવહાર’, ‘કલ્પસૂત્ર' વગેરે. આગમ ઉપરની સર્વપ્રથમ વ્યાખ્યા પણ આ ભદ્રબાહુસ્વામીજીની જ મળે છે. આ વ્યાખ્યાઓ નિર્યુક્તિ તરીકે પ્રસિદ્ધ છે. આવશ્યક વગેરે ગ્રંથો ઉપરની એમની નિયુક્તિઓ જૈન સિદ્ધાંતોને સમજવાની અગત્યની ચાવી જેવી છે. ૪૪ વર્ષની વયે દીક્ષા, ૧૮ વર્ષ મુનિપણામાં, ૧૪ વર્ષ યુગપ્રધાન પદે રહી વીર નિ. સં. ૧૭૦માં ૭૬ વર્ષની વયે તેમનો સ્વર્ગવાસ થયો. મંત્રપ્રભાવક આચાર્યપ્રવર શ્રી પાદલિપ્તસૂરિજી વિક્રમના બીજા સૈકામાં અયોધ્યાના ફુલ્લ અને પ્રતિમાનો પુત્ર નાગેન્દ્ર. આઠ વર્ષની વયે વિદ્યાધર ગચ્છના આ. આર્યનાગહસ્તિ પાસે દીક્ષા લીધી. શ્રી મંડન ગણિએ એનું અધ્યાપન અને ઘડતર કર્યું. અત્યંત તીક્ષ્ણ મેઘા અને સાહિત્યની અસાધારણ રુચિ. નિરીક્ષણ શક્તિ ધારદાર. કાવ્યો-પદ્યો રમત-રમતમાં રચી કાઢે. 18 એક દિવસ કાંજી વહોરીને આવેલ બાળમુનિને આચાર્યશ્રીએ પ્રશ્ન કર્યો : કોણે વહોરાવી ?’ બાલમુનિએ જવાબ આપતાં પોતાની લાક્ષણિક શૈલીમાં Jain Education Intemational 399 વહોરવનાર મહિલાનું કાવ્યમય વર્ણન કર્યું : “લાલનેત્રવાળી પુષ્પ સમાન દંતપંક્તિથી શોભતી નવવધૂએ નવા ડાંગરની કાંજી માટીના પાત્રથી આપી.” ઉત્તર સાંભળી રોષે ભરાયેલા આચાર્યશ્રી કહે, “પલિત્ત !’’ બાલમુનિએ તરત આચાર્યશ્રીના પગમાં પડી વિનંતી કરી : “આપના સંબોધનમાં એક કાનો ઉમેરી આપો”....પ્રસન્ન થયેલા આચાર્યે ‘પાલિત્ત' કહ્યું. પાલિત્ત = પાદલિપ્ત. પગે લેપવાળો. બાલમુનિનું નામ હવે પાદલિપ્ત પ્રસિદ્ધ થયું. ગુરુકૃપાથી પાદલિપ્તમુનિ વિદ્વાન બન્યા. દસ વર્ષની વયે આર્યનાગહસ્તિજીએ તેઓને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા. આ. પાદલિપ્તસૂરિ વિચરતાં પાટલિપુત્ર આવ્યા. રાજા મુરંડ આચાર્યશ્રીથી અત્યંત પ્રભાવિત થયો. રાજા ઉપાશ્રયમાં વંદનાર્થે આવ્યો ત્યારે ૧૦ વર્ષના આચાર્યના અનુશાસનમાં બધા સાધુઓને રહેતા જોઈ વિમાસણમાં પડ્યો. પાદલિપ્તસૂરિ કહે : “તમારા વર્ષો જૂના નોકરને કામ ભળાવો અને મારા નાનામાં નાના શિષ્યને કામ સોંપુ અને પછી એનો કોણ કેવો અમલ કરે છે તપાસો.” રાજાએ મંત્રીને કહ્યું : “ગંગા કઈ બાજુ વહે છે તે તપાસ કરી જણાવો. આચાર્યશ્રીએ બાલમુનિને એજ આશા કરી. મંત્રી બહાર આંટો મારીને આવ્યો. કહે : “ગંગા પૂર્વમાં વહે છે.'' બાલમુનિ ઠેઠ ગંગાકાંઠે જઈ પૂરી ખાત્રી કરી આવ્યા. વંદન કરીને કહ્યું : “ગંગા પૂર્વમાં વહે છે.’' આ. પાદલિપ્તસૂરિ કહે “અમારા શિષ્યો આત્મહિત માટે આજ્ઞાપાલન કરે છે. તમારા નોકરો પગાર માટે.” મુરુંડ રાજાનો માથાનો દુખાવો પાદલિપ્તાચાર્યે ઢીંચણ પર આંગળી ફેરવી મટાડ્યો હતો. (નિશીથભાષ્ય ગા. ૪૪૬૦) આ. પાદલિપ્તસૂરિએ એક સાંકેતિકભાષા તૈયાર કરેલી જે પાદલિપ્ત ભાષા કહેવાતી. આચાર્યશ્રીને કાઠિયાવાડમાં નાગાર્જુનનો પરિચય થયો. રસાયણશાસ્ત્રનો એ જાણકાર હતો. એણે આચાર્યશ્રીને સિદ્ધરસ મોકલ્યો ત્યારે નિસ્પૃહ આચાર્યશ્રીએ એને ઢોળી દીધો. પછી આચાર્યશ્રીના મૂત્રમાં પણ રસસિદ્ધિ જાણી એ આચાર્યશ્રીની સેવા કરવા લાગ્યો. પાદલિપ્તાચાર્ય પગે લેપ કરી યાત્રાર્થે આકાશગમન કરતાં. એમના પગ ધોઈને ગંધ દ્વારા બધી ઔષધીઓ જાણી નાગાર્જુને પણ અખતરો કર્યો પણ તે ઊડતાં પડ્યો. આચાર્યશ્રીએ ઔષધીઓનો ચોખાના ધોવણમાં લેપ બનાવવાની વિધિ બતાવી. ઉપકારી વિદ્યાગુરુનું નામ જોડી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy